રાહુલ સહિત વિપક્ષના 12 નેતા જમ્મુ-કાશ્મીર જવા રવાના, શ્રીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ

News18 Gujarati
Updated: August 24, 2019, 12:54 PM IST
રાહુલ સહિત વિપક્ષના 12 નેતા જમ્મુ-કાશ્મીર જવા રવાના, શ્રીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શ્રીનગર જવા માટે રવાના થયા

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યા બાદ આજે રાહુલ શ્રીનગરની મુલાકાત કરી શકે છે

  • Share this:
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓનું એક પ્રતિનિધિમંડળ આજે જમ્મુ-કાશ્મીર જવા માટે રવાનું થયું છે. આ પ્રતિનિધિમંડળ ત્યાંના લોકો અને પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન કાશ્મીર વહિવટીતંત્રએ કહ્યું છે કે વિપક્ષી નેતા કાશ્મીર ન આવે અને સહયોગ કરે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે વિપક્ષી પ્રતિનિધિમંડળને શ્રીનગર એરપોર્ટથી બહાર જવાની મંજૂરી નહીં આપવામાં આવે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પાર્ટીઓના અનેક સિનીયર નેતા આજે કાશ્મીરનો પ્રવાસ કરશે અને આર્ટિકલ 370ની મુખ્ય જોગવાઈઓને હટાવ્યા બાદ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરશે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર સરકારે શુક્રવારે નિવેદન જાહેર કરી રાજનેતાઓને ઘાટીનો પ્રવાસ ન કરવા કહ્યું કારણ કે તેનાથી ધીમે-ધીમે શાંતિ અને સામાન્ય જનજીવન સ્થાપિત કરવામાં અડચણ ઊભી થશે.

એક સૂત્રએ જણાવ્યું કે, જો શ્રીનગરમાં પ્રવેશવાની મંજૂરી મળી તો રાહુલ સહિત તમામ નેતા ત્યાં સ્થિતિનું નિરીક્ષણ કરશે અને સ્થાનિક નેતાઓ તથા રહેવાસીઓ સાથે મુલાકાત કરશે. વિપક્ષી નેતાઓના આ પ્રતિનિધિમંડળમાં સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈ મહાસચિવ ડી. રાજા, આરજેડીના મનોજ ઝા, ડીએમકેના તિરુચિ શિવા, તૃણમૂલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી અને કેટલાક અન્ય પાર્ટીઓના નેતા સામેલ હશે.
આ પણ વાંચો, પેરિસમાં ગુજરાતી વ્હોરા સમાજે મોદી પર હેત વરસાવ્યું તો ભડક્યું પાકિસ્તાન

વહિવટી તંત્રએ કહ્યુ, ન કરો શ્રીનગરનો પ્રવાસ


જમ્મુ-કાશ્મીરના વહિવટીતંત્રએ નિવેદનમાં કહ્યું કે એવા સમયે જ્યારે સરકાર રાજ્યના લોકોને સરહદ પાર આતંકવાદના ખતરા અને આતંકવાદીઓ તથા અલગતાવાદીઓના હુમલાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને ઉપદ્રવીઓને નિયંત્રિત કરીને લોક વ્યવસ્થા ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે સિનીયર રાજનેતાઓ તરફથી સામાન્ય જનજીવનને ધીમે-ધીમે પાટા પર લાવવામાં અડચણ ઊભો કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજનેતાઓને અનુરોધ કરવામાં આવે છે કે સહયોગ કરે અને શ્રીનગરની યાત્રા ન કરે, કારણ કે એવું કરવાથી અન્ય લોકોને અસુવિધા થશે. તેઓ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે જે હજુ સુધી અનેક વિસ્તારોમાં કાયમ છે. સિનીયર નેતાઓને સમજવું જોઈએ કે શાંતિ, વ્યવસ્થા અને જાનહાનિને રોકવાને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.


રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીએ આપ્યું હતું આમંત્રણ

મૂળે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી આજે શ્રીનગર જવાના છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના નેતાઓએ જમ્મુ-કાશ્મીરમાં કસ્ટડીમાં લેવાયેલા નેતાઓની મુક્તિની માંગ કરતાં ગુરુવારે અહીં પ્રદર્શન પણ કર્યુ હતું. કોંગ્રેસના સિનીયર નેતા ગુલાબ નબી આઝાદ, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈ મહાસચિવ ડી. રાજા, સપાન નેતા રામગોપાલ યાદવ, લોકતાંત્રિક જનતા દળના શરદ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા અને તૃણમૂલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.આ પણ વાંચો, અમિત શાહે જણાવ્યું કેવી રીતે તમામ વડાપ્રધાનોથી અલગ છે PM મોદી
First published: August 24, 2019, 8:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading