મોદીની બાયોપિક પર પ્રતિબંધના આદેશને 'નમો ટીવી' સાથે કોઈ સંબંધ નથી : EC

News18 Gujarati
Updated: April 11, 2019, 8:43 AM IST
મોદીની બાયોપિક પર પ્રતિબંધના આદેશને 'નમો ટીવી' સાથે કોઈ સંબંધ નથી : EC
નમો ટીવી

અધિકારીઓએ જણાવ્યું કે, બાયોપિક અંગે જાહેર કરવામાં આવેલા આદેશનું ખોટું અર્થઘટન કાઢવામાં આવ્યું છે, નમો ટીવી પર તે લાગૂ નહીં પડે.

  • Share this:
નવી દિલ્હી : પીએમ મોદીની બાયોપિકને રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ ચૂંટણી અધિકારીઓએ ખૂલાસો કર્યો છે કે ફિલ્મને લઈને જાહેર કરવામાં આવેલા આદેશને 'નમો ટીવી' સાથે કોઈ લેવાદેવા નથી. અધિકારીઓએ કહ્યુ કે બાયોપિક અંગે જાહેર કરવામાં આવેલા આદેશનું ખોટું અર્થઘટન કાઢવામાં આવ્યું છે. આ નિયમ નમો ટીવી પર લાગૂ નહીં પડે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે ફિલ્મને લઈને આપવામાં આવેલો આદેશ નમો ટીવીને પણ લાગૂ પડશે. જેના પ્રસારણની ચૂંટણી દરમિયાન મંજૂરી ન આપી શકાય.

અધિકારીએ એ સમયે આદેશના એક ફકરાનો સંદર્ભ ટાંકતા કહ્યુ હતુ કે, "પહેલાથી પ્રમાણિત કોઈ પણ પ્રચાર સામગ્રી સાથે જોડાયેલા પોસ્ટર અથવા પ્રચારનું કોઈ પણ માધ્યમ, જે કોઈ ઉમેદવાર માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચૂંટણી પ્રચારનું ચિત્રણ કરે છે તેનો ચૂંટણી આચાર સંહિતા દરમિયાન ઇલેક્ટ્રોનિક મીડિયામાં ઉપયોગ નહીં કરી શકાય."

આ પણ વાંચો :  પ્રથમ તબક્કા માટે મતદાન : મોદી સરકારના આ આઠ મંત્રીઓનું નસીબ દાવ પર

બાદમાં તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ નમો ટીવી પર રાજકીય જાહેરાતના પ્રમાણપત્ર સંબંધમાં અમુક ખુલાસો પૂછ્યો છે. આ ખુલાસા પર ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યું છે. હકીકતમાં ચૂંટણી પંચે મોદીની બાયોપિકને એવું કહીને રિલીઝ થતી અટકાવી દીધી હતી કે કોઈ પણ રાજકીય પક્ષ અથવા વ્યક્તિના ચૂંટણીના હિતો સાધવાના ઉદેશ્ય પૂરો કરતી કોઈ પણ ફિલ્મને ઇલેક્ટ્રોનિક મીડિયામાં બતાવી ન શકાય.
First published: April 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading