વિધાનસભામાં જ બીજેપીના ધારાસભ્યે ગુમાવ્યો પિત્તો, આ નેતાને ગણાવી દીધા 'આતંકવાદી'

News18 Gujarati
Updated: August 6, 2018, 6:17 PM IST
વિધાનસભામાં જ બીજેપીના ધારાસભ્યે ગુમાવ્યો પિત્તો, આ નેતાને ગણાવી દીધા 'આતંકવાદી'
વિધાનસભામાં આપત્તિજનક શબ્દ બોલતા ઓપી શર્મા

બીજેપી ધારાસભ્ય ઓપી શર્માએ વિધાનસભામાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને આતંકવાદી કહી દીધું.

  • Share this:
બીજેપી ધારાસભ્ય ઓપી શર્માએ વિધાનસભામાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને આતંકવાદી કહી દીધું. તેમને દિલ્હી વિધાનસભામાં ચર્ચા દરમિયાન કેટલાક આપત્તિજનક શબ્દ કહ્યાં.

વિશ્વાસ નગર વિધાનસભાથી બીજેપી ધારાસભ્ય શર્મા સંસદમાં વિજળી-પાણી અને નાળાની સમસ્યા પર બોલી રહ્યાં હતા. જ્યારે આના પર અમનતુતુલ્લા ખાને અચાનક ટોકવાનું શરૂ કર્યું તો ઓપી શર્માએ અમાનતને કહ્યું કે, આતંકવાદીની જેમ વાત ના કરો. તેમને ઘણી વખતે આ વાતને રિપિટ કરી અને તે પછી સંસદથી બહાર ચાલ્યા ગયા. વિધાનસભામાં તેમના આ નિવેદનથી હંગામો મચી ગયો હતો.

સ્પીકરે આ શબ્દોને વિલોપિત (કાઢી નાંખવા માટે) કરવા માટે વિશેષાધિકાર કમિટી પાસે મોકલી દીધા છે.આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર એક વીડિયો શરે કરતાં લખ્યું, 'આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને સંસદમાં આતંકવાદી કહેવામાં આવ્યા. શું બીજેપી આવી નાની વિચારસરણી સાથે ન્યૂ ઈન્ડિયા બનાવશે?'

આ મામલામાં ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું, "દૂર્ભાગ્યવશ આ દેશમાં અને અહી વિપક્ષમાં એવા લોકો બેઠા છે જે વાતને અહી સુધા લાવવા માંગે છે કે મુસ્લિમોનો અર્થ આતંકવાદી જ હોય છે. આ ગૃહમાં સહન થશે નહી અને બીજેપી ધારાસભ્યને આના પર આખા દેશ પાસે માફી માંગવી જોઈએ. "
First published: August 6, 2018, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading