ઑસ્ટ્રેલિયાના Zooમાં દુર્લભ નારંગી લંગૂરનો જન્મ થયો

જન્મના થોડાક સપ્તાહ સુધી નારંગી રહે છે, પરંતુ થોડા સમય બાદ તે ઘેરો થઈ જાય છે

જન્મના થોડાક સપ્તાહ સુધી નારંગી રહે છે, પરંતુ થોડા સમય બાદ તે ઘેરો થઈ જાય છે

 • Share this:
  સિડની : ઑસ્ટ્રેલિયા (Australia)ના એક પ્રાણી સંગ્રહાલયમાં દુનિયાના દુર્લભ પ્રજાતિના વાનરનો જન્મ થયો છે. આ વાનરનો રંગ નારંગી (Orange Color) છે, જે ફ્રાંસુઆ લંગૂર (Francois Langur)ના નામથી ઓળખાય છે. આ લંગૂરનો જન્મ ઑસ્ટ્રેલિયાના સિડની તરોંગા પ્રાણી સંગ્રહાલયમાં થયો છે. સિડની પ્રાણી સંગ્રહાલયના સીનિયર ઝૂ કિપર જેન માર્શલે જણાવ્યું કે, નારંગી કલરના બચ્ચાને જોવું અમારા માટે એક અદ્ભૂત અનુભવ હતો. પ્રશાસને તેની તસવીરો 4 ઑક્ટોબરે જાહેર કરી હતી. જેમાં તે પોતાની માતાના ખોળામાં જોવા મળી રહી છે. હાલ તેનું કોઈ નામ નથી પાડવામાં આવ્યું.

  જાણો, શું છે તેની ખાસિયત

  નારંગી રંગના દેખાતા વાનર એટલે કે ફ્રાંસુઆ લંગૂર ખાસ કરીને ચીન અને વિયતનામના જંગલોમાં જોવા મળે છે. દુનિયાભરમાં આ પ્રજાતિના માત્ર 3 હજાર વાનર છે. આ લંગૂરનો રંગ જન્મના થોડાક સપ્તાહ સુધી નારંગી રહે છે, પરંતુ થોડા સમય બાદ તે ઘેરો થઈ જાય છે. આ લંગૂર ખૂબ ઝડપી, સ્ફુર્તિથી ભરેલા અને હોશિયાર હોય છે.

  આ પહેલા ક્યારે થયો હતો આ પ્રકારના લંગૂરનો જન્મ?

  આ પ્રકારના લંગૂરનો જન્મ આ પહેલા નવેમ્બર 2015માં એક પ્રાણી સંગ્રહાલયમાં થયો હતો. તે લંગૂરના બચ્ચાનું નામ નંગુઆ રાખવામાં આવ્યું હતું. આ લંગૂરની દેખભાળની જવાબદારી માદા વાનર જ ઉઠાવે છે.


  2008માં પ્રજાતિને વિલુપ્ત જાહેર કરવામાં આવી હતી

  ઇન્ટરનેશનલ યૂનિયન ફૉર ધ કન્ઝર્વેશન ઑફ નેચર (International Union for the Conservation of Nature)એ 2008માં આ પ્રજાતિને વિલુપ્ત જાહેર કરી દીધી હતી. આ પ્રકારના વાનર દુર્લભ હોવાના કારણે લોકો તેનો શિકાર અને તસ્કરી કરે છે જેને કારણે તેની સંખ્યામાં મોટો ઘટાડો આવી ગયો છે.

  આ પણ વાંચો,

  ભાજપના 'સ્ટાર પ્રચારક, બંગાળના 'ભગવાન હનુમાને' આત્મહત્યા કરી
  દીપડો પંજો મારતો રહ્યો પણ બહેને ન છોડ્યો 4 વર્ષના ભાઇનો સાથ!
  Published by:Mrunal Bhojak
  First published: