CAA સામે વિપક્ષના પ્રસ્તાવે પાકિસ્તાનને ખુશ કરી દીધું હશે : બીજેપી

CAA સામે વિપક્ષના પ્રસ્તાવે પાકિસ્તાનને ખુશ કરી દીધું હશે : બીજેપી

બસપા, તૃણમુલ કોંગ્રેસ અને આપ જેવા પ્રમુખ દળ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા બોલાવેલી બેઠકથી દૂર રહ્યા

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે (Ravi Shankar Prasad)સોમવારે કહ્યું કે સંશોધિત નાગરિકતા કાનૂન (CAA)સામે વિપક્ષના પ્રસ્તાવથી પાકિસ્તાનને જરુર ખુશી થઈ હશે. તેમણે કહ્યું હતું કે આ કાનૂનનો ઉદ્દેશ અલ્પસંખ્યકો સામે બર્બરતા કરવા માટે પાકિસ્તાનને ખુલ્લું પાડવાનો છે. વિપક્ષે અનાવશ્યક રુપથી આ પ્રક્રિયામાં મોદી સરકાર પર હુમલો કર્યો છે. વિપક્ષી દળો પર કટાક્ષ કરતા કેન્દ્રીય કાનૂન મંત્રી પ્રસાદે કહ્યું કે તેમની એકજુટતા બહાર આવી ગઈ છે.

  રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે વિપક્ષની એકજુટતાનો ખુલાસો થઈ ગયો છે કારણ કે સપા, બસપા, તૃણમુલ કોંગ્રેસ અને આપ જેવા પ્રમુખ દળ (કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા બોલાવેલી બેઠકથી) દૂર રહ્યા. આ પ્રસ્તાવ દેશ હિતમાં અને રક્ષા હિતમાં નથી. આ એ અલ્પસંખ્યકોના હિતોના પણ અનુકુળ નથી જે ઉત્પીડનના કારણે પાડોશી દેશથી ભાગીને આવ્યા છે.

  આ પણ વાંચો - રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું - પોલીસ વગર વિશ્વ વિદ્યાલયમાં જઈને બતાવે

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિત 20 વિપક્ષી દળોએ સોમવારે સંશોધિત નાગરિકતા કાનૂનને પાછો લેવા અને એનઆરસી પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરતા કહ્યું કે બધા મુખ્યમંત્રી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયાને નિલંબિત કરે જેમણે પોતાના રાજ્યોમાં એનઆરસી લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે.

  વિપક્ષી દળોએ કહ્યું હતું કે સીએએ, એનપીઆર અને એનસીઆર એક પેકેજ છે, જે અસંવૈધાનિક છે. ગરીબ, દબાયેલા, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ, ધાર્મિક અલ્પસંખ્યક તેના મુખ્ય નિશાને છે.
  Published by:Ashish Goyal
  First published: