વિપક્ષની માંગણી સંસદમાં CAA અને અર્થવ્યવસ્થા પર થાય ચર્ચા , પીએમ મોદીએ કહ્યું- ચર્ચા કરવા તૈયાર

વિપક્ષની માંગણી સંસદમાં CAA અને અર્થવ્યવસ્થા પર થાય ચર્ચા , પીએમ મોદીએ કહ્યું- ચર્ચા કરવા તૈયાર
વિપક્ષની માંગણી સંસદમાં CAA અને અર્થવ્યવસ્થા પર થાય ચર્ચા , પીએમ મોદીએ કહ્યું- ચર્ચા કરવા તૈયાર

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરુ થશે

 • Share this:
  નવી દિલ્હી : સસંદના બજેટ સત્ર પહેલા એકજુટ વિપક્ષે સરકાર તરફથી બોલાવેલી સર્વદલીય બેઠક(All Party Meeting) માં નાગરિકતા CAA, અર્થવ્યવસ્થા, બેરોજગારી, કાશ્મીરની સ્થિતિ, મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓ જેવા મુદ્દા પર ચર્ચા કરાવવાની માંગણી કરી હતી. આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ કહ્યું હતું કે સરકાર વિપક્ષની સલાહ સાંભળવા અને દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

  સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી(Prahlad Joshi)એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે અર્થવ્યવસ્થા સહિત બધા મુદ્દા પર સાર્થક અને સમુદ્ધ ચર્ચા થવી જોઈએ. અર્થવ્યવસ્થાને વૈશ્વિક સંદર્ભમાં જોઇએ કે ભારત તેનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકે છે. સસંદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે સરકાર વિપક્ષની વાત સાંભળવા અને દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.  આ પણ વાંચો - જામિયા નગર ફાયરિંગ પર અમિત શાહે કહ્યું - આવી ઘટના સહન નહીં કરીએ, સખત કાર્યવાહી કરીશું

  બેઠક પછી રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે સીએએ સામે પ્રદર્શન પર સરકારનું વલણ અહંકાર બતાવે છે. તેમણે પ્રદર્શનકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો નથી. લગભગ સવા મહિનાથી દેશની અડધી વસ્તી રસ્તા પર છે. મહિલાઓ, બાળકો, ઘરડાં લોકો આ ઠંડીમાં રસ્તા પર છે, આંદોલન કરી રહ્યા છે પણ સરકારને કોઈ ચિંતા નથી તે તે જીવે કે મરે. વિપક્ષી દળોએ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાને તાત્કાલિક છોડવાની માંગણી કરી હતી.

  સીએએને લઈને વિપક્ષી દળોની ટિપ્પણી વિશે પુછવા પર સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે વિપક્ષે આત્માવલોકન કરવું જોઈએ કારણ કે સીએએ લોકતાંત્રિક રીતથી સંસદમાં પાસ થયો છે.

  સસંદીય કાર્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર બજેટ સત્ર દરમિયાન 45 વિધેયક રજુ કરવા માટે ચિન્હિત કર્યા છે. બજેટ સત્રમાં કુલ 39 બેઠક થશે અને અમે બધા મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરુ થશે. તે દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને સદનોની સંયુક્ત બેઠતને સંબોધિત કરશે. બજેટ સત્રનું પ્રથમ ચરણ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી બીજો તબક્કો 2 માર્ચથી શરુ થઈને 3 એપ્રિલ સુધી ચાલશે.
  Published by:Ashish Goyal
  First published:January 30, 2020, 21:12 pm

  ટૉપ ન્યૂઝ