Home /News /national-international /

CJI વિરુદ્ધ મહાભિયોગની તૈયારી! વિપક્ષોએ ઉપરાષ્ટ્રપતિને સોંપ્યો ડ્રાફ્ટ

CJI વિરુદ્ધ મહાભિયોગની તૈયારી! વિપક્ષોએ ઉપરાષ્ટ્રપતિને સોંપ્યો ડ્રાફ્ટ

    નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ (CJI ) વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે જરૂરી ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી કરવાની નોટિસ ઉપર આગાઉ સાત રાજકીય પક્ષોના 71 સાંસદો હસ્તાક્ષર કરી ચુક્યા છે. આ પ્રક્રિયા બાદ વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી અને તેમને આ મહાભિયોગનો ડ્રાફ્ટ સોંપ્યો હતો.

    ઉપરાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ કોંગેસના નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.આઝાદે જણાવ્યું હતું કે, સીજેઆઈ દીપક મિશ્રા વિરુદ્ધ પાંચ મુખ્ય મુદ્દે મહાભિયોગ લાવવાનો અમે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમજ નિષ્પક્ષતા અને લોકશાહીની રક્ષા માટે આ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. અમને આશા છે કે ઉપરાષ્ટ્રપતિ તેનો સ્વીકાર કરશે.

    ગુલામ નબી આઝાદે વધુમાં જણાવ્યું હતું કે, "મહાભિયોગ પ્રસ્તાવ ઉપર અત્યાર સુધીમાં 71 સાંસદો હસ્તાક્ષર કરી ચુક્યા છે. જો કે,આ પૈકીના 7 નિવૃત થઇ ચુક્યા છે. તેમ છતાં, આ સંખ્યા આવશ્યક સંખ્યાથી વધારે છે."

    સંસદ પરિસરમાં થયેલી બેઠકમાં ગુલામ નબી આઝાદ, કેટીએસ તુલસી, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, એનસીપીના વંદના ચૌહાણ, સીપીઆઈના ડી.રાજા સામેલ


    બીજી તરફ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, બંધારણ અનુસાર જો કો જજ દુર્વ્યવવહાર કરે તો સંસદ પાસે એ અધિકાર છે કે તેની સામે તપાસ થાય. જયારે દીપક મિશ્રા ચીફ જસ્ટિસ બન્યા ત્યારથી જ કેટલાક એવા ચુકાદાઓ આવ્યા છે, જે ઉચિત નહોતા। ત્યાર બાદ, આ ચુકાદાઓ અંગે સુપ્રીમ કોર્ટના જ ચાર જજો દ્વારા આ મુદ્દે પત્રકાર પરિષદ ભરવામાં આવી હતી'

    કોંગેસના નેતા કપિલ સિબ્બલે ઉમેર્યું હતું કે, 'જે દેશની જનતા સુપ્રીમ કોર્ટ ઉપર આટલો ભરોસો કરતી હોય તેના મુખ્ય ન્યાયધીશે પણ તેમના હોદ્દાનું સન્માન કરવું જોઈએ। પરંતુ અફસોસ એ વાતનો છે કે સીજેઆઇ દીપક મિશ્રાના કિસ્સામાં એવું નથી થયું। આ કારણે જ અમારી પાસે તેમના વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નહોતો"

    આ ઘટના સંદર્ભે સુપીમ કોર્ટના જસ્ટિસ એ કે સિક્રી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે કહ્યું હતું કે, "અમે સૌ આ બાબતને જાણી ને સ્તબ્ધ છીએ"

    સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સંસદ પરિસરમાં થયેલી બેઠકમાં ગુલામ નબી આઝાદ, કેટીએસ તુલસી, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, એનસીપીના વંદના ચૌહાણ, સીપીઆઈના ડી.રાજા સામેલ થયા હતા, જયારે આરજેડી અને ટીએમસીએ આ મહાભિયોગ પ્રસ્તાવ અભિયાનથી અંતર બનાવી રાખ્યું છે. સીબીઆઈ સ્પેશ્યલ જજ બીએચ લોયાના મૃત્યુની એસઆઈટી તપાસની માંગ કરતી તમામ અપીલોને ફગાવી નાખવામાં આવ્યા બાદ વિપક્ષી દળોએ મુખ્ય ન્યાયધીશ દીપક મિશ્રા ઉપર મહાભિયોગ લાવવા માટે બેઠક બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે, સુપીમ કોર્ટમાં જજ લોયના કેસના મામલાની તપાસ દીપક મિશ્રણ વડપણમાં ત્રણ સભ્યોની બનેલી બેન્ચ કરી રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CJI, Impeachment, Opposition, કોંગ્રેસ

    આગામી સમાચાર