Home /News /national-international /

Optical Illusion: શું તમે 36 સેકન્ડમાં આ ઈમેજમાં છુપાયેલા દેડકાને શોધી શકો છો?

Optical Illusion: શું તમે 36 સેકન્ડમાં આ ઈમેજમાં છુપાયેલા દેડકાને શોધી શકો છો?

Optical Illusion: નીચેની ઇમેજ જુઓ અને અમને જણાવો કે તમને દેડકો ક્યાં દેખાય છે અને કેટલા સમયમાં દેખાયો?

Optical Illusion : આ ઓપ્ટિકલ ઈલ્યુઝન માત્ર તમારી ઓબ્સર્વેશન પાવરની જ કસોટી નથી પણ તમારી ધીરજની પણ કસોટી કરશે, જો તમે વધુ સમય લો છો તો માની શકીએ કે કાં તો તમારું મન આજે બીજે ક્યાંક છે

Optical Illusion: જગતમાં પ્રાણીઓ શ્રેષ્ઠ ઓપ્ટિકલ ઇલ્યુઝન (Optical Illusion)બનાવે છે. આ જીવો તમારી બુદ્ધિ કૌશલ્ય (Cognitive Skills)ને ચકાસવાના કોઈ ઈરાદાથી તેમ કરતા નથી, પરંતુ માત્ર પોતાના રક્ષણ માટે કરે છે. આ ઓપ્ટિકલ ઈલ્યુઝન માત્ર તમારી ઓબ્સર્વેશન પાવરની જ કસોટી નથી પણ તમારી ધીરજની પણ કસોટી કરશે. નીચેની ઓપ્ટિકલ ઈલ્યુઝન ઈમેજ જુઓ અને 36 સેકન્ડમાં તેમાં છુપાયેલા દેડકાને (frog)શોધો. જો તમારી કોગ્નિટિવ સ્કિલ્સ સારી રીતે કામ કરી રહી હોય, તો છુપાયેલા પ્રાણીને શોધવા માટે આ ઓછામાં ઓછું લાગતો સમય છે. જો તમે વધુ સમય લો છો, તો અમે માની શકીએ કે કાં તો તમારું મન આજે બીજે ક્યાંક છે અથવા તમને દેડકા પસંદ નથી.

નીચેની ઇમેજ જુઓ અને અમને જણાવો કે તમને દેડકો ક્યાં દેખાય છે અને કેટલા સમયમાં દેખાયો? યાદ રાખો કે આ ચેલેન્જને પૂર્ણ કરવા માટે તમારી પાસે માત્ર 36 સેકન્ડ છે.

તમે ઇમેજમાં શું જોઈ શકો છો?

આ ઘણા કમળના ફૂલોથી ભરેલા તળાવની સુંદર ઇમેજ છે. કમળ પૂરેપૂરા ખીલેલા છે, જ્યારે કેટલાક જલ્દીથી ખીલવાની સ્થિતિમાં છે. તમે કમળના છોડની ખસ વિશેષતા એવા તેના પહોળા પાંદડા જોઈ શકો છો. કમળ પાણીનો છોડ અથવા હાઇડ્રોફિલિક પ્લાન્ટ છે. ચિત્રમાં કેટલાક બ્રાઉન શેડના પાંદડા પણ જોઈ શકાય છે.

દેડકા સામાન્ય રીતે આવા તળાવમાં જોવા મળે છે. જો તમે તેનો અવાજ સાંભળી શકો તો તમે તેને વહેલા શોધી શક્યા હોત. પરંતુ અહીં તેણે સહેજ પણ અવાજ ઉચ્ચાર્યા વિના પોતાની જાતને એટલી સારી રીતે છુપાવી દીધી છે.

કદાચ દેડકાને ફોટો પડાવવો ગમતો નહી હોય, તેથી તેણે પોતાને છુપાવવાનું વિચાર્યું હશે.

શું તમે દેડકાને પહેલેથી જ શોધી લીધો છે? ના? ચાલો તમને નીચે થોડી હિન્ટ આપીએ.

આ પણ વાંચો - શું તમારી નજર બાજ જેવી તેજ છે? જો હા તો 10 સેકન્ડમાં ગાયો વચ્ચે છુપાયેલ કૂતરો શોધી બતાવો

Optical Illusion: Major Hints

જો તમે ઈમેજ જોઈને પ્રથમ 10 સેકન્ડમાં દેડકાને શોધી શકતા નથી, જૂની સચોટ યુક્તિ અજમાવી જુઓ.

ઇમેજ ને ઉપરથી નીચે ધ્યાનથી જુઓ.

દેડકો પાંદડાની અંદર ક્યાંક જોવા મળવો જોઈએ, કારણ કે ત્યાંજ તે પોતાની જાતને વધુ સારી રીતે છુપાવી શકે છે.

આશા રાખીએ છીએ કે તમને અત્યાર સુધીમાં દેડકો મળી ગયો હશે.


દેડકો તમને કમળના પાન જેવો જ લાગશે. તેને શોધવાનો એકમાત્ર રસ્તો તેની આંખો છે.


હજી નથી મળ્યો?

અરે, તે લીલારંગમાં છે. અમે હમણાં જ સૌથી મોટી હિન્ટ આપી છે. તમારે ઓપ્ટિકલ ઇલ્યુઝન ઇમેજમાં કોઈપણ કથ્થઈ પાંદડાની નીચે જોવાની જરૂર નથી.

દેડકો તમને કમળના પાન જેવો જ લાગશે. તેને શોધવાનો એકમાત્ર રસ્તો તેની આંખો છે.

તેથી, હવે આંખો પર ધ્યાન કેન્દ્રિત કરો. આશા રાખીએ છીએ કે તમને હવે દેડકો મળી ગયો છે. તે છુપાયેલું હતું તમે તેની કલ્પના પણ ન કરી હોય ત્યાં તે છુપાયેલું હતું.

જો તમે દેડકાને શોધવામાં 36 સેકન્ડથી વધુ સમય લીધો હોય, તો તમારો વાંક નથી. આ એક અઘરું ઓપ્ટિકલ ઇલ્યુઝન ટેસ્ટ હતો.
First published:

Tags: Ajab gajab news, Optical Illusion

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन