Home /News /national-international /Opinion: વિશ્વને ખાદ્યાન્ન આપવાની પીએમ મોદીની ઓફર, દેશના ખેડૂતોનુ સન્માન

Opinion: વિશ્વને ખાદ્યાન્ન આપવાની પીએમ મોદીની ઓફર, દેશના ખેડૂતોનુ સન્માન

રશિયા અને યુક્રેનમાં સંકટના કારણે ફૂડ ચેઈન પર વિપરીત અસર પડી રહી છે

Russia Ukraine War - રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે જે રીતે ફૂડ ચેઈન પ્રભાવિત થઈ છે, તેનો સામનો કરવો વિશ્વ માટે એક મોટો પડકાર છે. રશિયા અને યુક્રેન વિશ્વમાં ઘઉં, મકાઈ અને સૂર્યમુખી તેલના સૌથી મોટા નિકાસકારો છે

વિનીત કુમાર : યુદ્ધ તેની સાથે ઘણી સમસ્યાઓ લાવે છે. જો આપણે વર્તમાન રશિયા અને યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ની વાત કરીએ તો તેનાથી વિશ્વમાં અનેક સંકટ પણ સર્જાયા છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો સમય સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર વિશ્વમાં સમસ્યાઓ પણ વિકરાળ બની રહી છે. આ સમસ્યાની શરૂઆતથી જ સમગ્ર વિશ્વમાં કાચા તેલના ઉત્પાદન અને વિતરણ પર પ્રતિકૂળ અસર થઈ છે, જેની અસર ક્રુડનીની કિંમતો (Crude oil price)માં વધારો થવાના સ્વરૂપમાં જોવા મળી શકે છે. જોકે આ યુદ્ધના કારણે હવે વિશ્વની સામે ‘ફૂડ ક્રાઇસિસ’ (Food Crisis in World)ના રૂપમાં એક મોટું સંકટ આવી ગયું છે. જોકે રાહતની વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદીએ આ સંકટના ઉકેલને લઈને દુનિયાની સામે એક મોટી ઓફર કરી છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દાવો કર્યો છે કે ભારત આ સંકટમાંથી બહાર આવવા માટે વિશ્વને મદદ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.

આ છે સંકટનુ કારણ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે જે રીતે ફૂડ ચેઈન પ્રભાવિત થઈ છે, તેનો સામનો કરવો વિશ્વ માટે એક મોટો પડકાર છે. રશિયા અને યુક્રેન વિશ્વમાં ઘઉં, મકાઈ અને સૂર્યમુખી તેલના સૌથી મોટા નિકાસકારો છે. તેથી જ આ બંને દેશોને "યુરોપની બ્રેડ બાસ્કેટ" પણ કહેવામાં આવે છે. આંકડાઓ વિશે વાત કરીએ તો, વિશ્વમાં ઘઉંની કુલ નિકાસના લગભગ 30 ટકા અને મકાઈની નિકાસમાં લગભગ 20 ટકા આ બંને દેશોમાંથી આવે છે. આ તરફ યુક્રેન સૂર્યમુખી તેલનો સૌથી મોટો ઉત્પાદક છે અને તેના પછી રશિયાનો વારો આવે છે. આ સાથે યુક્રેન તુર્કી અને ઇજિપ્તમાં લગભગ 70 ટકા ઘઉંની નિકાસ કરે છે. યુક્રેન ચીન તેમજ વિશ્વના ઘણા દેશોમાં મોટા પ્રમાણમાં મકાઈની નિકાસ કરે છે. રશિયા અને યુક્રેનમાં સંકટના કારણે ફૂડ ચેઈન પર વિપરીત અસર પડી રહી છે.

ભારતના દાવા પાછળની વાસ્તવિકતા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સામે ઉભેલા સંકટને ઉકેલવા માટે એક મોટી ઓફર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, જો ડબલ્યૂટીઓ (WTO) તેના નિયમોમાં થોડી છૂટછાટ આપે તો ભારત વિશ્વને આ સંકટમાંથી બહાર કાઢવા સક્ષમ છે અને ભારત સમગ્ર વિશ્વનુ પેટ ભરી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીના આ દાવા પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ કહે છે કે પીએમ નરેન્દ્ર મોદી અને દેશના કરોડો અન્નદાતાઓએ પોતાની મહેનતથી ભારતને લાયક આ બનાવ્યું છે. તેમનું કહેવું છે કે 2014 પછી પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતમાં ઘણા પગલાં લીધા છે, જેના કારણે ભારતમાં અનાજનો પૂરતો પુરવઠો છે. ખેડૂતોની આવક બમણી કરવા સાથે સોઇલ હેલ્થ કાર્ડ, કિસાન સન્માન નિધિ, યુરિયા જેવા મોટા કામો પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યા હતા. પીયૂષ ગોયલનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ચોમાસું પણ સારી સ્થિતિમાં છે, જેના કારણે દેશમાં સારી ઉપજ મળી રહી છે.

આ પણ વાંચો - બ્રિટને મોર્ડનાની વેક્સીનને આપી મંજૂરી, 6 થી 11 વર્ષના બાળકોને લાગશે ડોઝ

ભારતની સ્થિતિ અને ખાદ્યાન્ન સંબંધિત ડેટા વિશે એફસીઆઈ જણાવે છે કે 1 એપ્રિલ, 2022એ ભારત સરકાર પાસે 323.22 લાખ મેટ્રિક ટન ચોખા અને 189.90 લાખ મેટ્રિક ટન ઘઉંનો સ્ટોક છે. આ સાથે ડાંગરનો સ્ટોક પણ 473.69 લાખ મેટ્રિક ટન છે. જ્યારે ભારતમાં મકાઈનું ઉત્પાદન પણ નોંધપાત્ર છે અને તે વાર્ષિક 222 લાખ મેટ્રિક ટન છે. આ જ કારણ છે કે ભારતમાંથી મકાઈની નિકાસ પણ નોંધપાત્ર છે. છેલ્લા ત્રણ વર્ષમાં મકાઈની નિકાસ લગભગ છ ગણી વધી છે. તેની સાથે ભારત દૂધ, કઠોળ, જૂટ વગેરેનો મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં વર્ષ 2018-19માં 188 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું હતું, જ્યારે 2019-20માં 198 ટન દૂધનું ઉત્પાદન થયું હતું.

શેરડી, મગફળી, શાકભાજી, ફળો અને કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. દેશમાં મસાલા, માછલી, પોલ્ટ્રી, લાઈવ સ્ટોક અને પ્લેન્ટેશન ક્રોપનુ ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે અને ભારતમાંથી તેની મોટા પાયે નિકાસ પણ થાય છે. આ જ કારણ છે કે વૈશ્વિક સંકટની આ ઘડીમાં ભારત વિશ્વને ભોજન ઓફર કરી રહ્યું છે.

PM નરેન્દ્ર મોદી કહે છે કે, ભારતમાં આ સ્થિતિ ત્યારે છે, જ્યારે દેશમાં સૌથી મોટી અનાજ યોજના 'ગરીબ કલ્યાણ અન્ન યોજના' ચાલી રહી છે. નોંધનીય છે કે કોરોનાના પ્રથમ તબક્કામાં શરૂ થયેલી આ યોજનામાં દર મહિને 80 કરોડ લોકોને 5 કિલો અનાજ આપવામાં આવે છે, જે અંતર્ગત 1000 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેના પર 3.4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

(ડિસ્ક્લેમર - આ લેખકના અંગત વિચાર છે.)
Published by:Ashish Goyal
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war, પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन