Home /News /national-international /ચીનની વુહાન લેબમાંથી લીક થયો હતો કોરોના વાયરસ? હાર્વર્ડ વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો

ચીનની વુહાન લેબમાંથી લીક થયો હતો કોરોના વાયરસ? હાર્વર્ડ વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો

હાલ વર્તમાન ધારણા કરી રહી છે લેબ લીકનું સમર્થન (પ્રતિકાત્મક તસવીર)

Origin of Coronavirus - કોરોના વાયરસની ઉત્પતિમાં ચીનનો મોટો હાથ હતો કારણ કે તે સતત વુહાન લેબ લીકને (Wuhan Lab Leak)છુપાવવાના પ્રયત્નોમાં લાગેલું છે

નવી દિલ્હી : કોરોના વાયરસની ઉત્પતિમાં (Origin of Coronavirus)ચીનનો મોટો હાથ હતો કારણ કે તે સતત વુહાન લેબ લીકને (Wuhan Lab Leak)છુપાવવાના પ્રયત્નોમાં લાગેલું છે. બ્રિટનના સાંસદોને આવી જાણકારી મળી છે. હાઉસ ઓફ કોમન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી કમિટી સામે આ વાતની સાક્ષી આપનાર હાર્વર્ડના વૈજ્ઞાનિક અલીના ચાનનું માનવું છે કે કોવિડ-19 (Coronavirus)આનુવંશિક રૂપથી ચીનમાં બનાવવામાં આવ્યો હતો. તેમણે એ પણ કહ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ (Chinese Communist Party)બે વર્ષ પહેલા જ વુહાનમાં (Wuhan )મહામારીના અસલી સ્વરૂપ પર કાબુ મેળવી લીધો હતો. આ સાથે તે લેબ લીકની વાતને સાબિત કરવા માટે કરાઇ રહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિસર્ચમાં વિધ્નરુપ બની રહ્યું છે.

મહામારીની ઉત્પતિ પાછળ પ્રયોગશાળામાં લીકની આશંકા વિશે સમિતિ દ્વારા પૂછવા પર અલીના ચાને કહ્યું કે આ બિંદુ પર મહામારીની પ્રાકૃતિક ઉત્પતિની સરખામણીમાં પ્રયોગશાળામાં ઉત્પતિની વધારે સંભાવના છે. આપણે બધા સહમત છીએ કે હુઆન સીફૂડ માર્કેટમાં (Huanan Seafood Market)એક મહત્વની ઘટના બની હતી. જે મનુષ્યોના કારણે થનાર પ્રસારની સૌથી મોટી ઘટના હતી. તે બજારમાં જાનવરના કારણે વાયરસની પ્રાકૃતિક ઉત્પતિ તરફ ઇશારો કરવાની કોઇ સાબિતી નથી.

આ પણ વાંચો - વિદાયમાં વરરાજા સાથે નીકળી દૂલ્હન, રસ્તામાં કાર રોકાવી અને પ્રેમી સાથે ભાગી ગઈ

હાલ વર્તમાન ધારણા કરી રહી છે લેબ લીકનું સમર્થન

‘ધ લૈસેન્ટ’ મેડિકલ જર્નલના પ્રધાન સંપાદક રિચર્ડ હોર્ટને પણ સહમતિ વ્યક્ત કરી કે કોવિડ-19ની પાછળ પ્રયોગશાળા રિસાવ સિદ્ધાંત એક પરિકલ્પના છે, જેને ગંભીરતાથી લેવાની જરૂર છે અને તેની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સંદર્ભિત મામલોના પરિપ્રેક્ષ્યમાં આગળની તપાસની જરૂર છે.

આ પણ વાંચો - Omicron In India: મહારાષ્ટ્ર અને કેરળમાં 4-4 નવા કેસ, દેશભરમાં કુલ 73 ઓમિક્રોન Positive

ચાનની સાથે વાયરસની ઉત્પતિ વિશે પુસ્તક લખનાર ટોરી લોર્ડ રિડલે કહે છે કે વિશેષજ્ઞો હજુ પણ એનિમલ હોસ્ટને શોધી શક્યા નથી જેનાથી ખબર પડે કે તેની ઉત્પતિ પ્રાકૃતિક હતી. બે વર્ષની તપાસ એ ધારણાનું સમર્થન કરે છે કે કોવિડ-19 એક લેબથી નીકળ્યો હતો. આ પ્રકારના વિસ્ફોટક આરોપોથી બ્રિટન સરકાર પર બીજિંગના તે દાવા પર સવાલ ઉઠાવવાનું દબાણ બનાવવાની આશા છે કે વાયરસની ઉત્પતિ પ્રાકૃતિક હતી.
First published:

Tags: Corona Vaccination, Coronavirus, Wuhan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો