(અભિષેક બેનર્જી)
ભારતમાં છેલ્લા એક મહિનાથી અવિશ્વસનીય માહોલ જોવા મળ્યો છે. હાડ થીજવી દેતી ઠંડી વચ્ચે હજારો ખેડૂતો દિલ્હીની સરહદો પર દેખાવો કરી રહ્યા છે. તેમની માંગણી છે કે તાજેતરમાં પાસ થયેલા ત્રણ કૃષિ બિલને પરત લેવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે કૃષિ પેદાશોના વેચાણ પર, દરેક રાજય અને જિલ્લામાં વચેટિયાઓના વર્ષો જૂના એકાધિકારને ચાલુ રાખવામાં આવે.
આ એક મોટો અને અજબ-ગજબ કેસ છે. એક ખેડૂત કોઈ વચેટિયાને પોતાની આવકનો હિસ્સો આપવા શા માટે ભાર આપી રહ્યો છે? આ ઉપરાંત આ કૃષિ સુધારાઓએ ખેડૂતોને વર્તમાનમાં મળતા એક પણ વિકલ્પને છીનવી લીધો નથી. ઉલટાનું તેનાથી ખેડૂતનો એક નવો વિકલ્પ મળ્યો છે. પરંતુ આંદોલનમાં આના પર કોઈ ચર્ચા નથી.
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે દેશમાં ઘણા લાંબા સમયથી કૃષિ સુધારાની માંગ હતી. 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઢંઢેરામાં આ પ્રકારની વાતો હતી. પંજાબના આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં આવી વાતો હતી. ભારતીય કિસાન યૂનિયનોએ હંમેશા માંગણી કરી છે કે ખેડૂતોને ભારતમાં ક્યાંય પણ પોતાની ઉપજ વેચવાની છૂટ આપવા દેવામાં આવે. તો સવાલ એ છે કે વિરોધ કરનારા લોકો ક્યાંથી આવે છે?
આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. રાજકીય દળો અને કિસાન યૂનિયનોએ આ સુધારાની જરૂરિયાત પર લાંબા સમયથી સહમતિ દર્શાવી છે. આવું હતું તો ગત સરકારે આ સુધારા લાગૂ શા માટે ન કર્યાં? કદાચ એટલા માટે કે અહીં એક શક્તિશાળી લૉબી છે જે લોકોની વચ્ચે અસંતોષ ઊભો કરવા માટે સક્ષમ છે. દેશમાં એપીએમસી અને વચેટિયાઓની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. ભારતના સંદર્ભમાં આવા લોકોની સ્થાનિક સત્તા પર ખૂબ મજબૂત પકડ છે. જ્યારે જ્યારે તેમને હટાવવાની માંગ કરવામાં આવે છે ત્યારે તેઓ રાજકીય પક્ષો માટે ખતરો બની જાય છે.
આ વર્ષે વરસાદ સારો પડ્યો છે. ખેત પેદાશો પણ સારી થઈ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ વર્ષે ટ્રેક્ટરનું રેકોર્ડ વેચાણ થયું છે. એટલે કે ખેડૂતો વચ્ચે અસંતોષ ઊભો થાય તેવી તમામ સ્થિતિ ગાયબ છે. ભારતમાં છેલ્લા અમુક સમયથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે. નાનો મુદ્દો હોય કે પછી મોટો તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવામાં આવે છે. એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે દેશ મોટા સંકટમાં છે.
શું કોઈને NEET-JEE યાદ છે અને કેવી રીતે સ્વીડનથી આવનાર તમામ કાર્યકરોએ તેમાં શામેલ થવાનો પ્રયાસ કર્યો હતો? ખેડૂતોના વિરોધનો મુદ્દો પણ કંઈક આવો જ લાગી રહ્યો છે. આ આંદોલનમાં ફક્ત બિહાર, બંગાળ, કર્ણાટક, મહારાષ્ટ્ર કે તામિલનાડુના જ નહીં પરંતુ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના લોકો પણ શામેલ નથી થયા. આમ છતાં આ આંદોલન 36 બ્રિટિશ સાંસદ અને ત્યાં સુધી કે કેનેડાના વડાપ્રધાનનું સમર્થન મેળવવા માટે સફળ રહ્યું છે.
આપણે પૂછવું પડશે કે આ વિરોધની આગેવાની કોણ કરી રહ્યા છે અને તેનો ફાયદો કોને મળે છે. આ બેનરમાં સૌથી વધારે જે બેનરો દેખાયા છે તેમાં હથોડો અને દાતરડું. ભારતની અડથી વસ્તી કૃષિ પર નિર્ભર છે. જો તેમણે કોઈ રાજકીય પાર્ટી સાથે જવાનું હોય તો શું તેઓ કોમ્યુનિસ્ટો સાથે જશે? શું ભારતમાં કોમ્યુનિસ્ટોએ લાંબા સમય પહેલા પોતાનો જનાધાર નથી ગુમાવી દીધો?
આ વિરોધનો સ્પષ્ટ રીતે કોઈ તર્ક નથી. ગમે તે હોય, વિરોધ કરનાર સંખ્યા તેમના મતવિસ્તારના વિશાળ આકારની સરખામણીમાં ખૂબ ઓછી છે.
ભારતની અડધી વસ્તી એટલે કે આશરે 60 કરોડ લોકો આ કામ કરે છે. જો 60 કરોડ લોકોની આજીવિકા પર ખતરો આવી જતો તો આ દેશે તાત્કાલિક મુશ્કેલીમાં મૂકાઈ જતો. આ બિલ પાસ થયાને હવે સાત મહિના થઈ ગયા છે. આપણી પાસે 10 હજારથી વધારે દેખાવકાર છે. જેમાંથી મોટાભાગના એક જ રાજ્યનાં છે. આ લોકો આખા દેશના ખેડૂતોનું પ્રતિનિધિત્વ ન કરી શકે. જોકે, દુનિયાભરના વર્તમાનપત્રોમાં જગ્યા ભરવા માટે આ ભીડ પૂરતી છે. અને વાસ્તવમાં તેમનો આ જ ઉદેશ્ય લાગી રહ્યો છે.
તો આનો ફાયદો કોને થઈ રહ્યો છે? ચીનની સરખામણીમાં ભારતમાં સારી વાત એ છે કે અહીં લોકતંત્ર છે. આ જ કારણ છે કે દુનિયાભરના લોકો ચીનની સરખામણીમાં આપણા ઇરાદાઓ પર વધારે વિશ્વાસ કરે છે. ચીન ઇચ્છે છે કે દુનિયા એવું માની લે કે ભારત પાસે અસંતોષ માટે કોઈ જગ્યા નથી, અમે હતા એટલા જ સરમુખત્યાર છીએ. જો લોકોને લાગે છે કે ભારત અને ચીનમાં કોઈ તફાવત નથી, તો આપણે આ લાભને ગુમાવી દઈશું.
શું ચીનના આ હિતને નજર અંદાજ કરી શકાય છે? શું ભારતીય કોમ્યુનિસ્ટો અને ચીનની સરકાર વચ્ચે ફિજિકલ લીંકને નજર અંદાજ કરી શકાય છે? આ વિરોધ પ્રદર્શન દરમિયાન તમામ વિરોધાભાસ ખાનગી ઉદ્યમમાં નિર્દેશિત થાય છે. જોકે, મોટાપ્રમાણમાં ભારતીય વ્યવસાયોએ ચીનના વ્યવસાયના વિરોધ કે બહિષ્કારનું કોઈ આહવાન નથી કર્યું. વાસ્તવમાં આ લૉબીએ ચીની એપ્સ પર પ્રતિબંધ અને આત્મનિર્ભર ભારતની મજાક ઉડાવી હતી.
વિદેશીઓના નામથી બદનામી થાય છે. આ પહેલાની સરકારોએ પોતાની ખામીઓને દૂર કરવા માટે એક વિદેશી હાથની વાત કરી હતી. આથી તેઓ અવારનવાર કહે છે કે વિદેશી હાથની વાત વરુનું રોવા (ખોટું એલાર્મ આપવું) જેવું છે. પરંતુ જો તમે વાસ્તવમાં આ અંગે વિચારો તો આ કહાનીની બીજી શીખ એવી છે કે ક્યારેક ક્યારેક વાસ્તવમાં એક વરું હોય છે.
(લખનાર ગણિતશાસ્ત્રી, કોલમિસ્ટ અને લેખક છે. લેખમાં પ્રસ્તૃત વિચારો તેમના અંગત છે.)