Home /News /national-international /

વિપક્ષે એરફોર્સની પ્રસંશા કરી, કહ્યું- રાજનીતિથી ઉપર છે રાષ્ટ્રીય સુરક્ષા

વિપક્ષે એરફોર્સની પ્રસંશા કરી, કહ્યું- રાજનીતિથી ઉપર છે રાષ્ટ્રીય સુરક્ષા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંયુક્ત વિપક્ષ તરફથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની સ્થિતિ પર નિવેદન જાહેર કર્યું છે, રાહુલે કહ્યું કે સરકાર દેશની અખંડતા સુનિશ્ચિત કરે, રાહુલે કહ્યું કે 21 દળની બેઠકમાં પાકિસ્તાન સમર્થિત આતંકી સમૂહ જૈશ એ મોહમ્મદ તરફથી કરવામાં આવેલા પુલવામા હુમલાની નિંદા કરી છે, એરફોર્સની કાર્યવાહીની તેઓ પ્રસંશા કરે છે.

    સંયુક્ત વિપક્ષ તરફથી રાહુલ ગાંધીએ કહ્યું કે નેતાઓએ પાકિસ્તાની દુસ્સાહસની નિંદા કરી અને આપણા ગાયબ પાયલટની સુરક્ષા માટે ગંભીર ચિંતા વ્યક્ત કરી. નેતાઓએ સરકાર સાથે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડતાની રક્ષા માટે તમામ ઉપાયોનો અમલ લાવવાનો આગ્રહ કર્યો છે.





    ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મીડિયાને આ અંગે જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે બુધાવારે પાકિસ્તાન તરફથી ભારતીય સૈન્ય વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો હતો, જેને ભારતીય એરફોર્સે નિષ્ફળ બનાવ્યો હતો.

    રવીશ કુમારે કહ્યું કે આ એક્શનમાં ભારતીય વિમાનોને પાકિસ્તાનના એક ફાઇટર પ્લેનને તોડી પાડ્યું. જવાબી કાર્યવાહીમાં ભારતનું મિગ-21 પણ દુર્ઘટનાનો શિકાર થયું. તેઓએ કહ્યું કે પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો પાયલટ તેમની કસ્ટડીમાં છે, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે તે પાકિસ્તાનના આ દાવાની તપાસ કરશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Air attack, પુલવામા એટેક

    આગામી સમાચાર