Home /News /national-international /OPINION : ભાજપમાં મોદી-શાહની જોડી અટલ-અડવાણી જેવી સાબિત થશે?

OPINION : ભાજપમાં મોદી-શાહની જોડી અટલ-અડવાણી જેવી સાબિત થશે?

અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

મોદી- શાહની જોડીના કારણે ભાજપમાં નવું ટેલેન્ટ બહાર ન આવે તેવી શક્યતા છે. જોકે, અડવાણીએ 1980માં ભાજપની શરૂઆત કરી અને 2004 સુધી સફળતાપૂર્વક આવું કરી બતાવ્યું હતું.

  ભવદીપ કાંગ

  નરેન્દ્ર મોદી - અમિત શાહની જોડીએ સમગ્ર દેશમાં NDAના વ્યાપની કહાણી લખી છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ જોડીનું ફોકસ હવે સરકાર પર રહેશે. શાહને ગૃહમંત્રી બનાવાયા છે પરંતુ વડાપ્રધાન સાથે મળીને તેમણે જે કામ કરવાના છે તે ગૃમંત્રી તરીકેની જવાબદારી કરતાં વિશેષ છે. આ ચૂંટણીના પરિણામો બાદ હવે બંને નેતાની જોડી સરકારમાં પણ ખભ્ભેથી ભખ્ખો મેળવીને કામ સતત નવા અને સાહસિક નિર્ણયો કરી રહી છે.

  સરકાર પણ એટલી ગતિથી ચાલી શકશે?
  આનાથી વધારે રસપ્રદ સવાલે છે કે ચૂંટણી બાદ ભાજપ પર મોદી-શાહનું નિયંત્રણ રહેશે? શું તેઓ આરએસએસ-બીજેપી-એનડીએની ગતિશીલતાને અસર કરશે? પાછલા પાંચ વર્ષોમાં સરકાર અને સંઘ વચ્ચે સલાહ અને સંવાદનો એક સેતુ ખૂબ જ અસરકારક રીતે બંધાયો હતો જેના કારણે એ ડર પણ ઓછો થઈ ગયો કે મોદી સંઘથી પ્રભાવિત થઈને કામ કરશે. આરએસએસ દ્વારા ગત સરકારના પૉલિસીને લગતા અનેક નિર્ણયોનો જોરશોરથી વિરોધ કર્યો હતો. આવો જ એક મુદ્દો જમીન અધિગ્રહણ અધિનિયમનો હતો જેના દ્વારા સંતુલન સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો :  સેનાનું આધુનિકરણ અને સ્વદેશી હથિયાર, રાજનાથ સામે છે આ 6 પડકાર

  કેબિનેટની પસંદગીમાં RSSની ભૂમિકા કેટલી?
  આ વખતે પણ કેબિનેટની પસંદગી એક સામુહિક પ્રક્રિયા અંતર્ગત કરવામાં આવી હતી. આરએસએસના નંબર - 2 સુરેશ ભૈયાજી જોષીએ વડાપ્રધાન મોદીને એક લિસ્ટ મોકલ્યું હતું જોકે, તેના પર અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી અને અમિત શાહે વાતચીત કરી અને લીધો હતો.

  શાહનો કેબિનેટ પ્રવેશ શું બદલાવ લાવશે?
  ABVPથી રાજકીય કારકીર્દીની શરૂઆત કરનાર અમિત શાહને પહેલાંથી જ વડાપ્રધાનના ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યાં છે. શું 6 વર્ષ પછી 75ની ઉંમરે પહોંચનારા વડાપ્રધાન મોદી રાજનીતિમાંથી સન્યાસ લેશે? જોકે, મોદી બાદ તેમના રોલમાં શાહ કેટલા ફિટ બેસે છે, તેનું અનુમાન અત્યારથી કાઢવું ઉતાવળ ગણાશે. તેમ છતાં 54 વર્ષની ઉંમમમાં અમિત શાહ પાસે રાજકારણ ખેલવા માટે 21 વર્ષ બચ્યા છે. હાલમાં તો તેઓ ભાજપમાં વિરોધ વગર નંબર-2 છે. તેઓ પાર્ટીની પ્રથમ અને બીજી હરોળાના નેતાઓથી પણ ઉંમરમાં નાના છે.

  આ પણ વાંચો :  મોદી કેબિનેટ 2.0 ત્રણ રાજ્યોમાંથી 13 મંત્રીઓની પસંદગી કરવા પાછળ આ છે ખાસ પ્લાન

  મોદી- શાહની જોડીના કારણે ભાજપમાં નવું ટેલેન્ટ બહાર ન આવી શકે તેવી શક્યતા પણ છે, જે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની જોડીએ વર્ષ 1980માં ભાજપની સ્થાપનાથી લઈને વર્ષ 2004 સુધી કરી બતાવ્યું હતું. ભાજપમાં બીજી હરોળના નેતાઓને તૈયાર કરવાનો શ્રેય અડવાણીના ફાળે જ જાય છે. હવે આ જવાબદારી અમિત શાહના ખભ્ભા પર આવશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Amit shah, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन