Home /News /national-international /પતિ-પત્ની અને હનીટ્રેપ...આ કપલના સીક્રેટ પ્લાને રાજ્ય સરકારને હચમચાવી દીધી

પતિ-પત્ની અને હનીટ્રેપ...આ કપલના સીક્રેટ પ્લાને રાજ્ય સરકારને હચમચાવી દીધી

આ કપલના સીક્રેટ પ્લાને રાજ્ય સરકારને હચમચાવી દીધી

Odisha Honeytrap Case: એક સામાન્ય દંપતિએ પ્રાંતની સરકારને હચમચાવી દીધી. ત્યાંના ઓફિસરની ઊંઘ ઉડી ગઈ છે. હકીકતમાં આ બંનેની પાસે એવા વીસથી વધુ વીડિયો છે, જેમાં ઘણા ખાસ લોકોના રહસ્ય કેદ છે. જો આ વીડિયો વાયરલ થઈ જાય તો રાજ્યની સરકાર જઈ શકે છે. પતિ-પત્નીની આ કહાની ઓરિસ્સાની છે અને કિસ્સો હનીટ્રેપનો છે.

વધુ જુઓ ...
એક સામાન્ય દંપતિએ પ્રાંતની સરકારને હચમચાવી દીધી. ત્યાંના ઓફિસરની ઊંઘ ઉડી ગઈ છે. હકીકતમાં આ બંનેની પાસે એવા વીસથી વધુ વીડિયો છે, જેમાં ઘણા ખાસ લોકોના રહસ્ય કેદ છે. જો આ વીડિયો વાયરલ થઈ જાય તો રાજ્યની સરકાર જઈ શકે છે. પતિ-પત્નીની આ કહાની ઓરિસ્સાની છે અને કિસ્સો હનીટ્રેપનો છે.

દંપતિનો જલવો


હંમેશાં તેમના હાથમાં લેટેસ્ટ મોબાઈલ ફોન અને સાથે નવી ફોર્ચ્યુનર કાર જોવા મળે છે. ક્યાંક સોનાની એટલી મોટી ચેન કે તેની સામે ગળુ પણ નાનું પડી જાય તો ક્યાંક આલીશાન ફર્નીચરની સાથે શાનથી ક્લિક કરાવેલી તેમની તસવીર સોશિયલ મીડિયામાં જોવા મળે છે. ક્યારેક કોઈ નેતા, ઓફિસર, અથવા પ્રભાવશાળી વ્યક્તિની સાથે તેમના સંબંધો હોવાના દાવા કરે છે તો ક્યારે લોકો માત્ર તેમનો જલવો જોતા રહે છે.

ચર્ચાનો વિષય બની ગયું છે આ દંપતિ


તેમના નામ છે અર્ચના નાગ ચંદ અને જગબંધુ ચંદ. પતિ-પત્નીની આ જોડીનું નામ છે. પરંતુ આ જોડી ન તો કોઈ પ્રખ્યાત ઈન્ડસ્ટ્રિયલિસ્ટની જોડી છે, ના કોઈ અમીર વેપારીની અને ના કોઈ રાજા-રજવાડાના પરિવાર સાથે સંબંધ રાખતી પૈસાદારની જોડી. પરંતુ તેમ છતાં દક્ષિણ પૂર્વ ભારતના એક શાંત રાજ્યામાંથી નીકળી આ જોડીએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. તેમના કિસ્સા હવે ઓરિસ્સાથી માંડી દેશ-દુનિયામાં સંભળાય છે.

સરકાર પર સંકટ


હવે તેમની સાથે પોતાની તસવીર અને નામ જોઈ ઓરિસ્સાના મોટા મોટા નેતાઓ, ઓફિસરો અને વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કેટલાક લોકો આ કપલને ઓરિસ્સા સરકાર પર મંડરાતા સંકટ તરીકે પણ જોઈ રહ્યા છે.

આખરે આ કપલ કેમ મુસીબત બની ગયું?


પણ પછી સવાલ એ છે કે શા માટે? આખરે આ જોડીમાં એવું શું છે કે તે રાતો રાત ચર્ચામાં આવી ગઈ છે. જો તે ખરેખર કોઈ પૈસાદાર પરિવારમાંથી નથી આવતા તો પછી તેમની આટલી ખ્યાતિ, સંપત્તિ, અને કીર્તિ, સત્તા અને પ્રતિષ્ઠા ક્યાંથી આવી? આ લોકો ઓરિસ્સાા મોટા લોકોના સંપર્કમાં કેવી રીતે આવ્યા? અને હવે કેમ ઓરિસ્સા સરકાર માટે એક મોટી મુસીબત તરીકે તેમને જોવામાં આવે છે?

આ પણ વાંચોઃ Delhi excise policy: પૂછપરછ માટે CBI ઓફિસ સમક્ષ હાજર થયા મનીષ સિસોદિયા, ભાજપે કહ્યું-આ ‘જશ્ન-એ-ભ્રષ્ટાચાર’

છેતરપિંડી, હનીટ્રેપ અને બ્લેકમેલિંગ


જવાબ છે કે ઓરિસ્સાના સામાન્ય પરિવારથી આવતા યુવક-યુવતીની આ જોડી હકીકતમાં છેતરપિંડી, હનીટ્રેપ અને બ્લેકમેલિંગની દુનિયામાં સૌથી તાજેતરનું ઉદાહરણ છે, જેમના કારસ્તાન જોઈ હવે ઓરિસ્સાના સ્માર્ટ પોલીસવાળા પણ દંગ રહી ગયા છે. પોલીસે અત્યારે આ બંનેની ધરપકડ કરી લીધી છે, પરંતુ તેમના મકાન અને ગેજેટ્સમાં ઓરિસ્સાના મોટી હસ્તિઓ અને અમીર લોકોના એવા એવા રહસ્ય છે, જે ગમે ત્યારે સરકાર માટે મુશ્કેલી બની શકે છે.

આપત્તિજનક વીડિયો અને તસવીરો


પછી એવું કહો કે મુશ્કેલી આવવા લાગી છે. અત્યાર સુધીની જાણકારીના અનુસાર, આ જોડીની પાસે ઓછામાં ઓછા 20 સત્તાધારી બીજેડી અને બીજેપી નેતાઓની સાથે ઓફિસર, કારોબારીઓ અને બીજા લોકોના આપત્તિજનક વીડિયો અને તસવીર છે.

આ પણ વાંચોઃ આવા બોસ હોય તો દિવાળી સુધરી જાય! દિવાળી પર કર્મચારીઓને લાખોની કાર અને બાઈક ગિફ્ટમાં આપી

ફિલ્મ મેકરે કેસ દાખલ કરાવ્યો હતો


આ સમગ્ર એપિસોડની શરૂઆત ત્યારે થઈ જ્યારે આ જોડીએ હનીટ્રેપના આ ખેલમાં ઓરિસ્સાના એક ફિલ્મ મેકર અક્ષય પરીજાને ખેંચવાનો પ્રયાસ કર્યો. આરોપ છે કે અર્ચના નાગ ચંદે એક યુવતી દ્વારા સૌથી પહેલા અક્ષય પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો અને પછી મામલો દબાવવા માટે 3 કરોડ રૂપિયા માગ્યા.પરંતુ ફિલ્મ મેકર અક્ષય ડર્યા વગર ભુવનેશ્વરના નયાપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો.

3 કરોડની માગ કરી


અક્ષયે ફરિયાદમાં જણાવ્યું કે, અર્ચના નાગ ચંદ એક વકીલ તરીકે તેને મળ્યો હતો અને કહ્યું હતું કે તેની પાસે મારી સાથે એક ક્લાયન્ટના કેટલાક વાંધાજનક વીડિયો છે. જો હું પોતાને આ કેસથી બચાવવા માગુ છું તો મારે તેમને 3 કરોડ રૂપિયા આપવા પડશે નહીં તો તે મારા ટૂકડા ટૂકડા કરી મને જાનથી મારી નાખશે.
First published:

Tags: HoneyTrap, Odisha

विज्ञापन