Home /News /national-international /VIDEO: ગાયનો ઉપયોગ કરીને આ મહિલાઓએ ખેતીમાં કમાલ કરી, 450 વેરાયટીના ધાન ઉગાડી માલામલ થઈ

VIDEO: ગાયનો ઉપયોગ કરીને આ મહિલાઓએ ખેતીમાં કમાલ કરી, 450 વેરાયટીના ધાન ઉગાડી માલામલ થઈ

ઓડિશાની મહિલા ખેડૂતોએ ખેતીમાં કમાલ કરી

ઓડિશાથી આવેલી મહિલાઓ દ્વારા જે સ્ટોલ લગાવામાં આવ્યા છે, તેમાં એક નહીં પણ 450 જાતના ધાનના પાક રજૂ કરવામાં આવ્યા છે. મહિલા ખેડૂત નિર્મલાનું કહેવું છે કે, પહેલા એક બે પ્રકારના પાક તૈયાર થતાં હતા, પણ 2019માં દેશભરમાં ધાનના બિયારણ એકત્રિત કરીને તેનો ઉપયોગ કરીને જોયો. જેનાથી તેમને ખૂબ ફાયદો થયો.

વધુ જુઓ ...
  • Local18
  • Last Updated :
  • Meerut, India
રિપોર્ટ- વિશાલ ભટનાગર

મેરઠ: ગૌ આધારિત જૈવિક ખેતીથી ખેડૂતોના નસીબ બદલાઈ રહ્યા છે. હસ્તિનાપુરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજીત કરવામાં આવેલી જૈવિક પ્રદર્શનીમાં આ પ્રકારના અદ્ભૂત નજારા જોવા મળી રહ્યા છે. જ્યાં ભારતના અલગ અલગ રાજ્યોના ખેડૂતો દ્વારા પ્રદર્શનીમાં ભાગ લેવા આવી રહ્યા છે. જે ગૌ આધારિત જૈવિક ખેતીના માધ્યમથી પોતાને ત્યાં ખેતી કરી રહ્યા છે. આ પ્રદર્શનીમાં લાગેલા ઓડિશાના સ્ટોલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે આ સ્ટોલ પર મહિલાઓ દ્વારા એક નહીં પણ 450 પ્રકારના ધાનની પાક વિશે વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: બજાજ તોડશે Splendorનો દબદબો: ખૂબ જ ઓછી કિંમતમાં લૉન્ચ કરવા જઈ રહ્યું છે 150 સીસી બાઈક

ઓડિશાથી આવેલી મહિલાઓ દ્વારા જે સ્ટોલ લગાવામાં આવ્યા છે, તેમાં એક નહીં પણ 450 જાતના ધાનના પાક રજૂ કરવામાં આવ્યા છે. મહિલા ખેડૂત નિર્મલાનું કહેવું છે કે, પહેલા એક બે પ્રકારના પાક તૈયાર થતાં હતા, પણ 2019માં દેશભરમાં ધાનના બિયારણ એકત્રિત કરીને તેનો ઉપયોગ કરીને જોયો. જેનાથી તેમને ખૂબ ફાયદો થયો. હવે કલાવતી, લંકેશ્વરી, મકારામ, બાસમતી, પૂસાસુંધદ સહિતની 450 પ્રકારની જાતના ધાનના પાક ઉગાડે છે. સૌથી વધારે ડિમાન્ડ કલાવતી કાળા ચોખાના રહી છે. કારણ કે તે ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે.
" isDesktop="true" id="1358014" >

એક દેશી ગાયથી એક એકરમાં થઈ શકે છે ખેતી


મહિલા ખેડૂત નિર્મલાનું માનીએ તો, તેમનું કહેવું છે કે, ઘરમાં જો આપની પાસે એક દેશી ગાય છે, તો તેના માધ્યમથી આપ એક એકરમાં ખેતી કરી શકો છો. કારણ કે દેશી ગાયનો ગોબર ગોમૂત્ર ખૂબ જ ફાયદાકારક છે. આજકાલ ખેડૂતો મોંઘા મોંઘા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પાક ઉગાડે છે. જેનાથી ખર્ચો વધારે આવે છે અને આવક ઓછી થાય છે. પણ તમામ લોકો જો દેશી ગાય આધારિત ખેતી કરશે, તો તેમને ખૂબ જ ફાયદો થશે.

આ વિધિનો કરો ઉપયોગ


આ મહિલાઓએ જણાવ્યું કે, ખેતરમાં અમે લોકો ગોબર નાખીએ છીએ. વિચારતા હતા કે, તેનાથી ફાયદો થશે, પણ ફક્ત ગાયના ગોબર ખેતરમાં નાખવાથી ખેડૂતોને ફાયદો નહીં થાય. ગાયના ગોબરને પહેલા એકઠો કરો. બાદમાં ગાયનું મૂત્ર તેમાં મિશ્રણ કરો. બાદમાં થોડા દિવસ પછી તેનો ઉપયોગ કરો.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો