કારગિલ વિજય દિવસને આજે 20 વર્ષ પૂરા થઈ ગયા છે. 26 જુલાઈ 1999ના રોજ કારગિલ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો, ત્યારબાદ દર વર્ષે 26 જુલાઈને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલ વિજય દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સશસ્ત્ર દળોની વીરતાનું સ્મરણ કતરાં યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી સપૂતોને નમન કર્યા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પર લખ્યું કે, કારગિલ વિજય દિવસ, આપણા કૃતજ્ઞ રાષ્ટ્ર માટે 1999માં કારગિલની ચોટીઓ પર પોતાના સશસ્ત્ર દળોની વીરતાનું સ્મરણ કરવાનો દિવસ છે. આપણે આ અવસરે ભારતની રક્ષા કરનારા યોદ્ધાઓના ધૈર્ય તથા શૌર્યને નમન કરીએ છીએ. આપણે તમામ શહીદો પ્રત્યે આજીવન ઋણી રહીશું. જય હિન્દ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅ લખ્યું કે, 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મને કારગિલ જવાની તક મળી હતી. ત્યાં મેં વીર જવાનોની એકજૂથતાને જોઈ. તે સમયે હું જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં પાર્ટી માટે કામ કરી રહ્યો હતો. કારગિલનો આ પ્રવાસ અને સૈનિકો સાથે વાતચીત ક્યારેય નહીં ભૂલી શકું.
આ પણ વાંચો, આર્મી ચીફ રાવતની પાક.ને ચેતવણી, આતંકીઓની મદદ કરી તો થશે કાર્યવાહી
વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાને પાર કરી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચોટીઓ પર કબજો કરી લીધો હોત. ત્યારબાદ ભારતે ઓપરેશન વિજય હાથ ધરી તેમને પાછળ ધકેલી દીધા હતા.
કારગિલમાં 527 ભારતીય સૈનિક શહીદ થયા હતા. લગભગ 1363 ઘાયલ થયા હતા. આ યુદ્ધમાં પાકિસ્તાનના લગભગ 300 જવાન માર્યા ગયા હતા.
નોંધનીય છે કે, કારગિલ યુદ્ધની જીતની જાહેરાત તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 14 જુલાઈએ કરી હતી, પરંતુ ઓફિશિયલ રીતે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો, હવે તમે પણ પાકિસ્તાનનું લડાકૂ વિમાન F-16 તોડી શકશો!