વિશ્વને ભરડામાં લેનાર કોરોના વાયરસ આખરે આવ્યો ક્યાંથી? આજે પણ સંશોધકો શોધી રહ્યા છે મહામારીનું ઉદગમસ્થાન

વિશ્વને ભરડામાં લેનાર કોરોના વાયરસ આખરે આવ્યો ક્યાંથી? આજે પણ સંશોધકો શોધી રહ્યા છે મહામારીનું ઉદગમસ્થાન
પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારી શરૂ થયાને એક વર્ષ જેટલો સમય વિતી ગયો છે. હવે રસી પણ ઉપલબ્ધ છે, છતાં કોરોના વાયરસના રહસ્યનું કોકડું હજુ સુધી ગૂંચવાયેલુ છે

  • Share this:
કોરોના મહામારીના કારણે કરોડો લોકો પરેશાન થયા છે. દરરોજ કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 27 લાખ લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત આર્થિક ગતિવિધિઓ ઉપર રોક લાગી જતા અબજો રૂપિયાનું નુકસાન પણ થયું છે. કોરોના મહામારી શરૂ થયાને એક વર્ષ જેટલો સમય વિતી ગયો છે. હવે રસી પણ ઉપલબ્ધ છે, છતાં કોરોના વાયરસના રહસ્યનું કોકડું હજુ સુધી ગૂંચવાયેલુ છે.

વૈજ્ઞાનિકો કોરોના વાયરસ શું છે? તેનો તાગ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. એમઆઈટી ટેકનોલોજીના રિવ્યુ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચીન દ્વારા તૈયાર કરાયેલી આંતરાષ્ટ્રીય સંશોધકોની ટીમ અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસના ઉદભવ સ્થાન અંગે તપાસ થઇ રહી છે. હજુ કોરોના મહામારીને લઈને ઘણું જાણવાનું બાકી છે. પ્રારંભિક તબક્કે તો વાયરસ ચામાચીડિયામાંથી આવ્યો હોવાનું ફલિત થાય છે. જોકે, આ વાયરસ હજારો કિલોમીટર દૂર ગુફામાંથી કેવી રીતે માણસ જાતમાં પ્રવેશ્યો તે જાણવું જરૂરી છે.



મહામારી ફાટી નીકળે તેના પ્રારંભિક સમયમાં વાયરસના કોર્સ શોધવા માટે પ્રયાસો થયા હતા. સાર્સ કોવ 2 વાયરસ પ્રાણીમાંથી વુહાનની બજારમાંથી ફેલાયો હતો. આ વાયરસ પશુ માંસમાંથી લોકો સુધી ફેલાયો હતો. આ થિયરી ગળે ઉતરે તેવી છે. આવી જ રીતે અન્ય વાયરસ પ્રાણીમાંથી માણસમાં પ્રવેશ્યા હતા. 2003માં પણ ચીનમાં વાયરસ ફાટી નીકળ્યો હતો. જેમાં 7500 લોકો બીમાર પડ્યા હતા. સાર્સ વાયરસ પાંજરવાળા બજારના પ્રાણીઓના કારણે ફાટી નીકળ્યો હોવાનું પરીક્ષણમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો - ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર

ચીનમાં કૂતરા, બિલાડા ખાવામાં આવે છે. આવા પ્રાણીઓમાં વાયરસ જોવા મળે છે. કોરોના મહામારી ફેલાઈ તેને એક વર્ષ જેટલો સમય વિતી ગયો છે માટે આ વાયરસનો હોસ્ટ કોણ હતું તે જાણવું ખુબ જ મુશ્કેલ બન્યું છે.

ચીની સંશોધકોની ટુકડીના અગ્રણી સંશોધક લિયાંગ વાનીઆનના કહેવા મુજબ કોઈને પણ વાયરસ ક્યાંથી આવ્યો તે જાણવા તેનો અગાઉનો સોર્સ મળ્યો નથી. તેથી રોગચાળો હજુ રહસ્ય છે. ડુક્કર, બકરા સહિતના હજારો પ્રાણીઓનું પરીક્ષણ કરવા માટે ચીને પ્રયાસો કર્યા હોવા છતાં કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. વાયરસ જંગલી સસલા અથવા ઘરનાં પાળતુ પ્રાણી જેવી નવી પ્રજાતિઓમાં પણ સ્થાપિત થઈ શકતો હોવાની સામે આવ્યું છે.

હજુ સુધી સંશોધનને લઈ યોગ્ય આધાર મળ્યા ન હોવાના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા અને વૈશ્વિક વૈજ્ઞાનિકો 'તેલ જુઓ તેલની ધાર જુઓ'ની રીતે આગળ વધી રહ્યાં છે. કોરોના વાયરસનું ઉદગમસ્થાન અને લાક્ષણિકતા જાણવા માટે હજુ પ્રયોગો કરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:March 31, 2021, 16:41 pm

ટૉપ ન્યૂઝ