Home /News /national-international /

MSP બંધ થવાની અફવા ફેલાવી રહ્યું છે વિપક્ષ, વાંચો ગૃહ મંત્રી અમિત શાહનો પૂરો ઇન્ટરવ્યૂ

MSP બંધ થવાની અફવા ફેલાવી રહ્યું છે વિપક્ષ, વાંચો ગૃહ મંત્રી અમિત શાહનો પૂરો ઇન્ટરવ્યૂ

ઇન્ટરવ્યૂ આપતા અમિત શાહ

અમિત શાહે ન્યૂઝ18 નેટવર્કને આપેલા એક્સકલૂસિવ ઇન્ટરવ્યૂમાં ચીન, કોરોના મહામારી, બિહાર ચૂંટણી, હાથરસ અને તનિષ્ક વિજ્ઞાપન વિવાદ સહિત અનેક મુદ્દાઓ પર વિસ્તારથી વાતચીત કરી

  નવી દિલ્હીઃ દેશના ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ ન્યૂઝ18 નેટવર્ક (News18 Network) ગ્રુપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ (EXCLUSIVE Interview)માં ચીન, કોરોના મહામારી, બિહાર ચૂંટણી, હાથરસ અને તનિષ્ક વિજ્ઞાપન વિવાદ સહિત અનેક મુદ્દાઓ પર વિસ્તારથી વાતચીત કરી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે વિપક્ષ કૃષિ બિલ પર દેશને ભડકાવી રહ્યું છે. વિપક્ષ આ ઝેર ફેલાવી રહ્યું છે કે માર્કેટ યાર્ડ બંધ થઈ વશે. માર્કેટ યાર્ડ બંધ થવાના જ નથી. એમએસપી બંધ કરવાની કોઈ વાત જ નથી. હરિયાણા અને પંજાબમાં લાખો ટન ઘઉં ખરીદવાનું શરૂ થઈ ગયું છે. બિલમાં કોઈ એ જણાવી દે કે એમએસપી બંધ કરવાની વાત કહી છે.

  રાહુલ જોશી- તમે ઠીક એક વર્ષ પહેલા એલાન કર્યું હતું કે નીતીશ કુમારના નેતૃત્વમાં બિહાર ચૂંટણીમાં ઉતરીશું, આજે આપનું આકલન શું છે?
  અમિત શાહ- અમે પહેલા જ નક્કી કર્યું છે કે 2020ની બિહાર ચૂંટણી અમે નીતીશ કુમારના નેતૃત્વમાં લડી રહ્યા છીએ. જે કોઈ અફવાઓ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, હું તેના પર આજે મોટો પૂર્ણ વિરામ લગાવવા માગું છું. નીતિશ કુમાર જ બિહારના આગામી મુખ્યમંત્રી હશે. શાહે કહ્યું કે દેશની સાથે બિહારમાં પણ મોદી લહેર છે. અને આના ગઠબંધન સહયોગીઓને સમાન રૂપથી મદદ મળશે. શાહે કહ્યું કે નીતિશ અમારા જૂના સાથી છે. ગઠબંધન તોડવાનું કોઈ જ કારણ નથી.

  રાહુલ જોશી – ચિરાગ પાસવાન કહી રહ્યા છે કે તેમના દિલમાં મોદીજી છે, તો તેઓ તમારી સાથે કેમ નથી?
  અમિત શાહ – આ તો ચિરાગ જ જણાવી શકશે. રામવિલાસ પાસવાનજીનું દુખદ નિધન થયું, ચિરાગભાઈ સાથે અમે અનેકવાર વાત કરી. મેં પણ તેમની સાથે વાત કરી. તેઓએ કેટલાક એવા નિવેદન આપ્યા જેના કારણે બીજેપી જેડીફૂના કાર્યકર્તાઓમાં પ્રતિક્રિયા આવી.

