Home /News /national-international /

Assembly Election 2022 : કારમી હાર બાદ કૉંગ્રેસમાં નેતૃત્વ સંકટ, ગુલામ નબી આઝાદના ઘરે મળશે G-23 નેતાઓ

Assembly Election 2022 : કારમી હાર બાદ કૉંગ્રેસમાં નેતૃત્વ સંકટ, ગુલામ નબી આઝાદના ઘરે મળશે G-23 નેતાઓ

પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી

Assembly Election 2022: પંજાબમાં AAPની શાનદાર જીતનો ઉલ્લેખ કરતા, કેટલાક યુવા નેતાઓએ દલીલ કરી કે "વૃદ્ધ અને થાકેલા" કોંગ્રેસના નેતાઓએ હવે યુવાનો માટે રસ્તો બનાવવાની જરૂર છે.

  નવી દિલ્હી: જ્યારે નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મે 2014માં કેન્દ્રમાં સત્તા સંભાળી ત્યારે કોંગ્રેસનો (Congress) દબદબો નવથી ઘટીને માત્ર બે રાજ્યો રાજસ્થાન (Rajasthan) અને છત્તીસગઢમાં (Chhattisgarh) જ રહી ગયો હતો. કોંગ્રેસ ફરી એકવાર વિશ્વસનીયતા અને નેતૃત્વના સંકટનો સામનો કરી રહી છે. જોકે આ સંકટ નવો નથી - પાર્ટીએ 2014 થી અત્યાર સુધી યોજાયેલી 45 ચૂંટણીઓમાંથી માત્ર પાંચ જ જીતી છે. પરંતુ આ વખતે કોંગ્રેસે પોતાની જાતને પુનર્જીવિત કરવાનો પ્રયાસ પણ નથી કર્યો. પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલા જ પાર્ટીમાં નિરાશાનો માહોલ હતો. પરિણામો બાદ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણનો પણ સૌને અંદાજ હતો.

  ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંકેત આપ્યો છે કે આગળના માર્ગ પર ચર્ચા કરવા માટે પાર્ટીની કાર્યકારી સમિતિની ટૂંક સમયમાં બેઠક બોલાવવામાં આવશે. પરંતુ મોટાભાગના આગેવાનો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તેઓને આ અંગે કોઈ જાણકારી નથી. પંજાબમાં AAPની શાનદાર જીતનો ઉલ્લેખ કરતા કેટલાક યુવા નેતાઓએ દલીલ કરી હતી કે કોંગ્રેસના "જૂના અને થાકેલા" નેતાઓને હવે યુવાનો માટે રસ્તો બનાવવાની જરૂર છે.

  આ પણ વાંચો - Elections Result: પીએમ મોદીએ કહ્યું- ગરીબના ઘર સુધી તેનો હક નહીં પહોંચે ત્યાં સુધી શાંત નહી બેસું

  ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 5 રાજ્યોના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ G-23 નું પ્રતિનિધિત્વ કરતા ઘણા દિગ્ગજોએ કહ્યું કે આ "અમે તમને પહેલેથી જ કહ્યું હતુ" વાળી ક્ષણ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય ગુલામ નબી આઝાદે કહ્યું, "હું ચોંકી ગયો છું, રાજ્ય-રાજ્યમાં અમારી હાર જોઈને મારું હૃદય તૂટી રહ્યું છે. અમે અમારી આખી યુવાની અને જીવન પાર્ટીને આપ્યુ છે. મને ખાતરી છે કે પાર્ટીનું નેતૃત્વ એ તમામ નબળાઈઓ અને ખામીઓની નોંધ લેશે જેના વિશે મારા સાથીદારો અને હું લાંબા સમયથી વાત કરી રહ્યા છીએ.

  દરમિયાન કોંગ્રેસના નેતા શશિ થરૂરે પણ નેતૃત્વ સુધારણા માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “અમે બધા કે જેઓ કોંગ્રેસમાં વિશ્વાસ કરીએ છીએ, તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોથી દુખી છે. આ ભારતના એ વિચારને પુનઃપુષ્ટ કરવાનો સમય છે જેના માટે કોંગ્રેસ હંમેશા ઉભી રહી છે અને રાષ્ટ્રને સકારાત્મક એજન્ડા આપે છે. આપણે આપણા સંગઠનાત્મક નેતૃત્વને એવી રીતે સુધારવું પડશે જેથી તે વિચારોને પુનર્જીવિત કરે અને લોકોને પ્રેરણા આપે. એક વાત સ્પષ્ટ છે - જો આપણે સફળ થવું હોય તો બદલાવ લાવવો પડશે.

  આ પણ વાંચો - નસીબે જોર કર્યું અને 16 વર્ષ બાદ બદલાયો મંચ, હવે ભગવંતની તાળીઓ સામે 'ગુરુ' સિદ્ધુના હાસ્યને તાળું વાગ્યું

  "કોંગ્રેસને આ રીતે મરતી નહીં જોઇ શકુ"

  સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ જી-23ના કેટલાક નેતાઓ આવતીકાલે ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને બેઠક કરશે અને આગળની કાર્યવાહી નક્કી કરશે. કોંગ્રેસ સામે અત્યારે સૌથી મોટો પડકાર પક્ષમાં વિભાજન અટકાવવાનો અને એકજૂટ રહેવાનો છે. ગુલાબ નબી આઝાદે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હું એ પાર્ટીને આ રીતે મરતી નહીં જોઇ શકુ, જેને મેં મારી યુવાની અને મારું આખું જીવન આપ્યું છે. ગોવા, ઉત્તરાખંડમાં કોંગ્રેસની જીત થવી જોઈતી હતી. હું કલ્પના પણ કરી શકતો નથી કે પંજાબમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીના હાથે આટલી ખરાબ હાર મળશે.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: 2022 Assembly elections, Election Result, Ghulam nabi azad, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  આગામી સમાચાર