મોદીને સત્તાથી દૂર રાખવા વિપક્ષ ઉઠાવશે આ અંતિમ પગલું!

News18 Gujarati
Updated: May 8, 2019, 8:22 AM IST
મોદીને સત્તાથી દૂર રાખવા વિપક્ષ ઉઠાવશે આ અંતિમ પગલું!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

લોકસભા ચૂંટણી 2019: એનડીએને સરકારથી દૂર રાખવા માટે વિપક્ષનો માસ્ટરપ્લાન!

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019 માટે હજુ બે ચરણોનું મતદાન બાકી છે. તે પહેલા દરેક પાર્ટી પોતપોતાની રણનીતિ તૈયાર કરી રહી છે. આ દરમિયાન સૂત્રોનું માનીએ તો વિપક્ષની યોજના છે કે તેઓ મતદાન પૂરું થયા બાદ રાષ્ટ્રપતિને મળશે અને તેઓને એ વાત પર રાજી કરવાનો પ્રયાસ કરશે કે જો ખંડિત જનાદેશ મળશે તો તેઓ સૌથી મોટા દળને સરકાર બનાવવા માટે આમંત્રિત ન કરે.

NDTVના એક રિપોર્ટ મુજબ સૂત્રોએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપનો વિરોધ કરી રહેલી 21 પાર્ટીઓ એક પત્ર પર સહી કરવાની યોજના બનાવી રહી છે. તેમનું કહેવું છે કે એકવાર પરિણામ આવી જાય તેની તરત બાદ તેઓ વૈકલ્પિક સરકાર માટે રાષ્ટ્રપતિને દળોના સમર્થનનો પત્ર આપવા માટે તૈયાર રહેશે.

સૂત્રો મુજબ, આ અસામાન્ય પગલું આ કારણથી ઉઠાવવામાં આવી રહ્યું છે જેથી રાષ્ટ્રપતિ કોઈ મોટા દળને સરકાર બનાવવાની તક ન આપે જેનાથી ક્ષેત્રીય પાર્ટીઓ અને ગઠબંધનોમાં ફૂટ પડે. 543 સીટોવાળી લોકસભામાં સરકાર બનાવવા માટે 274 સીટોની જરૂર છે.

આ પણ વાંચો, મોદી ફરી PM બનશે કે કોંગ્રેસ આવશે સત્તા પર ? સટ્ટા બજારનો રિપોર્ટ

વર્ષ 1998માં કેઆર નારાયણને સરકાર બનાવવા માટે આમંત્રિત કરતાં પહેલા અટલ બિહારી વાજપેયીથી દળોને સમર્થન પત્ર માંગ્યો હતો. તે સમયે બીજેપીની 178 સીટો હતી અને ગઠબંધનની પાસે 252 સીટો હતી. આ સરકાર 20 મહિના બાદ 1 વોટના કારણે પડી ગઈ હતી.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ 282 સીટો જીતી હતી. બીજેપીની નેતૃત્વવાળી એનડીએની પાસે લોકસભામાં 336 સીટો હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણનું મતદાન 12 મે અને સાતમા ચરણનું મતદાન 19 મેના રોજ થશે. 23 મેના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે.
First published: May 8, 2019, 8:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading