OPINION: શું અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી સાથે 'સમાધાન' કરી લીધું?

મોદી-કેજરીવાલે 10 મિનિટને બદલે અડધો કલાક સુધી કરી વાત, દિલ્હીના રાજકારણમાં ગરમાવો

મોદી-કેજરીવાલે 10 મિનિટને બદલે અડધો કલાક સુધી કરી વાત, દિલ્હીના રાજકારણમાં ગરમાવો

 • Share this:
  (આશુતોષ)

  શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચ્ચે રાજકીય સમાધાન થઈ ગયું છે? રાજકીય નેતાઓને હાલમાં એક મોટો સવાલ છે, જેનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. મોદી-કેજરીવાલને લઈને 'સમાધાન' અને 'દોસ્તી'ની ચર્ચા હાલના દિવસમાં બંનેની એક સાથે લેવાયેલી તસવીરના કારણે પણ થઈ રહી છે.

  નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે પીએમ નિવાસ્થાને પહોંચ્યા. મોદીની સાથે કેજરીવાલની મુલાકાત આમ તો 10 મિનિટ માટે નિયત થઈ હતી અને તેને ઔપચારિક મુલાકાત કહેવામાં આવી રહી હતી. પરંતુ, જ્યારે બંને મળ્યા, તો લગભગ અડધો કલાક સુધી વાત થઈ. રાજકીય પાર્ટીઓ વચ્ચે એવી પણ ચર્ચાઓ છે કે પીએમ મોદી હાલના સમયમાં કેજરીવાલ પ્રત્યે કંઈક વિનમ્ર થયા છે. કેજરીવાલ 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની વિરુદ્ધ વારાણસીમાં ચૂંટણી લડ્યા હતા.

  બીજી તરફ, વિધાનસભા ચૂંટણી નજીક આવતાં-આવતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બદલાયેલા જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના કાયદો અને વ્યવસ્થામાં સુધારથી લઈને પાણી સહિત વિકાસ કાર્યોની યોજનાઓને પૂરી કરવા માટે કેન્દ્રની સાથે મળી કામ કરવા તૈયાર છે. કેજરીવાલના પ્રયાસ છે કે દિલ્હીના વિકાસના કાર્યોમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચેનું ઘર્ષણ કોઈ અડચણ ન બને.

  ખુદ કેજરીવાલે આપ્યા સંકેત

  મોદી સાથે થયેલા 'સમાધાન'નો સૌથી મોટો સંકેત ખુદ કેજરીવાલ આપ્યા છે. હાલના દિવસોમાં તેમના ભાષણો પર નજર કરવામાં આવે તો લાગશે કે કેજરીવાલે પોતાના ભાષણોમાં ક્યાંય પણ પીએમ મોદીની વિરુદ્ધ કંઈ જ નથી કહ્યું. આજ કાલ તો તેઓ કેન્દ્ર સરકાની ટીકા કરવાથી પણ બચી રહ્યા છે. જ્યારે ચૂંટણી પરિણામ આવતાં પહેલા સુધી કેજરીવાલ પીએમ મોદી અને કેન્દ્રને કોઈના કોઈ મુદ્દાને લઈ ઘેરવાનો પ્રયાસ કરતા હતા.

  શું PMOથી મળ્યા હતા નિર્દેશ?

  એવું પણ કહેવામાં આવી રહ્યું છૈ કે આ સમાધાન બાદ કેન્દ્ર સરકાર પણ દિલ્હી સરકારના કામકાજ પર અડચણ ઊભી નથી કરી રહી. જ્યારે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આવું નહોતું થતું. ત્યારે એનડીએ સરકારના મંત્રી કોઈને કોઈ વાતે કેજરીવાલ સરકારના કામકાજમાં દખલ દેતા હતા. કેન્દ્રીય મંત્રી આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના પ્રતિનિધિઓ સાથેની મીટિંગ ટાળી દેતા હતા.

  આ પણ વાંચો, પાકિસ્તાને ખોલી એરસ્પેસ, હવે ભારતીય પ્લેન પસાર થઈ શકશે

  અંગત વાતચીતમાં ભાજપના નેતાઓએ એવો સ્વીકાર પણ કર્યો છે કે તેમને પીએમઓથી નિર્દેશ હતા કે આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારની સાથે કોઈ પ્રકારનો સહયોગ ન આપવામાં આવે. કેટલાક સિનિયર નેતાઓનું એમ પણ કહેવું છે કે તેઓ AAP નેતાઓની મદદ કરવા માંગે છે, પરંતુ ઉપરથી આદેશ છે, જેથી કંઈ નથી કરી શકતા.


  જો એવું હતું તો હવે શું બદલાયું છે?

  હાલના દિવસોમાં કેજરીવાલ સરકાર પ્રતિ મોદી સરકારનું વલણ બદલ્યું છે. એવામાં સવાલ ઉઠે છે કે શું પીએમ મોદી બદલાઈ ગયા છે? કે પછી અરવિંદ કેજરીવાલે જ હાલની રાજકીય પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લીધી છે? મારી સમજમાં આ બંને સ્થિતિઓનું મિશ્રિત રૂપ છે.

  અતીતની વાત કરીએ તો કેજરીવાલના મોદી સાથે સારા સંબંધ નથી રહ્યા. રાજકારણમાં કેજરીવાલની એન્ટ્રી 2013માં જનલોકપાલ આંદોલન બાદ થઈ. આમ આદમી પાર્ટી બનાવતાં પહેલા કેજરીવાલ સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ તરીકે ઓળખીતા હતા. સમાજસેવી અન્ના હજારે અને કેજરીવાલના નેતૃત્વમાં 2013માં ભ્રષ્ટાચાર મુક્ત આંદોલને મનમોહન સિંહ સરકાર અને કોંગ્રેસ પાર્ટીને હલાવીને રાખી દીધી હતી.

  શરૂઆત દિલ્હીમાં, નજર દેશ પર

  આ દરમિયાન નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન ચહેરા તરીકે રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રીનો પ્રયાસ કરી રહ્યા હતા. મોદીની પહેલી પ્રાથમિકતા ગુજરાત ચૂંટણીમાં જીત મેળવવાજી હતી. જે તેમણે ડિસેમ્બર 2012માં મેળવી પણ લીધી હતી. હવે મોદી રાષ્ટ્રીય રાજકારણ તરફ વલણ કરી ચૂક્યા હતા, ત્યારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી. ચોક્કસ કેજરીવાલે તેની શરૂઆત દિલ્હીથી કરી, પરંતુ દરેક વ્યક્તિ તેમની રાષ્ટ્રીય મહાત્વાકાંક્ષાઓને જાણતું હતું.

  આ પણ વાંચો, આસામ : પૂરના કારણે 43 લાખ લોકો ફસાયા, કાજીરંગા નેશનલ પાર્કનો 95% ભાગ ડૂબ્યો
  Published by:Mrunal Bhojak
  First published: