Home /News /national-international /

Positive Story: કોરોનામાં નોકરી ગઇ તો મજૂર બન્યો Youtuber, હવે મહિને 3 લાખ રૂપિયા કરે છે કમાણી

Positive Story: કોરોનામાં નોકરી ગઇ તો મજૂર બન્યો Youtuber, હવે મહિને 3 લાખ રૂપિયા કરે છે કમાણી

ફક્ત 7 ધોરણ સુધી ભણેલા ઇસાક મુંડા સૌથી પહેલા એ શીખ્યો કે યૂટ્યૂબ પર ચેનલ કેવી રીતે બનાવવામાં આવે છે

YouTube star - એકસમયે તે દિહાડી મજૂરી કરીને રોજના 250 રૂપિયા કમાતો હતો. તેને મહિનામાં 18-20 દિવસ કામ મળતું હતું

    ભુવનેશ્વર : ઘણા લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ‘આપદામાં અવસર’સૂત્રની ટિકા કરી તો ઘણા લોકોએ તેને પોતાનું જીવન મંત્ર બનાવ્યું અને આ આધારે ફરીથી શરૂઆત કરી હતી. આવો જ એક વ્યક્તિ છે ઓડિશાનો ઇસાક મુંડા (Isak Munda). જેણે કોરોના કાળમાં (lockdown)નિર્માણ કાર્ય બંધ હોવાથી પોતાની મજૂરી ગુમાવી દીધી હતી. આ રીતે દિહાડી મજૂરનું જીવન તે મોડ પર આવીને ઉભું રહ્યું કે જ્યાં સમજણ પડતી ન હતી કે આગળ જીવન ક્યાં લઇને જશે. આવા સમયે તેણે એક વીડિયો બનાવીને યૂટ્યૂબ (YouTube)પર અપલોડ કર્યો હતો. જ્યારે આ વીડિયો અપલોડ કરી રહ્યો હતો ત્યારે તેને એ વાતની ખબર ન હતી કે તે જલ્દી યૂટ્યૂબ સ્ટાર (YouTube star Isak Munda)બની જશે. દેશમાં જ નહીં વિદેશોમાં પણ વીડિયોને પસંદ કરવામાં આવી રહ્યા છે.

    કહાનીની શરૂઆત એવી રીતે થઇ કે કામ છૂટી ગયા પછી જ્યારે તે પોતાના ઘરે બેઠો હતો અને તેના બાળકો ફોન પર યૂટ્યૂબમાં કાર્ટૂન જોતા હતા. આ દરમિયાન એક જાહેરાત સાંભળી હતી. જેમાં બતાવવામાં આવી રહ્યું હતું કે કેવી રીતે લોકો ઘરે બેસી વીડિયો અપલોડ કરીને પૈસા કમાઇ શકે છે. તેને લાગ્યું કે તેને પણ પ્રયત્ન કરવો જોઈએ.

    ફક્ત 7 ધોરણ સુધી ભણેલા ઇસાક મુંડા સૌથી પહેલા એ શીખ્યો કે યૂટ્યૂબ પર ચેનલ કેવી રીતે બનાવવામાં આવે છે. તેને લાગ્યું કે તે પોતાના ગામ, રહેણી કરણી અને ખાનપાન વિશે બતાવી શકે છે. બસ આ રીતે પોતાનો પ્રથમ વીડિયો તૈયાર કર્યો હતો. જોકે એક સપ્તાહ પછી પણ આ વીડિયોને કોઇએ જોયો ન હતો. તે હાર માન્યો નહીં અને બીજા યૂટ્યૂબરના વીડિયો જોઈને જાણ થઇ કે વીડિયોના પ્રચાર માટે બીજા સોશિયલ મીડિયા માધ્યમો ઉપર નાખવો પણ જરૂરી છે.

    આ પણ વાંચો - કુંવારી બતાવીને કરતી હતી લગ્ન, પછી પતિને લૂટીને કરતી હતી બ્લેકમેઇલ, ઘણા લોકોને ઠગ્યા

    તેણે ફેસબુકમાં એકાઉન્ટ ખોલ્યું અને વીડિયો મુક્યો હતો. આ વીડિયો 10-12 લોકોએ જોયો હતો. આ પછી તેણે ઓડિશાનું ચર્ચિત ખાવાનું બાસી પાખલા એટલે ફરમેંટેડ ચાવલના વ્યંજનનો આનંદ લેતા વીડિયો બનાવ્યો હતો. જે વાયરલ થયો હતો. થોડાક દિવસોમાં તેના 20000 સબ્સક્રાઇબર બની ચૂક્યા છે. આટલું જ નહીં અમેરિકા, બ્રાઝીલ, મંગોલિયામાં પણ તેના વીડિયોને પસંદ કરવામાં આવી રહ્યા છે.

    બે વર્ષ પછી ઇસાક મુંડાની ચેનલ ઇસાક મુંડા ઇટિંગના લગભગ 8 લાખ સબ્સક્રાઇબર છે અને તેના વીડિયોને 10 કરોડથી વધારે વખત જોવાયો છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો શો મન કી વાતમાં તેની ચર્ચા કરી હતી. એકસમયે તે દિહાડી મજૂરી કરીને રોજના 250 રૂપિયા કમાતો હતો. તેને મહિનામાં 18-20 દિવસ કામ મળતું હતું. હવે તેની કમાણી મહિનાના 3 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હાલ તેના દર્શકો ઘટ્યા તો તે મહિનાના 60-70 હજાર રૂપિયા કમાણી કરે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Positive story, Youtube, Youtube channel

    આગામી સમાચાર