RSS નેતા ભૈયાજી જોશીએ કહ્યું, BJPના વિરોધનો મતલબ હિન્દુઓનો વિરોધ નહીં

RSS નેતા ભૈયાજી જોશીએ કહ્યું, BJPના વિરોધનો મતલબ હિન્દુઓનો વિરોધ નહીં
BJPના વિરોધને હિન્દુઓનો વિરોધ ન માનવો જોઈએ, આ એક રાજકીય લડાઈ છે જે ચાલતી રહેશે : સુરેશ ભૈયાજી જોશી

BJPના વિરોધને હિન્દુઓનો વિરોધ ન માનવો જોઈએ, આ એક રાજકીય લડાઈ છે જે ચાલતી રહેશે : સુરેશ ભૈયાજી જોશી

  • Share this:
    પણજી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશી (Suresh Bhaiyyaji Joshi)એ કહ્યું કે બીજેપી (BJP)નો વિરોધ કરવાનો મતલબ હિન્દુઓનો (Hindus) વિરોધ કરવાનો નથી. જોશીએ આ વાત રવિવારે પણજીમાં 'વિશ્વગુરુ ભારત, આરએસએસનો દૃષ્ટિકોણ' વિષય પર ભાષણ હેઠળ પ્રશ્ન-ઉત્તર સત્ર દરમિયાન કહી.

    'હિન્દુ સમુદાયનો મતલબ બીજેપી નહીં'



    તેઓએ કહ્યું, 'આપણે બીજેપીના વિરોધને હિન્દુઓનો વિરોધ ન માનવો જોઈએ. આ એક રાજકીય લડાઈ છે જે ચાલતી રહેશે. તેને હિન્દુઓથી જોડવી જોઈએ. આપનો સવાલ કહે છે કે હિન્દુ જ હિન્દુ સમુદાયનો દુશ્મન બની રહ્યા છે, એટલે કે બીજેપી. હિન્દુ સમુદાયનો મતલબ બીજેપી નથી.' તેમને પૂછવામાં આવ્યું હતું કે કેમ હિન્દુ પોતાના જ સમુદાયના દુશ્મન બની રહ્યા છે.



    તેમની આ ટિપ્પણી નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન (NRC)ની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે આવી છે.

    'છત્રપતિ શિવાજી મહારાજનો પણ વિરોધ થયો હતો'

    જોશીએ વધુમાં કહ્યું કે, એક હિન્દુ પોતાના સાથી (હિન્દુ)ની વિરુદ્ધ લડે છે કારણ કે તેઓ ધર્મ ભૂલી જાય છે. ત્યાં સુધી કે છત્રપતિ શિવાજી મહારાજને પણ પોતાના જ પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં ભ્રમ અને આત્મકેન્દ્રિત વ્યવહાર હોય છે, વિરોધ થાય છે.

    હિન્દુઓના સશક્તિકરણ માટે કામ કરો

    ભૈયાજી જોશીએ જણાવ્યું કે, જે પણ (ભારતમાં) કામ કરવા માંગે છે, તેણે હિન્દુ સમુદાયની સાથે મળી અને તેમના સશક્તિકરણ માટે કામ કરવું જોઈએ.

    તેઓએ મરાઠીમાં કહ્યું કે, જે પણ (ભારતમાં) કામ કરવા માંગે છે, તેમણે હિન્દુઓની સાથે અને તેમના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. પ્રાચીન કાળથી જ હિન્દુઓએ ભારતના ઉત્થાન અને પતનને જોયા છે. ભારતને હિન્દુ (સમુદાય)થી અલગ કરીને ન જોઈ શકાય. હિન્દુ હંમેશા આ દેશના કેન્દ્રમાં રહ્યા છે.

    ભૈયાજી જોશીએ ચર્ચા પર લોકોની અજ્ઞાનતા અને ગરીબીનો ફાયદો ઉઠાવીને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે જો કોઈ પોતાની ઈચ્છાથી ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો તેમને કોઈ વાંધો નથી પરંતુ બળજબરીથી ધર્માંતરણને અપરાધિક કૃત્ય માનું જોઈએ.

    આ પણ વાંચો, દિલ્હી વિધાનસભા ચૂંટણી પર કેટલા સાચા હોઈ શકે છે Exit Polls? અત્યાર સુધી આવો રહ્યો છે ઈતિહાસ
    Published by:News18 Gujarati
    First published:February 10, 2020, 07:46 am