Home /News /national-international /

Opinion Poll: પ્રિયંકાના આવવાથી વધશે કોંગ્રેસનો વોટ શેર, સીટોમાં ભાજપને ફાયદો!

Opinion Poll: પ્રિયંકાના આવવાથી વધશે કોંગ્રેસનો વોટ શેર, સીટોમાં ભાજપને ફાયદો!

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયંકાના કોંગ્રેસ મહાસચિવ બનવા અને પૂર્વાંચલની જવાબદારી મળવાથી સપા-બસપા ગઠબંધનને નુકસાન થઈ શકે છે

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયંકાના કોંગ્રેસ મહાસચિવ બનવા અને પૂર્વાંચલની જવાબદારી મળવાથી સપા-બસપા ગઠબંધનને નુકસાન થઈ શકે છે

  લોકસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ સર્વેનો દોર શરૂ થઈ ગયો છે. મીડિયા એન સર્વે એજન્સી અનુમાન કરવામાં લાગી છે કે જનતામાં ચૂંટણીને લઈ કેવા પ્રકારનો ઉત્સાહ છે. હવે એક ઓપિનિયન પોલમાં સામે આવ્યું છે કે પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં સામેલ થવાથી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં ભાજપને ફાયદો થઈ શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયંકાનું કોંગ્રેસના મહાસચિવ બનવું અને પૂર્વાંચલની જવાબદારી મળવાથી સપા-બસપા ગઠબંધનને નુકસાન થઈ શકે છે. ઈન્ડિયા ટીવી અને સીએનએક્સ તરફથી કરવામાં આવેલા સર્વેમાં અનુમાન છે કે પ્રિયંકા ગાંધી રાજકારણમાં ઉતરવાથી પૂર્વાંચલની 43 સીટો પર ભાજપ અને સપા-બસપા વચ્ચે જોરદાર ટક્કર રહેશે પરંતુ ત્રાજવું ભાજપ તરફ ભારે રહી શકે છે.

  સર્વેનો અનુમાન છે કે પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસના વોટ વધશે જેના કારણે ભાજપને બદલે સપા-બસપાને નુકસાન થશે. એવામાં 43માંથી 20 સીટો પર ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ જીતી શકે છે. બીજી તરફ, સપા-બસપાને 19 સીટો જ્યારે કોંગ્રેસને 4 સીટો જીતવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ એજન્સી તરફથી ગયા વર્ષે નવેમ્બરમાં હાથ ધરવામાં આવેલા ઓપિનિયન પોલમાં સપા-બસપાને વધુ ફાયદો થતો હોવાની વાત કહેવામાં આવી હતી.

  તે સમયે કહેવામાં આવ્યું હતું કે માયાવતી અને અખિલેશ યાદવ મળીને ચૂંટણી લડવાથી તેમને પૂર્વાંચલની 43માંથી 26 સીટો મળી શકે છે. ભાજપ અને તેના સહયોગી પક્ષોને માત્ર 15 સીટ પર સંતોષ માનવો પડશે. તે સમયે કોંગ્રેસને માત્ર બે સીટ મળવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો, રાહુલના સમર્થન બાદ પણ પશ્વિમ બંગાળ કોંગ્રેસે મમતાના ધરણાને ટેકો કેમ ન આપ્યો?

  હવે નવા સર્વેમાં સામે આવ્યું છે કે પ્રિયંકા ગાંધીના આવવાથી ચૂંટણી સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમના આવવાથી કોંગ્રેસનો વોટ શેર વધી શકે છે. જોકે સીટોમાં ખાસ વધારો નહીં દેખાય. સર્વે અનુસાર, ગોરખપુર, વારાણસી, ફૂલપુર જેવી સીટો પર પણ કોંગ્રેસની વોટ બેન્કમાં ખાસો વધારો થશે. વારાણસીમાં કોંગ્રેસને 28 ટકા વોટ મળવાનું અનુમાન છે, જ્યારે પહેલા તે 16 ટકા હતો. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પર કોંગ્રેસને માત્ર 7.34 ટકા વોટ મળ્યા હતા.

  ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગયા મહિને પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવતા પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી હતી. આ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપતા મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને 71 સીટ પર જીત મળી હતી. બીજી તરફ, સપાને પાંચ અને કોંગ્રેસને બે સીટ મળી હતી. બે સીટ ભાજપની સહયોગી પાર્ટી અપના દળને મળી હતી. બસપાને એક પણ સીટ નહોતી મળી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: 2019 General Elections, Priyanka gandhi, ઉત્તરપ્રદેશ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन