Home /News /national-international /મુસ્લિમ દેશોના સંગઠનને પાકિસ્તાન કરતા ભારતના કાશ્મીરની વધુ ચિંતા, 370 પરત લાવા કરી માંગ
મુસ્લિમ દેશોના સંગઠનને પાકિસ્તાન કરતા ભારતના કાશ્મીરની વધુ ચિંતા, 370 પરત લાવા કરી માંગ
OICએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. (તસવીર-સોશિયલ મીડિયા)
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)એ જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી છે. OICએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 27 ઓક્ટોબરે કાશ્મીર પર ભારતના કબજાના 75 વર્ષ પૂર્ણ થયા છે. ઈસ્લામિક સંગઠને કહ્યું કે તે જમ્મુ-કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને લઈને તેમની સાથે છે. OIC સંગઠને નરેન્દ્ર મોદી સરકાર પાસે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી છે.
નવી દિલ્હી: ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)એ જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી છે. OICએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 27 ઓક્ટોબરે કાશ્મીર પર ભારતના કબજાના 75 વર્ષ પૂર્ણ થયા છે. ઈસ્લામિક સંગઠને કહ્યું કે તે જમ્મુ-કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને લઈને તેમની સાથે છે. OIC સંગઠને નરેન્દ્ર મોદી સરકાર પાસે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કાશ્મીરમાં જે પણ ડેમોગ્રાફિક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેને રોકવા માટે પગલાં લો.
મૂળભૂત માનવ અધિકારોનું સન્માન કરવાની માંગ કરી
આ સંગઠને જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓના મૂળભૂત માનવ અધિકારોનું સન્માન કરવાની માંગ કરી છે. ઇસ્લામિક સંગઠને આંતરરાષ્ટ્રીય સમુદાયને યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા વિનંતી કરી છે. જો કે આ પહેલા પણ ઈસ્લામિક દેશોના સંગઠને કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યું છે. કહેવાય છે કે OICના નિવેદન પાછળ પાકિસ્તાનનો હાથ છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત પર દબાણ બનાવી શકાય.
57 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો સભ્ય
જોકે ભારતે ઘણી વખત OICને કાશ્મીર પર પાકિસ્તાનના દુષ્પ્રચારને આગળ ન વધારવાની ચેતવણી આપી છે. OIC સંસ્થા ઇસ્લામિક દેશોનું સંગઠન છે. જેમાં 57 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો સભ્ય છે. ભારત 27 ઓક્ટોબરને પાયદળ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે ભારતીય સેનાએ બહાદુરી બતાવીને કાશ્મીર સરહદમાં ઘૂસેલા ગેરકાયદે ઘૂસણખોરોને બહાર કાઢીને કાશ્મીરના મોટાભાગને પાકિસ્તાનના કબજામાંથી બચાવી લીધો હતો.
આઝાદી બાદ ભારતમાં આ પ્રકારની પ્રથમ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી. પાયદળ દિવસના અવસર પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કાશ્મીરના શ્રીનગરમાં સેનાના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત સરકારનું લક્ષ્ય ગિલગિટ અને બાલ્ટિસ્તાન જેવા પીઓકેના ભાગોને ફરી એક વખત પોતાની સીમામાં સામેલ કરવાનું છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર