પોતાના વૈચારિક અન્નદાતા માટે પ્રોક્સી વોર લડી રહ્યા છે આ આંદોલનકારી

તસવીર - Reuters

ઇતિહાસ સાક્ષી છે કે ચીને 1962માં ભારત પર હુમલો કર્યો હતો તે સમયે વામપંથીઓનો એક મોટો વર્ગ પોતાના દેશના સ્થાને દુશ્મનના સમર્થનમાં ઉભા થયા હતા. ખેડૂતોના ખભા પર બંદૂક રાખીને આંદોલનની આગ ભડકાવવાનો પ્રયત્ન કરી રહેલા નક્સલી વિચારો વાળી આ જમાત ફરીથી તે કામ કરી રહી છે જેનાથી દેશના સૌથી મોટા દુશ્મન ચીનને મજા આવે

 • Share this:
  બ્રજેશ કુમાર સિંહ

  સરદાર પટેલને ભારતીય રાજનીતિના સૌથી દૂરદર્શી વ્યક્તિત્વ માનવામાં આવે છે. સરદાર પોતાની દ્રઢ ઇચ્છાશક્તિ માટે ઓળખાતા હતા. ભવિષ્યને સ્પષ્ટ રીતે જોવાની ક્ષમતા પણ હતી. તેમના વ્યક્તિત્વની આ ખાસિયતના બળ પર તેમણે 550થી વધારે દેશી રજવાડાને ભારતમાં વિલય કરાવવામાં સફળતા મેળવી હતી. ચીનથી ભારતને સતર્ક રહેવાની પણ સલાહ આપી હતી.

  સરદારના અવસાનના સાત દશક પછી પણ તેમની ચેતવણી પહેલાથી વધારે પ્રાસંગિક છે. દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુએ સરદારની સલાહ પર ધ્યાન ના આપવાની કિંમત 1962માં દેશની સૌથી શરમજનક હારથી ચુકાવવી પડી હતી. તે પણ તે ચીનના હાથે જેના નેતૃત્વ સાથે તે હિન્દી-ચીની ભાઇ-ભાઈના નારા લગાવતા હતા. સરદારે પોતાના અવસાન પહેલા 1950માં નહેરુને લાંબો પત્ર લખીને ચીનના મામલામાં ચેતવ્યા હતા. જોકે તે સલાહ પર નહેરુએ ધ્યાન ન આપવાની કિંમત સ્વતંત્ર ભારતે કોઈ દુશ્મન સાથે પ્રથમ અને અંતિમ વખત હાર તરીકે ચુકાવી હતી.

  સમય આવી ગયો છે જ્યારે દેશ સરદારની બાકી સલાહો ઉપર પણ ધ્યાન આપે. સરદારે દેશમાં વામપંથીઓની વિધ્વંસક પ્રવૃતિઓ વિશે પણ ચેતવ્યા હતા. સરદારના જીવનકાળમાં આઝાદીના તરત પછી તેલંગાણાના વિસ્તારમાં વર્ગ સંઘર્ષના નામ પર વામપંથીઓ અસ્થિરતા ઉભી કરવામાં લાગ્યા હતા. વામમંથીઓ વિશે સરદારને સારી રીતે અંદાજો હતો. તેથી તેમણે મજબૂતી સાથે તે આંદોલનને કચડી નાખ્યું હતું. વામપંથીઓની ગતિવિધિઓ અને દેશ વિરોધી પ્રવૃતિ વિશે દેશને પણ અંદાજો થયો જ્યારે 1962માં ચીન સાથેની લડાઇ થઈ હતી. વામપંથીઓનો એક વર્ગ દુશ્મન દેશ ચીનને પોતાનું ખુલ્લુ સમર્થન આપવામાં લાગી ગયા હતા. એટલું ખુલ્લુ સમર્થન કે ચીનનો ઝંડો ઉઠાવતા ઉઠાવતા આખી પાર્ટી અસ્તિત્વમાં આવી ગઈ. સીપીઆઈએમ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી), જુની સીપીઆઈથી નાતો તોડીને.

  ખેડૂતોના વર્તમાન આંદોલનમાં આ સીપીએમની આગેવાનીમાં વામપંથીઓનું ઝુંડ પોતાની રોટલી સેકવામાં લાગ્યું છે. આ આંદોલનને બહાને રાજધાની દિલ્હી સહિત દેશને અસ્થિર કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ખુન્નસ વધારે એટલા માટે પણ છે કારણ કે રાજસત્તાનું પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ સુખ હાથમાંથી નીકળી રહ્યું છે. એક પછી એક વામપંથી કિલ્લા પડી રહ્યા છે. ક્યારેક પશ્ચિમ બંગાળમાં બે દેશકથી પણ વધારે સમય સુધી સતત શાસન કરનાર વામપંથી પાર્ટીઓ આજે ત્યાં લડાઇથી બહાર છે જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્રિપુરામાં પણ ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ખરાબ રીતે પરાજય થયો હતો. જ્યાં માણેક સરકારની આગેવાનીમાં વામપંથીઓએ ઘણા દશક સુધી શાસન કર્યું હતું. ક્યારેક કોંગ્રેસના વિરોધના નામે રાજનીતિ કરનાર વામપંથીઓ સુવિધાના હિસાબે તેમની સાથે મળીને સત્તાની મલાઇ ચાખી હતી. પાછલું ઉદાહરણ યૂપીએ શાસનનું છે જ્યારે 2004થી 2009 વચ્ચે વામપંથીઓના ઇશારા પર મનમોહન સિંહની સરકાર કઠપુતળી તરીકે નાચી રહી હતી.

  જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલી ગઈ છે. ખાસ કરીને 2014થી, જ્યારથી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપીની સરકાર કેન્દ્રમાં છે. જે સંસ્થાન દશકો સુધી વામપંથીઓના મજબૂત અડ્ડા બની રહ્યા હતા ત્યાંથી મોદી સરકારે તેમને બહાર કરવાનું શરૂ કરી દીધું છે. આ સ્થિતિ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીથી લઈને આઈસીસીઆર સુધી, દરેક સ્થાને છે. આ જ કારણે વામપંથી બેચેનીનો અનુભવ કરી રહ્યા છે અને મોદી સરકાર પર સતત હુમલો કરવાની ફિરાકમાં રહે છે. પરેશાની એ છે કે મોદી તેમને તક પણ આપતા નથી. મોદી સરકાર કેન્દ્રમાં પોતાના બળે આવેલી રાઇટ વિંગની પ્રથમ સરકાર છે પણ આ સરકારના નિર્ણયો અને નીતિયોના કેન્દ્રમાં તે ગરીબ, પછાત અને શોષિત છે જેમને લેફ્ટ પોતાનો સ્થાયી વોટ બેંક માનતો રહ્યો છે અને આ બેંકના લુટાઇ જવાથી માતમમાં છે. કારણ કે મોદી સરકારના જમાનામાં તે આખો વર્ગ બેનેફિશિઅરી ક્લાસમાં કન્વર્ટ થઈ ગયો છે. જેનો ઘરથી લઇને ગેસ સુધીનો ફાયદો મળી રહ્યો છે. તે દરેક ચૂંટણીમાં મોદી સાથે આવી રહ્યા છે. હાલમાં બિહાર વિધાનસભા ચૂંટણી તેનું તાજું ઉદાહરણ છે.

  આ કારણથી વામપંથી જેની ભારતની માટીમાં ઓળખ નક્સલી હિંસાથી રહી છે. સતત હિંસક અને ઉગ્ર થઈ રહ્યા છે. ખેડૂતોના ખભા પર બંદુક રાખીને પોતાની હિંસક પ્રવૃતિને આગળ વધારી રહ્યા છે. આ જ કારણ છે કે ક્યાંક મોબાઇલ સેવાના ટાવર તોડવામાં આવી રહ્યા છે તો ક્યાંક દુકાનોમાં તોડફોડ પછી રસ્તા જામ. તેના બધા ભડકાઉ નિવેદન અને કરતૂતો છતા દેશમાં મોટાભાગના ખેડૂત તેમની તરફ ધ્યાન ના આપીને પોતાની ખેતી ગૃહસ્થીમાં લાગેલા છે. પંજાબના ખેડૂતો દ્વારા જ પોતાની મુરાદ પુરી કરવામાં લાગ્યા છે. પંજાબના ભોળા ખેડૂતો તેમના હાથમાં છે અને હિંસાને પુરી કરવા માટે તેમને હથિયાર તરીકે ઉપયોગ કરવામાં લાગી ગયા છે.

  (આ લેખકના અંગત વિચારો છે)
  Published by:Ashish Goyal
  First published: