Home /News /national-international /

CJI સામે મહાભિયોગની તૈયારી! વિપક્ષે ઉપ-રાષ્ટ્રપતિને સોંપ્યો ડ્રાફ્ટ

CJI સામે મહાભિયોગની તૈયારી! વિપક્ષે ઉપ-રાષ્ટ્રપતિને સોંપ્યો ડ્રાફ્ટ

    કોંગ્રેસ અને અન્ય સાથી વિરોધ પક્ષો આજે મળીને સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાના બાબતે વિચારણા કરે તેવી શક્યતા છે. આ ચર્ચા વિરોધ પક્ષના નેતા ગુલાબ નબી આઝાદની સંસદની ચેમ્બરમાં મળે એવી શક્યતા છે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાનો વિકલ્પ હજુ ખુલ્લો છે. આ મિટીંગ દરમિયાન, નેતાઓ, સુપ્રિમ કોર્ટ દ્વારા જસ્ટીસ બી.એચ. લોયા કેસમાં વિશેષની માંગણી નકારવામાં આવી એ બાબતે પણ ચર્ચા થવાની શક્યતા છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને સાત સાથી પક્ષોનું આ બાબતે સમર્થન મળ્યું છે. તેમણે ઉપરાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે આ મહાભિયોગના પ્રસ્તાવનો સ્વિકાર કરે.

    આ મિટીંગમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રિય જનતા દળ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને નેશનલિષ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે.

    કોંગ્રેસના નેતાઓએ કહ્યુ કે, સુપ્રિમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સ યોજી જે સવાલો ઉભા કર્યા હતા તેનો સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ જવાબ આપ્યો નથી. કોંગ્રેસને ન્યાયપાલિકાની સ્વતંત્રતા વિશે ચિંતા છે અને લોકોએ સરકારીની ન્યાયપાલિકામાં કરવામાં આવી રહેલી દખલગિરીથી તેને બચાવવી જોઇએ.

    સંસદમાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા મામલે સહિ અભિયાન શરૂ કર્યુ હતું અને રાજ્યસભાના 50થી સભ્યોની સહી એકત્રિક કરી હતી પણ આ બાબતે તૃણમુલ કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો આ મામલે હજુ સ્પષ્ટ મત બનાવી શક્યા નહોતો. આથી, કોંગ્રેસ આ વિચારને રોકી રાખ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dipak Mishra, Impeachment, Supreme Court, કોંગ્રેસ

    આગામી સમાચાર