  અમિત શાહે કહ્યું કે જનતા દળ જ્યારે ગઠબંધન આવ્યું તો અમે બધાએ પોતપોતાની સીટો ઓછી કરી. એવામાં તેમને યોગ્ય નથી લાગતું. કેટલાક નિવેદન પણ આપ્યા. ગઠબંધન માટે મુશ્કેલી હતી. તેમ છતાંય અમે ગઠબંધન ધર્મ નિભાવ્યો. તેમણે પણ ગઠબંધન તોડ્યું છે. અમે ગઠબંધનના તમામ સાથીઓને ચૂંટણી જીતાડવાનો પૂરો પ્રયાસ કરીશું.

  આ પણ વાંચો, અમિત શાહે યુદ્ધની ધમકી પર ચીનને આપ્યો સણસણતો જવાબ, એક ઈંચ જમીન કોઈ નહીં પડાવી શકે

  રાહુલ જોશી- શું ચૂંટણી બાદ તેઓ આવી શકે છે?
  અમિત શાહ – તે ચૂંટણી પછી જોઈશું, પરંતુ હાલ તો અમે લડી રહ્યા છીએ, પૂરી શક્તિની સાથે, અમારું ગઠબંધન સામજિક રીતે ખૂબ મોટું ગઠબંધન છે. ચૂંટણીમાં બે તૃતીયાંશ બુહમત અમને મળશે જેના લીડર નીતીશજી રહેશે.
  રાહુલ જોશી – બીજેપી બિહારમાં ચૂંટણી એકલી કેમ નથી લડતી?
  અમિત શાહ – જ્યારથી એનડીએ બન્યું છે ત્યારથી નીતીશ કુમાર અમારા સાથી છે. નીતીશ સાથે ગઠબંધન તોડવાનું કોઈ કારણ નથી. અમે ગઠબંધન ધર્મ નિભાવી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે નીતીશ કુમારના રાજમાં જે વિકાસ થયો છે તે આગળ ચાલુ રહે. બિહારમાં નીતીશ અને કેન્દ્રમાં પીએમ મોદી, આ જે ડબલ એન્જિનની સરકાર છે રાજ્યને વિકાસ તરફ આગળ લઈ જશે.

  રાહુલ જોશી- આપના વિશે કહેવામાં આવે છે કે તમે ચૂંટણીમાં એક બી ટીમ પણ ઉતારો છો. ઓવૈસી પણ ચૂંટણી લડી રહ્યા છે?
  અમિત શાહ – ઓવૈસી જ કેમ પપ્પૂ યાદવ, કુશવાહા, યશવંત સિન્હાજી પણ લડી રહ્યા છે. કોઈને બી ટીમ, સી ટીમ કહેવું યોગ્ય નથી. જનતાનો મૂડ હું સ્પષ્ટ માનું છું. બીજેપી અને જેડીયૂની સરકાર બનવા જઈ રહી છે.
  રાહુલ જોશી – શું બિહાર ચૂંટણીમાં સુશાંતનો મુદ્દો છે?
  અમિત શાહ- મને ખબર નથી કે ચૂંટણીમાં તે કેટલો મોટો મુદ્દો છે પરંતુ પહેલા જ જો સીબીઆઇને કેસ આપી દીધો હોત તો મુદ્દો બનતો જ નહી. સુશાંત સિંહજીના સ્થાને કોઈ પણ વ્યક્તિ હોય તો તેની તપાસ યોગ્ય રીતે થવી જોઈએ. હું કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો, પરંતુ દૃષ્ટિકોણ યોગ્ય ઊભું નહોતું થયું.

  રાહુલ જોશી- ચીનના મુદ્દે આપની શું ટિપ્પણી છે, શી જિનપિગે પોતાની સેનને કહ્યું કે યુદ્ધ માટે તૈયાર રહો, રાહુલ ગાંધીએ કહ્યું કે કૉંગ્રસ સરકારમાં હોત તો અમે 15 મિનિટમાં તેમને ભગાડી દેતા?
  અમિત શાહ- આપણે આપણા દેશની એક-એક ઇંચ જમીન માટે જાગૃત છીએ. તેને કોઈ છીનવી નહીં શકે. સેનાઓ અતિક્રમણનો જવાબ આપવા માટે જ બની છે. આપણી સેનાઓ તૈયાર જ રહે છે. પાક. ચીન પર અમિત શાહે કહ્યું કે આપણી સેનાઓ સક્ષમ છે. ઇરાદાઓ બુલંદ છે. 130 કરોડના ભારતને કોઈ દબાવી નહીં શકે. સત્ય અમારી સાથે છે, દુનિયાના મોટાભાગના દેશ આપણી સાથે છે. હવે આપણી પર દબાણ કરવું એટલું સરળ નથી.

  રાહુલ જોશી – જમ્મુ અને કાશ્મીરના હાલાત પર શું કહેવું છે?
  અમિત શાહ – કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો મેન્ટન છે. ત્યાં વિકાસ વધુ થઈ શકતો હતો પરંતુ કોવિડના કારણે અડચણી આવી. હવે મનોજજી (સિન્હા) ત્યાં ગયા છ. પાંચ-છ મહિનામાં આપને ત્યાં સારું વાતાવરણ જોવા મળશે.
  રાહુલ જોશી – ચિદમ્બરમનું નિવેદન છે કે 370ને રિસ્ટોર કરશે?
  અમિત શાહ – ચિદમ્બરમના નિવેદનનું રાહુલજી અને સોનિયાજીને પુનરાવર્તન કરવું જોઈએ. જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા પર કામ ચાલી રહ્યું છે. વિકાસની સાથે જ તેને ઉપર પણ કામ થઈ રહ્યું છે.

  આ પણ વાંચો, ભાજપા બિહારમાં ચૂંટણી એકલા હાથે કેમ લડતું નથી? અમિત શાહે શું આપ્યો જવાબ

  રાહુલ જોશી – આસામ સરકારે મદરસાના પૈસા બંધ કર્યા છે અને કૉંગ્રેસ તેની પર કુંભનો ખર્ચને મુદ્દો બનાવી રહી છે?
  અમિત શાહ- તેની વિગતો મેં મંગાવી છે.

  રાહુલ જોશી- શિવસેના બાદ અકાળીએ પણ એનડીએ છોડ્યું?
  અમિત શાહ- એનડીએમાં 30થી વધુ પાર્ટીઓ છે. શિવસેના અને અકાળી પર કહ્યું કે અમે કોઈને નથી કાઢ્યા. તેઓએ અમારો સાથ છોડ્યો છે. અમે શું કરી શકીએ.
  રાહુલ જોશી- હાથરસની જેમ સમગ્ર દેશમાં સુરક્ષા એક મુદ્દો છે?
  અમિત શાહ- હાથરસમાં પણ દુષ્કર્મ થાય છે અને રાજસ્થાનમાં પણ, પરંતુ માત્ર હાથરસને જ મુદ્દો બનાવાય છે. દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર રાજકારણ કરવું યોગ્ય નથી. અપરાધી એ દિવસે જ પકડાઈ ગયા છે. અંતિમ સંસ્કાર પર પંચ તપાસ કરી રહી છે. કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન સ્તર પર સરકાર નથી હોતી. કેટલાક અધિકારી હોય છે. યોગીજીએ એસઆઇટી બનાવીને યોગ્ય કામ કર્યું છે.

  રાહુલ જોશી- સુશાંતના મુદ્દે જે રીતે નરેટિવ ચાલ્યું તેની પર આપનું શું કહેવું છે?
  અમિત શાહ- મીડિયા ટ્રાયલ ન થવું જોઈએ. ક્યાંક વધુ બેદરકારી હોય તો સરકારનું નાક ચોક્કસ પકડવું જોઈએ. પરંતુ ટીઆરપી માટે વાતને વધારવી યોગ્ય નથી. કોઈ પણ ઘટનામાં જો બેદરકારી થઈ છે તો તેને જણાવવી મીડિયાનો ધર્મ છે. બોલિવૂડમાં ડ્રગ્સ પર કહ્યું કે ડ્રગ્સ એક ખતરનાક બદી છે. તેને જલ્દીથી ખતમ કરવી જોઈએ. ડ્રગ્સનો કારોબાર ભારતમાં કરનારાઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

  આ પણ વાંચો, અમિત શાહનો દાવો - પશ્ચિમ બંગાળમાં થશે 'પરિવર્તન', આગામી વર્ષે BJP બનાવશે સરકાર

  રાહુલ જોશી- મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપીમાં ઘણો વધારે તણાવ છે, લડાઈ ચાલી રહી છે. ત્યાંના ગવર્નરે મુખ્યમંત્રીને કહ્યું કે તમે ક્યારથી સેક્યુલર થઈ ગયા. રાજ્યપાલના આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો?
  અમિત શાહ – મેં પત્ર વાંચ્યો છે અને એક પાસિંગ રેફરન્સ તેમણે આપ્યું છે. પરંતુ મને પણ લાગે છે કે થોડા શબ્દોની પસંદગી ટાળી હોત તો સારું થાત.

  રાહુલ જોશી- બંગાળ વિશે આપનું શું કહેવું છે?
  અમિત શાહ- ત્યાં બોમ્બ બનાવવાના કારખાના દરેક જિલ્લામાં છે, ભ્રષ્ટાચાર ચરમ પર છે, ખૂબ ખરાબ સ્થિતિ છે. વિપક્ષના કાર્યકર્તાઓની જે રીતે હત્યાઓ અને કેસ ચાલી રહ્યો છે તેવું ક્યાંય થતું નથી. બીજેપી ત્યાંની ચૂંટણી મજબૂતીથી લડશે. આ વખતે બંગાળમાં પરિવર્તન આવશે. મોદીજીના નેતૃત્વમાં ત્યાં બીજેપીની સરકાર બનશે.

  રાહુલ જોશી- તમિલનાડુ વિશે, શું તમે રજનીકાંતની સાથે આવી રહ્યા છો?
  અમિત શાહે આવા અહેવાલોનું ખંડન કરતાં કહ્યું કે અમે સંગઠન મજબૂત કરી રહ્યા છીએ.

  આ પણ વાંચો, Bihar Election: અમિત શાહે કહ્યું BJPને મળશે વધારે સીટો, તો પણ નીતિશ કુમાર જ બનશે CM

  રાહુલ જોશી – તનિષ્ક એડ વિશે તમારું શું કહેવું છે?
  અમિત શાહ – ભારતના મૂળીયા ઘણા મજબૂત છે અને આવી નાની ઘટનાઓ ભારતના સામાજિક સદભાવને તોડી નહીં શકે. ભારતમાં સામાજિક સમરસતાના મૂળીયા ઘણા મજબૂત છે. તેની પર આવા અનેક હુમલા થયા છે. અંગ્રેજોએ આ સદભાવને તોડવાનો પ્રયાસ કર્યો, બાદમાં કૉંગ્રેસે પણ આવા પ્રયાસ કર્યા. મારું માનવું છે કે અતિ-સક્રિયતાનું કોઈ રૂપ ન હોવું જોઈએ.

  રાહુલ જોશી- તમે પોતે કોરોના વોરિયર છો, આપનો શું સંદેશ છે?
  અમિત શાહ- જ્યાં સુધી દવા નથી બનતી ત્યાં સુધી વડાપ્રધાનજીની અપીલ કે માસ્ક , બે ગજનું અંતર અને હાથની સફાઈ તે જ દવા છે. ભારતે કોરોનાની વિરુદ્ધ સફળ લડાઈ લડી છે. ભારતનો રિકવરી રેટ ખૂબ સારો છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Amit Shah Exclusive Interview, Home minister amit shah, અમિત શાહ, ન્યૂઝ18, રાહુલ જોશી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन