OPINION: શિવસેનાને સમર્થન આપવા મામલે કૉંગ્રેસમાં બે કેમ્પ, સોનિયા ગાંધી અસમંજસમાં

News18 Gujarati
Updated: November 11, 2019, 3:57 PM IST
OPINION: શિવસેનાને સમર્થન આપવા મામલે કૉંગ્રેસમાં બે કેમ્પ, સોનિયા ગાંધી અસમંજસમાં
શિવસેનાને સમર્થન આપવા વિશે સોનિયા ગાંધીએ કૉંગ્રેસ વર્કિંગ કમિટીની સાથે મીટિંગ કરી. (ફાઇલ તસવીર)

કૉંગ્રેસના કેરળ કૅમ્પના વિરોધના કારણે સોનિયા ગાંધીને નિર્ણય લેવામાં પડી રહી છે મુશ્કેલી

  • Share this:
(રાશિદ કિદવઈ)

શિવસેનાને તેની આક્રમકતા માટે ઓળખવામાં આવે છે. શિવસૈનિક દક્ષિણ ભારતીયો, માર્ક્સવાદીઓ, મુસલમાનો, બિહારીઓ અને ઉત્તર ભારતીયો વિરુદ્ધ હિંસક પ્રદર્શન અને ઉગ્ર વર્તન માટે જાણીતા છે. પરંતુ, બદલાતા રાજકીય સમીકરણોની વચ્ચે શિવસેના-એનસીપીના સંભવિત ગઠબંધનને મહારાષ્ટ્રમાં એક સાંઠગાંઠની સરકાર બનવા તરફ પ્રેરિત કરી રહી છે. જોકે, આ મામલે હજુ વાતચીત અને બેઠકો ચાલી રહી છે. પરંતુ, રાજકીય રીતે એવી પ્રબળ ચર્ચા છે કે કૉંગ્રેસ શિવસેના-એનસીપી ગઠબંધનને સમર્થન આપી શકે છે.

શિવસેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જન સંઘ, હિન્દુ મહાસભા અને વિશ્વ હિન્દુ પરિષદથી કોઈ સંબંધ નથી. આ સંગઠનોને મહારાષ્ટ્રમાં અનેક તોફાનો માટે જવાબદાર માનવામાં આવે છે. તેમાં 1960 બાદ થયેલા મુંબઈ તોફાનો, 1984માં થયેલા ભિવંડી તોફાનો અને 1992-93માં થયેલા મુંબઈ તોફાનો સામેલ છે.

શિવસેના પોતાના કટ્ટરપંથી ઉદ્દેશ્યો અને કટ્ટરપંથી હિન્દુત્વ વિચારધારાનું હંમેશાથી હિમાયતી રહ્યું છે. શિવસેનાના અતીતના આ પાસાથી કૉંગ્રેસના નેતૃત્વને ભારે અસુવિધા થઈ રહી છે, કૉંગ્રેસમાં એ.કે. એન્ટની અને કે. વેણુગોપાલની કેરળની લૉબી સોનિયા ગાંધીને તેને લઈને આગાહી પણ કરતી આવી રહી છે. એવામાં કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી અસમંજસમાં છે, કારણ કે પાર્ટીના ધારાસભ્ય શિવસેના-એનસીપીની સંભવિત ગઠબંધનવાળી સરકારનો હિસ્સો બનવા માંગે છે. બીજી તરફ, કેરળની લૉબી એવું નથી થવા દેવા માંગતી.

બીજી તરફ, કૉંગ્રેસ ધારાસભ્યોનો મત અલગ છે. હૉર્સ ટ્રેડિંગના આશંકાની વચ્ચે કૉંગ્રેસ ધારાસભ્યોને જયપુરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો ઈચ્છે છે કે પાર્ટી-શિવસેનાની સંભવિત સરકારને બહારથી સમર્થન આપે. સાથોસાથ વિધાનસભા સ્પીકર પદ પર દાવેદારી રજૂ કરે અને મંત્રી પદના વિભાગો પર ચર્ચા કરે.

કૉંગ્રેસ ધારાસભ્યોએ પાર્ટી હાઇકમાન્ડની સામે પોતાની ઈચ્છા રજૂ કરતાં મહારાષ્ટ્રમાં શિવસેના અને બાલાસાહેબ ઠાકરેના ઉદયને પણ રેખાંકિત કર્યો છે. ધારાસભ્યો મુજબ, આ કહાણી તેના વિશે છે કે કેવી રીતે કૉંગ્રેસે ક્ષેત્રીય પાર્ટીઓનો સામનો કરવા ક્ષેત્રીય નેતાઓને ઉશ્કેર્યા. બાલાસાહેર ઠાકરે અને તેમની પાર્ટીને મોરારજી દેસાઈ, કૃષ્ણા મેનન અને અન્ય રાજનેતાઓને 'ફિક્સ' કરવા માટે ઉપયોગ કર્યો.બાલાસાહેર ઠાકરેની આત્મકથા - હિન્દુ હૃદય સમ્રાટ (Hindu Hriday Samrat: How The Shiv sena Changed Mumbai Forerver)માં લેખિકા સુજાતા આનંદે વિસ્તૃત રીતે જણાવ્યું કે, શિવસેનાને વસંત સેના કેમ કહેવામાં આવતી હતી. કારણ કે, કૉંગ્રેસથી મુખ્યમંત્રી રહેલા વસંતરાવ નાયક અને વસંતદાદા પાટિલે વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં સ્થાનિક મરાઠીઓને 80 ટકા અનામત આપવાના શિવસેનાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. નાયક અને પાટિલ બંને મહરાષ્ટ્રના વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં ગુજરાતી, પારસી, સિંધી, બોહરા અને મુસ્લિમોના વધતા પ્રભાવથી ચિંતિત હતા.

પંજાબમાં 1989ના મધ્ય સુધી જનરૈલ સિંહ ભિંડારાંવાલેની જેમ બાલાસાહેબ ઠાકરે પણ એક સમયે કૉંગ્રેસના 'હિટ મેન' રહી ચૂક્યા છે. 1967માં શિવસેનાએ ચૂંટણી દરમિયાન કૉંગ્રેસની ઘણી મદદ કરી હતી. કૉંગ્રેસના અનેક જૂના નેતા જણાવે છે કે કેવી રીતે ઇમરજન્સીના સમયે શિવસેનાએ ઈન્દિરા ગાંધીની મદદ કરી હતી. 31 ઑગસ્ટ 1975માં પોતાના એક સંપાદકીયમાં બાલાસાહેબ ઠાકરેએ કહ્યુ હતું કે, 1975માં જેવી સ્થિથિત હતી, તેમાં ઇમરજન્સી લાદવા સિવાય કોઈ રસ્તો નહોતો. આવી જ રીતે 1980ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને ધ્યાનમાં રાખતા પોતાના એક પણ ઉમેદવાર નહોતા ઉતાર્યા.

જ્યારે 17 નવેમ્બર 2012ના રોજ બાલાસાહેબ ઠાકરેનું નિધન થયું ત્યારે કૉંગ્રેસ-એનસીપી સરકારે રાજકીય સન્માનથી તેમને અંતિમ વિદાય આપી હતી. આમ તો, રાજકીય રીતે અંતિમ વિદાય માત્ર તેમને જ આપવામાં આવે છે, જે કોઈ બંધારણીય પદ પર રહ્યા હોય. પરંતુ, મહારાષ્ટ્રના તત્કાલીન સીએમ પૃથ્વીરાજ ચવ્હાણે બાલાસાહેબ માટે રાજકીય રીતે અંતિમ વિદાય આપવાની જાહેરાત કરી હતી. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, કૉંગ્રેસે જનભાવનાઓને ધ્યાનમાં રાખીને આવું કર્યું.

જોકે, હવે ચવ્હાણ ફરીથી મહારાષ્ટ્રની રાજનીતિમાં સક્રિય થઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો શિવસેનાને કૉંગ્રેસ સમર્થન આપે છે, તો પૃથ્વીરાજ ચવ્હાણ વિધાનસભા સ્પીકર બનવા માટે સૌથી યોગ્ય છે. હાલ શિવસેનાને સમર્થન આપવામાં આવે કે નહીં, તેનો અંતિમ નિર્ણય સોનિયા ગાંધીને જ લેવાનો છે અને તે પણ બેતરફી દબાણની વચ્ચે.

(લેખક ઑબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશનના વિજિટિંગ ફૅલો છે. આ તેમના અંગત વિચાર છે.)

આ પણ વાંચો, શિવસેના NDAથી છેડો ફાડશે, સાંસદ અરવિંદ સાવંત કેન્દ્રીય મંત્રીપદ છોડશે
First published: November 11, 2019, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading