પ્રદર્શનના નામ પર વ્યાવસાયિક સંપત્તિઓ નષ્ટ થતી રહેશે તો શું ભારત વિકાસ કરી શકશે?

પ્રદર્શનના નામ પર વ્યાવસાયિક સંપત્તિઓ નષ્ટ થતી રહેશે તો શું ભારત વિકાસ કરી શકશે?
(PTI Photo)

મનમાં એ પણ સવાલ ઉભો થાય કે શું વ્યાવસાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા માટે કોઈ બીજો ધ્યેય કામ કરી રહ્યો છે. તે પણ એવા સમયમાં જ્યારે ભારત પોતાની અર્થવ્યવસ્થાથી ચીનને અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે

 • Share this:
  Pathikrit Payne

  કિસાન આંદોલનના નામ પર હજારો ટેલિકોમ ટાવર (Telecom Towers) તોડવાનો ફાયદો આખરે કોને થશે? આઈફોનના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરરની ફેક્ટરીમાં હિંસાથી આખરે કોને ફાયદો થશે? તે પણ તેવા સમયમાં જ્યારે સરકાર વૈશ્વિક કંપનીઓને ચીનથી ભારતમાં પોતાનું ઉત્પાદન બેસ શિફ્ટ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. ભારતના મોટા બિઝનેસ ઘરાના સામે જાણી જોઈને ચલાવવામાં આવેલા ભ્રામક અભિયાનથી આખરે કોણ ફાયદો ઉઠાવશે? જો નિવેશકોનો ભારતમાં વિશ્વાસ તુટશે તો આખરે ફાયદો કોને થશે?  રિલાયન્સની ઐતિહાસિક જાહેરાત

  આવો એક નજર કરીએ નાખીએ. ઓક્ટોબર 2020માં રિલાયન્સે જાહેરાત કરી હતી કે ચિપ મેકર Qualcomm સાથે કોલેબરેશન કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં મુકેશ અંબાણીએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં જાહેરાત કરી કે રિલાયન્સ જિયો 2021ના બીજા ક્વાર્ટરમાં 5G લોન્ચ કરશે. ભારતના મોબાઇલ ફોનના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે કે જ્યારે કોઈ ભારતીય કંપનીએ એક યુગની જાહેરાત કરી હતી. આ પછી ભારતને નેટવર્ક ડેવલપમેન્ટ દ્વારા ચીની ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર રહેવું પડશે નહીં. વાસ્તવિકતામાં ભારત માટે આ ગર્વનો ક્ષણ હતો.

  મહામારી વચ્ચે વૈશ્વિક આર્થિક સંકટમાં જિયોમાં થયું સૌથી મોટું રોકાણ

  કોરોના મહામારીની ભયાનકતા દરમિયાન પણ વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે રિલાયન્સ જિયોએ 25 ટકા ભાગીદારી વેચીને 1.18 લાખ કરોડનું નિવેશ કરાવ્યું. તેનાથી કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યુ 5.16 લાખ કરોડની થઈ ગઈ છે. આ હાલ કોઈપણ ભારતીય કંપનીમાં આવનાર સૌથી મોટું વિદેશી નિવેશ હતું.

  આ પહેલા પણ રિલાયન્સ જિયોએ ટેલિકોમ રેટ અને ડેટા ચાર્જેસમાં જોરદાર કમી લાવીને આખી ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી હતી. અને આ જ કારણ છે કે ઓછી આવકવાળા ભારતીય લોકો માટે પણ બ્રોડબ્રેન્ડની સુવિધાનો ઉપયોગ કરવો વધારે આસાન થઈ ગયો છે. જોકે આમ છતા એ જોઈને આશ્ચર્ય થાય છે કે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બર્બાદ કરવામાં આવી રહ્યું છે. શું રિલાયન્સ જેવી કંપનીને 5G માટે નિશાન પર લેવામાં આવી રહી છે?

  વ્યાવસાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા માટે કોનું હિત

  જેથી મનમાં એ પણ સવાલ ઉભો થાય કે શું વ્યાવસાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા માટે કોઈ બીજો ધ્યેય કામ કરી રહ્યો છે. તે પણ એવા સમયમાં જ્યારે ભારત પોતાની અર્થવ્યવસ્થાથી ચીનને અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. દેશ પ્રયત્ન કરી રહ્યો છે કે અર્થવ્યવસ્થાની ઝડપ ડબલમાં થાય જેથી દેશ ટ્રિલિયન ડોલરને ઇકોનોમી ક્લબનો ભાગ બનાવી શકે.

  બધા રાજનીતિક પાર્ટીઓએ ટિકા કરવી જોઈએ

  આવા સમયમાં જ્યારે વિશ્વ નવા ઉદ્યમીઓનું જોરદાર સન્માન કરી રહ્યું છે. સાથે તેમણે ભારતના કેટલાક મોટા ઉદ્યમીઓ અને વ્યાવસાયિક ઘરાનોને માન્યતા આપવાનું શરૂ કર્યું છે. તે પણ તેવા ઉદ્યોગપતિ જે ઘણા સામાન્ય પરિવેશથી પોતાની શરૂઆત કરી હતી અને ભારતને આર્થિક શક્તિ બનાવવામાં મદદ કરી છે. આવામાં ભારતીય ઉદ્યોગપતિઓને નિશાન પર લેવો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ કરવાની બધા રાજનીતિક પાર્ટીઓએ ટિકા કરવી જોઈએ. તે પછી કોઈપણ વિચારધારા સાથે સંબંધ રાખતો હોય.

  (આ લેખકના અંગત વિચારો છે)
  Published by:Ashish Goyal
  First published:December 30, 2020, 21:35 pm

  ટૉપ ન્યૂઝ