સાંપ્રદાયિક હિંસા પર વિપક્ષ કેન્દ્ર વિરુદ્ધ એકત્ર થયા,13 નેતાઓએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું
સાંપ્રદાયિક હિંસા પર વિપક્ષ કેન્દ્ર વિરુદ્ધ એકત્ર થયા,13 નેતાઓએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું
સાંપ્રદાયિક હિંસા પર વિપક્ષ કેન્દ્ર વિરુદ્ધ એકત્ર થયા, 13 નેતાઓએ સંયુક્ત નિવેદન બહાર પાડ્ય
Oppositions on Communal Violence : વિપક્ષનો આક્ષેપ છે કે આજે સમાજના ધ્રુવીકરણ માટે પહેરવેશ, તહેવારો, ભાષા તેમજ આસ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
શનિવારે વિપક્ષે દેશભરમાં વધી રહેલી સાંપ્રદાયિક હિંસા (Communal Violence) પર ચિંતા વ્યક્ત કરી હતી. આ માટે અનેક વિપક્ષી દળોએ (Opposition Party) સાથે આવીને કેન્દ્ર સરકારના વર્તન પર નિરાશા વ્યક્ત કરી હતી. શનિવારે, 13 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ એકસાથે રેલી કરી અને કોમી હિંસા પર પીએમ મોદીના મૌન પર ચિંતા વ્યક્ત કરી.
13 વિરોધ પક્ષોના નેતાઓએ દેશમાં સાંપ્રદાયિક ઘટનાઓની તાજેતરની ઘટનાઓ પર કેન્દ્રના વલણ અંગે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. જેમાં સોનિયા ગાંધી (Sonia Gandhi), મમતા બેનર્જી (Mamta Banerjee) , હેમંત સોરેન (Hemant Soren), શરદ પવાર (Sharad Pawar) , એમકે સ્ટાલિન (M K Stalin), તેજસ્વી યાદવ (Tejasvi Yadav) સહિત અનેક વિપક્ષી નેતાઓએ નાગરિકોને શાંતિ જાળવવા અને હિંસા આચરનારાઓને કડકમાં કડક સજા આપવા અપીલ કરી હતી.
વિપક્ષી નેતાઓએ કહ્યું કે, કેન્દ્ર સરકારના સાંપ્રદાયિક હિંસા પ્રત્યેના વલણથી અમે ચોંકી ગયા છીએ, જે ધર્માંધતાનો પ્રચાર કરનારાઓ સામે પગલાં લેવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે અને પોતાની ભાષા-શબ્દો દ્વારા દેશની જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.
વિપક્ષનો આક્ષેપ છે કે આજે સમાજના ધ્રુવીકરણ માટે પહેરવેશ, તહેવારો, ભાષા તેમજ આસ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
તમને જણાવી દઈએ કે રામ નવમીના તહેવારના દિવસે મધ્યપ્રદેશ, કર્ણાટક, ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી હિંસક ઘટનાઓ સામે આવ્યા બાદ હવે વિપક્ષે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
વિપક્ષે પોતાના નિવેદનમાં કહ્યું કે અહેવાલોમાં જાણવા મળ્યું છે કે જે સ્થળોએ આ ઘટનાઓ બની છે ત્યાં ધાર્મિક સરઘસો પહેલા ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા હતા. વિપક્ષે પોતાના પત્રમાં કર્ણાટકમાં સર્જાયેલા હિજાબ વિવાદનો પણ ઉલ્લેખ કર્યો છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર