Home /News /national-international /મહારેલી: નીતિશ- તેજસ્વી સહિત 10 રાજ્યોના નેતાઓ એકઠા થશે, 3 રાજ્યની પોલીસ તૈનાત

મહારેલી: નીતિશ- તેજસ્વી સહિત 10 રાજ્યોના નેતાઓ એકઠા થશે, 3 રાજ્યની પોલીસ તૈનાત

હરિયાણામાં વિપક્ષની મહારેલીનું આયોજન

ભાજપના વિજય રથને રોકવા માટે ફતેહાબાદમાં નીતિશ સહિતના 10 રાજ્યોના વિપક્ષી વિપક્ષી નેતાઓનો જમાવડો થશે.

    નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી પૂર્વે વિપક્ષી એકતા માટે દેશભરના નેતાઓ સાથે મુલાકાત કરી રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે હરિયાણાના ફતેહાબાદમાં આયોજીત ઈનેલોની રેલીમાં ભાગ લેશે. આ રેલીમાં નીતિશ કુમારની સાથે સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ આ રેલીમાં ભાગ લેશે. આ રેલી બાદ બંને નેતા સાંજના છ વાગ્યે દશ જનપથ પર સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરશે. આ અગાઉ નીતિશ કુમાર, રાહુલ ગાંધી, કેસીઆર, શરદ પવાર અને મમતા બેનર્જી સહિત કેટલાય અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી ચુક્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજયરથને રોકવા માટે નીતિશ કુમાર આ તમામ નેતાઓને એક મંચ પર લાવીને સામૂહિક જોર લગાવાનો આગ્રહ કરી રહ્યા છે.

    ચૌટાલાની આ મહારેલીમાં સમગ્ર દેશમાંથી વિપક્ષી પાર્ટીઓના દિગ્ગજો સામેલ થશે. તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, મહારાષ્ટ્રના એનસીપી પ્રમુખ શરદ પવાર, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવ, મેઘાલયના રાજ્યપાલ સતપાલ મલિક, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, કેસી ત્યાગી, રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલનું નામ સામેલ છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી પણ પોતાના પ્રતિનિધિ મોકલાવાની વાત કહી ચુક્યા છે.

    આ પણ વાંચો: નીતિશ કુમારે કહ્યુ ; મારે મારા માટે કંઈ જ નથી જોઈતું, હું 2024ની લોકસભા ચૂંટણી પહેલાં

    આ નેતાઓની હાજરીના કારણે આ રેલી બહું મોટી માનવામાં આવે છે. આજ કારણ છે કે, મંચની સુરક્ષા માટે ત્રણ રાજ્યની પોલીસ તૈનાત રહેશે. તેમાં હરિયાણા, બિહાર અને તેલંગણાની પોલીસ ફોર્સ મંચની સુરક્ષાની જવાબદારી સંભાળશે.

    જનતાદળ યુનાઈટેડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સામેલ થવા માટે દસ દિવસ પહેલા પણ નીતિશ કુમાર દિલ્હી આવ્યા હતા. તે સમયે તેમની ઈનેલો સુપ્રિમો ઓમપ્રકાશ ચૌટાલા સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન ચૌટાલાએ 25 સપ્ટેમ્બરે ફતેહાબાદમાં આયોજીત થઈ રહેલી રેલીમાં આવવાનું નિમંત્રણ આપ્યું હતું. આ રેલી ચૌધરી દેવીલાલ જયંતિના અવસર પર આયોજીત થઈ રહી છે. આ રેલી દ્વારા ઓમપ્રકાશ ચૌટાલા એક તરફ જ્યાં હરિયાણામાં પોતાનો ખોવાયેલો જનાધાર પાછો લાવવાની કોશિશ કરી રહ્યા છે, તો વળી આ રેલીમાં તમામ વિપક્ષી નેતાઓ એકઠા થઈને ભાજપ વિરુદ્ધ માહોલ બનાવવા માગે છે. આ બાજૂ ભાજપે ગઠબંધન તોડીને નીતિશ કુમાર પણ દેશભરમાં વિપક્ષી દલ સાથે એક સામૂહિક ગઠબંધન બનાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Election Rally, Haryana News, Nitish Kumar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन