પીએમ મોદી પર મતદારોનાં એક મોટા વર્ગે વિશ્વાસ કર્યો છે, નહીંતર 2016માં ફક્ત ત્રણ સીટ મેળવનારી ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાની સંખ્યામાં પચ્ચીસગણો વધારો ન કરી શકી હોત!
બ્રજેશ કુમાર સિંહ, મેનેજીંગ એડિટર નેટવર્ક 18 જૂથ : ટીએમસીને (TMC) પશ્વિમ બંગાળમાં (West Bengal) જીતની સફળતા મળી. મમતા બેનર્જી (Mamata Banerjee) ભલે પોતે પોતાની ચુંટણી નંદીગ્રામ (Nandigram)થી હારી ગયા, પરંતુ વિપક્ષ હવે તેમનામાં જ પોતાનો સહારો શોધી રહી છે. કોંગ્રેસ ધીરે ધીરે સૂર્યાસ્તને આરે છે. એ વાત અલગ છે કે મમતા પોતે લીધેલ હોમ ટર્ફ પર જ પડકારો વધતા ચાલ્યા જશે કેમ કે હવે ભાજપ રાજ્યમાં આક્રમક વિપક્ષની ભૂમિકામાં સ્થાપિત થઈ ગયો છે.પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચુંટણીના પરિણામો આવી ગયા. અગાઉ કહ્યું એ પ્રમાણે અસમ, તમિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં પરિણામો અપેક્ષા પ્રમાણે રહ્યા.
બંગાળમાં ટીએમસીએ 200થી વધુ સીટો જીતીને પોતાની સરકાર જાળવી રાખી, પરંતુ પાર્ટી સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે જ ચુંટણી હારી ગયા. એ પણ નંદીગ્રામથી જ્યાંથી આંદોલનની શરૂઆત કરીને દસ વર્ષ પહેલાં તેમણે પશ્વિમ બંગાળમાં પહેલી વાર સત્તા પર કબજો કર્યો હતો.
જીતનો એક નશો હોય છે, વિજય કોઈપણ વ્યક્તિમાં ઘણી ઉર્જા ભરે છે. મમતા બેનર્જીના કેસમાં પણ આવું જ જોવા મળ્યું હતું. નંદીગ્રામમાં તેઓ પોતાની જ ગાડીના દરવાજામાં પોતાનો પગ દબાવી ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ સહાનુભુતિ મેળવવા માટે ભાજપે હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કરી અને સમગ્ર પ્રચાર દરમિયાન વ્હિલચેર પર સવાર થઈને પ્રચાર કરતા રહ્યા પરંતુ આજે જેવું લાગ્યું કે પાર્ટીની નૈયા પાર થઈ ગઈ, ભલે ખુદની ડુબી ગઈ હોય તેમણે વ્હિલચેરનો તુંરત જ ત્યાગ કરી દીધો. એ જ નંદીગ્રામથી જ્યાંથી તેમણે પશ્ચિમ બંગાળ પર સવાર થવા માટે વ્હિલચેર અખત્યાર કરી હતી.
પશ્ચિમ બંગાળની ચૂંટણી ‘મોદી વિરુદ્ધ મમતા’ની લડાઇમાં પરિવર્તિત થઈ. દેખીતી રીતે જ, ટીએમસીને વિજેતા થતી જોઈ કે તુંરત જ બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદને ઢાલ બનાવીને ચૂંટણીની વેતરણી પાર કરનારી પાર્ટીઓને અચાનક જ મોદીની સામે કોઈ તારણહાર બનતું દેખાયું. તે અલગ વાત છે કે કોઈ પાર્ટી આને આગળ ધપાવે, તે પહેલાં મમતા પોતે જ ચૂંટણી હારી ગયાના સમાચાર આવ્યા. દેખીતી રીતે, આનાથી મોદી વિરોધીઓનો ઉત્સાહ ઓછો થયો. સવાલ ઉભો થાય છે કે આ પરિણામોનો અર્થ શું છે.
ભાજપના દૃષ્ટિકોણથી તે અસમમાં તેની સરકારને બચાવવામાં સફળ રહ્યું, જ્યારે વિરોધીઓને લાગ્યું કે સર્વાનંદ સોનોવાલ અને હિમંત વિશ્વ શર્મા વચ્ચેની લડતમાં કૉંગ્રેસની આગેવાનીવાળુ ગઠબંધન કંઈક સારું કરશે, પરંતુ એવું ન થયું. આસામમાં ભાજપે કોંગ્રેસ અને મૌલાના બદરૂદ્દીન અજમલ વચ્ચેના જોડાણનો નાશ કરીને પોતાની સરકાર જાળવી રાખી. એટલું જ નહીં, તેમણે પુડ્ડુચેરીમાં પણ ખાતું ખોલાવ્યું છે, પહેલીવાર તેમની ગઠબંધનની સરકાર બનાવવામાં આવી રહી છે. આ અગાઉ ત્યાં કોંગ્રેસ સત્તામાં હતી, ભાજપ આ રાજ્ય પણ કૉંગ્રેસ પાસેથી છીનવવામાં સફળ રહ્યું.
કેરળમાં ભાજપને પહેલેથી જ ખબર હતી કે તેના માટે જમીન હજી તૈયાર થઈ શકે એમ નથી, પછી ભલે તે ગમે તેટલી વાતો કરે. પણ તેણે એક કામ બરાબર કર્યું. યુડીએફની વોટબેંકમાં કાતર ફેરવી છે, જેનું નેતૃત્વ કૉંગ્રેસ કરે છે અને કેરળમાં ચાર દાયકા પછી કોઈ પણ ગઠબંધન સતત બીજી વખત સત્તામાં પરત ફર્યુ એવું પહેલીવાર થયું છે. કૉંગ્રેસની ઇચ્છાઓ ત્યાં પૂરી થઈ શકી નહીં, રાહુલ ગાંધીનું પુશઅપ અથવા સમુદ્રમાં છલાંગ લગાવવાનું કામ ન આવ્યું. કેરળનાં મતદારો જેમના બુદ્ધિ વિવેક પર ઉત્તર પ્રદેશનાં મતદારો કરતાં વધારે વિશ્વાસ હતો, તે લોકોએ કૉંગ્રેસના નેતૃત્વવાળી યુ.ડી.એફ પર ભરોસો ન કર્યો, એ પણ ત્યારે જ્યારે રાહુલ ગાંધી ખુદ કેરળમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં સલામત બેઠકની શોધમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે. કેરળના લોકોએ એલડીએફ પર વિશ્વાસ મૂક્યો.
તમિલનાડુમાં પણ અપેક્ષા મુજબ પરિણામ આવ્યા. જયલલિતાના મૃત્યુ પછી એઆઈડીએમકે પાસે કોઈ પ્રભાવશાળી નેતૃત્વ ન હતું જેના દ્વારા તેઓ ફરીથી જીતી શકે. આમ પણ તમિલનાડુનું રાજકારણ એઆઈડીએમકે અને ડીએમકે વચ્ચે અદલબબદલ થતું રહ્યું છે.
આ વખતે જનતાએ ટીએમસીના વચનો પર ભરોસો કરી લીધો પરંતુ વાસ્તવિક રમત પશ્ચિમ બંગાળમાં બની, દરેક પાર્ટી ત્યાં 'ખેલા હોબે'ના નારા જ લગાવી રહી હતી. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ભાજપે પૂરૂ બળ વાપર્યુ, જેમ તે દરેક ચૂંટણીમાં કરે છે, પછી ભલે તે રાજ્યો, સ્થાનિક સંસ્થાઓ હોય કે લોકસભાની ચૂંટણી હોય. દાવાઓ જીતવા માટે દેખીતી રીતે કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ભાજપનું ટોચનું નેતૃત્વ પણ જાણતું હતું કે તેમ કરવું સરળ નહીં હોય.
એક તો પશ્ચિમ બંગાળમાં પાર્ટીનું માળખું હજી સંપૂર્ણ રીતે તૈયાર નથી, દરેક જગ્યાએ પોતાનાં લોકો નથી. બીજું કે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ મતોની સંખ્યા ખૂબ મોટી છે અને સેંકડો બેઠકો પર તે નિર્ણાયક ભૂમિકામાં છે. મુસ્લિમ મતદારોની પ્રાધાન્યતા ખૂબ સ્પષ્ટ છે. જે પણ પક્ષ ભાજપને હરાવવા સક્ષમ છે, તે તેની સાથે જાય છે. પશ્ચિમ બંગાળમાં પણ આવું જ બન્યું હતું.
એક સમયે ડાબેરી મોરચા સાથે સંકળાયેલા મુસ્લિમ મતદારો છેલ્લા દાયકામાં મમતા બેનર્જી સાથે સંકળાયેલા હતા અને બાકીના લોકો પણ આ વખતે મમતા સાથે સંપૂર્ણપણે મમતા સાથે યા. આવી જ સ્થિતિ એ મુસ્લિમ મતદારોની પણ હતી જે કૉંગ્રેસને મત આપતા હતા. હકીકતમાં કોંગ્રેસ અને ડાબેરીઓ તો ઠીક પણ એ ફૂરફૂરા શરીફ માટે પણ પોતાનો મત વેડફ્યો નહીં, જેમના માટે એવું કહેવાતું હતું કે પશ્ચિમ બંગાળના મોટા ભાગમાં તેમનો પ્રભાવ છે. મુસ્લિમ મતદારો સંપૂર્ણ શક્તિ સાથે ટીએમસીમાં જોડાયા, કેમ કે તેમને લાગ્યું કે આ પાર્ટી ભાજપને રાજ્યમાં સત્તાનો કબજો કરતા રોકશે. મુસ્લિમ મતદાતા કોઈપણ રીતે વ્યૂહાત્મક મતદાન માટે પ્રખ્યાત છે.
મમતાએ મહિલાઓને તેમના દરબારમાં તેમના મત મેળવવા માટે અનેક પ્રજાવાદી યોજનાઓની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત વ્હીલ ચેર પર સવાર થઈને તેમણે પોતાની બાપડી બિચારી તરીકેને પણ છાપ બનાવી જેને ભાજપ સંપૂર્ણ તાકાતે ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. બાકીનું કામ પણ બંગાળી માનસિકતાએ કર્ય, જેને આજે પણ આંતરિક અને બાહ્ય વિશેનું ભાન ખૂબ છે. મમતા તેમને પોતાની લાગી. એમ પણ બંગાળ એ કુંઠામાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યાં એવો ભાવ રહ્યો છે કે એક સમય દેશને દિશા બતાવનાર, પ્રગતિનું ધ્વજવાહક રહેલું બંગાળ વિકાસની ગતિમાં પાછળ કેમ છુટી ગયું તેમ છતાં એક મોટ વર્ગ એવો હતો જેણે ભાજપમાં પોતાનું ભલું થવાનું ચિત્ર જોયું.
આ આશા ગામના ગરીબ, દલિતથી લઈને સમાજનાએ હિસામાં જોવા મળી પ્રગતિની દોડમાં પાછળ રહી ગયા છે અને જેને આજીવિકા માટે બંગાળમાંથી બહાર જવું પડે છે. જો આ અપેક્ષા અને ભાજપના સૌથી મોટા પ્રચારક વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ ન હોત તો ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો પર જીત મેળવનાર ભાજપને આ વખતે તેની સંખ્યા પચીસ ગણી વધું બેઠકો ન મળી હોત.
જ્યાં સુધી મમતા બેનર્જીની વાત છે, બંગાળમાં તેમના માટે પડકાર કાયમ રહેશે. હવે વિધાનસભામાં તેમની સામે કાચા પોચા ડાબેરી પક્ષો અને કૉંગ્રેસ વિપક્ષની ખુરશી પર નહીં હોય, પરંતુ ભાજપના બેનર હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યો હશે. તેમનું મનોબળ વધારવા અને તેમને શક્તિ આપવા માટે કેન્દ્રની મોદી સરકારની અને ભાજપની જ સંગઠનાત્મક તાકાત હશે. કારણ કે તેમની આદત મુજબ, ભાજપ હવેથી 2024ની તૈયારી શરૂ કરશે અને આગળ 2026ની યોજના પર પણ કામ કરશે.
ભ્રષ્ટાચારના ઘણા કેસો મમતાના પક્ષના નેતાઓ પર છે, તપાસમાં તેના પર ભાર પણ જોવા મળશે અને સમસ્યાઓ સતત વધતી રહેશે. આ પહેલા, તે વર્ગને પણ ખુશ કરવાનો પડકાર હશે, ખાસ કરીને મુસ્લિમ વોટબેંક, જે એક સાથે તેમની સાથે ઉભો રહ્યો, તેઓ પણ પોતાનો હક માંગશે, એ પણ ત્યારે જ્યારે હેરાન-પરેશાન દીદીને આ વખતે ચૂંટણીમાં ચંડીપાઠ અને મંત્રોચ્ચાર સુધી કરવાની મજબૂરી આવી પડી હતી. તેનાથી આગળ નંદીગ્રામની પોતાની હાર પણ તેમને પીડા દેતી રહેશે. જ્યાં હાર પણ મળી તો પોતાના જ જૂના સેનાપતિ શુભેંદુ અધિકારી સામે જે હવે રાજ્યમાં ભાજપાનો મોટો ચહેરો છે.
પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે કે કૉંગ્રેસનું શું? જો પક્ષનું વલણ જોવામાં આવે તો તે મમતા બેનર્જીની જીતમાં જ પોતાને માટે સંતોષ લઈ રહ્યો છે, તે પણ ત્યારે જ્યારે બંગાળમાં મમતા અને ભાજપના યુદ્ધમાં કૉંગ્રેસ પક્ષ પોતે પાતાળમાં પહોંચી ગયો છે, એ પણ તે રાજ્યમાં, જ્યાં તેમણે આઝાદી પછી કેટલાક દાયકાઓ સુધી શાસન કર્યું. કૉંગ્રેસ પાસે કોઈપણ રીતે જવાબદારી નક્કી કરવાની ઔપચારિકતા નથી રહી; જો હારી ગયા તો સામૂહિક દોષી ઠેરવવામાં આવશે અને જો જીત મળે તેનો યશ ગાંધી પરિવારને જશે. પરંપરા પ્રમાણે એવું જ થશે અને ફરી થોડા સમય પછી રાહુલ ગાંધીની સત્તા પર આવવાની તૈયારી શરૂ થશે.
છેલ્લી વાત, શું બંગાળમાં ટીએમસીની જીત 2024ની લોકસભાની ચૂંટણી મોદી વિરુદ્ધ મમતા હશે. ભાજપ સામે ઉભી રહેલી પાર્ટીઓને મમતામાં જ આ આશા જોઇ રહી છે. ક્યારેક ચંદ્રબાબુ નાયડુ, તો ક્યારેય નીતીશ કુમાર, તો ક્યારેક રાહુલ ગાંધીમાં વિપક્ષ આશા શોધી રહ્યું છે, હવે મમતા પાસેથી પણ એવી જ આશા રાખવામાં આવશે. કૉંગ્રેસ પણ આ માટે તૈયાર થઈ શકે છે, કારણ કે પોતાની જાતમાં કોઈ તાકાત બાકી નથી, જે કંઇ પણ કરી શકે તેની સાથે જોડાઈ જાય તેવી જ ભાવના છે.
જ્યાં સુધી ભાજપનો સવાલ છે, તેણે આ હંમેશા સારૂ લાગશે. મુસ્લીમ તુષ્ટીકરણ, હિંસક રાજનીતિ અને સિંગુરથી નેનોને ભગાડનાર મમતા જો સામે રહ્યા તો મોદીની આગેવાનીમાં ભાજપને 'સૌનો સાથ, સૌનો વિકાસના' નારા સાથે આગળ વધવામાં મુશ્કેલી નહિં થાય, વિશ્વાસ તો તેને આ જ છે. હાલ તો બંગાળમાં શાંતિની કામના કરવામાં આવે, જ્યાં અત્યારથી ટીએમસીએ હિંસાની શરૂઆત કરી દીધી છે. કોરોના સામેની લડાઈની અસલી ચિંતા આગળ કરવામાં આવી શકે છે, હાલમાં તો મોદી વિરોધનું રાજકારણ કરતી પાર્ટીઓ માટે બંગાળમાં 'સેક્યુલરિઝમ'ની જીતનો આનંદ ઉઠાવવાનો સમય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર