OPINION: IAS, IPS અધિકારીઓના વ્યક્તિગત સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રતિબંધ લગાવવાનો સમય અવાસ્તવિક કારણોથી ધ્યાન ખેંચી રહ્યો છે

પ્રતિકાત્મક તસવીર - (Image: News18)

એક ચૂંટાયેલા પ્રતિનિધિ અને એક નૌકરશાહ વચ્ચે કોઇ સરખામણી નથી

 • Share this:
  Pratap Simha

  આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી (Narendra Modi)એ 2018ની બેન્ચના આઈપીએસને સંબોધિત કરતા આગાહ કર્યા કે સિંઘમની જાળમાં ના ફસો. પોલીસની વર્દી અધિકાર અને ડરથી જોડેલી હોતી નથી પણ ગર્વને પ્રેરિત કરે છે. કેટલાક પોલીસ કર્મી જ્યારથી સેવામાં સામેલ થાય છે તો જનતામાં ડર ઉભો કરવા માંગે છે અને વિચારે છે કે અસામાજિક તત્વોને તેમના નામ પર ધ્રુજવું જોઈએ. સિંઘમ જેવી ફિલ્મ જોઈને મોટા થયેલા લોકોના મગજમાં આ ભાવના છવાઇ જાય છે. તમારે એ નક્કી કરવું પડશે કે શું તમે લોકોના મનમાં ભય કે સ્થાયી કરુણા ઉત્પન કરવા માંગો છો.

  તેમણે આગળ નાગરિક સમાજની સાથે એક રચનાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર આપ્યો જે તેને શાસનનો એક ભાગ બનાવે છે. જેથી પોલીસ બળ ગુણકના રૂપમાં કાર્ય કરે.

  હાલમાં જ મૈસુરમાં આયોજીત કેડીઇએમ ઉદ્ઘાટન સમારોહમાં મેં આપણા પ્રધાનમંત્રીના શબ્દો અને વિચારોના પ્રતિધ્વનિત કર્યા. ખોટી છાપના આ મોડ્યુલને ફક્ત આઈપીએસ અધિકારીઓ જ નહીં આઈએએસ અધિકારીઓને પણ બહાર કરવા જોઈએ.

  આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા સમયે મેં તે જ વાત બતાવી અને કહ્યું કે કેટલાક મુઠ્ઠીભર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ માટે તથાકથિત ફેન પેજ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવવું ખોટું છે, જેનો એક માત્ર ઉદ્દેશ્ય અવાસ્તવિક કારણોથી મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવાનું છે.

  આ પ્રકારના ફેન પેજ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખોટી ખબર ફેલાવવા અને ઓનલાઇન ઉત્પીડનને વધારો આપવા માટે હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. આ એક તથ્ય છે કે સક્રિય સોશિયલ મીડિયા ઉપયોગકર્તાનો એક મોટો ભાગ રાજનીતિક કે સામાજિક મુદ્દા પર પોતાના વિચારોને બદલવાની સાથે તેના પર જોયેલી કોઇ વસ્તુને શ્રેય આપે છે.

  મારું માનવું છે કે ખોટા પ્રચારની જેમ આ પ્રકારની પ્રથાને હતોત્સાહિત કરવાની જરૂર છે અને સરકારે સોશિયલ મીડિયાના દુરપયોગને રોકવા માટે કેટલાક પ્રચાર ભૂખ્યા IAS અને IPS અધિકારીઓ પર નજર રાખવા માટે એક તંત્ર બનાવવું જોઈએ. જ્યારે મોટાભાગના લોકોએ મારા વિચારને પ્રતિધ્વનિત કર્યો છે. કેટલાકે મારા ઉદ્દેશ્યો પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે એ પણ તર્ક આપ્યો કે મારા જેવા રાજનેતાઓ ઉપર પણ આ નિયમ લાગુ થવો જોઈએ.

  અફસોસની વાત એ છે કે તેમાંથી કેટલાક એક નિર્વાચિત પ્રતિનિધિ અને એક લોક સેવક (આઈએએસ/આઈપીએસ)ની વચ્ચે બુનિયાદી અંતર જાણતા નથી જે પોતાની સેવાનિવૃત્તિ સુધી વેતન માટે કામ કરે છે.

  રાજનેતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રબંધિત કરવા માટે પોતાના પૈસા ખર્ચ કરે છે અને અમારામાંથી કેટલાક વ્યક્તિગતરૂપથી પોતાના ખાતાનું પ્રબંધન કરે છે. અમારા બધાની પાસે પોતાનું કામ બતાવવા માટે પીઆર એજન્સી નથી.

  અમે લોકો દ્વારા કાર્યાલયમાં એક નિશ્ચિત પાંચ વર્ષના કાર્યકાળ માટે ચૂંટાઇએ છીએ અને અમારી જવાબદારી છે કે અમે એ જણાવીએ કે પારદર્શિતા બનાવી રાખવા અને પોતાની છાપ બનાવવા માટે અમારા સંબંધિત નિર્વાચન ક્ષેત્રમાં શું કામ થઇ રહ્યું છે. કારણ કે અમે જનતા પ્રત્યે જવાબદેહ છીએ.

  એક ચૂંટાયેલા પ્રતિનિધિ અને એક નૌકરશાહ વચ્ચે કોઇ સરખામણી નથી.

  (Disclaimer: લેખક સાંસદ છે , લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત છે)
  Published by:Ashish Goyal
  First published: