Home /News /national-international /

ડિસેમ્બરમાં ચાર રાજ્યો સહિત લોકસભાની ચૂંટણી કરાવવા ચૂંટણી પંચ સક્ષમ

ડિસેમ્બરમાં ચાર રાજ્યો સહિત લોકસભાની ચૂંટણી કરાવવા ચૂંટણી પંચ સક્ષમ

મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવત, ફાઈલ ફોટો

થોડાં સમય પહેલા ઓપી રાવતે કહ્યું હતું કે, વર્તમાન સમયની સ્થિતિને જોતાં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરવી લગભગ અશ્કય છે.

    મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવત આગામી લોકસભાની ચૂંટણી માટે અવનવા નિવેદનો આપી રહ્યા છે. હવે ઓપી રાવતે કહ્યું કે, જો લોકસભાની ચૂંટણીને વહેલી કરવામાં આવે તો ચૂંટણી પંચ લોકસભા અને 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં એક સાથે કરવવા માટે સક્ષમ છે. બુધવારે તેમને કહ્યું કે, આ બંને ચૂંટણી માટે દેશમાં 17.5 લાખ માંથી 1.5 લાખ VVPAT મશીન નવેમ્બરના અંત સુધીમાં મળી જશે.

    થોડાં સમય પહેલા ઓપી રાવતે કહ્યું હતું કે, વર્તમાન સમયની સ્થિતિને જોતાં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરવી લગભગ અશ્કય છે. રાવતે આ ટિપ્પણી એવા સમયે આપી હતી જ્યારે લોકસભાની ચૂંટણીને મધ્યપ્રદેશ છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણી સાથે ડિસેમ્બરમાં કરાવવાની વાત કરવામાં આવી રહી હતી. અને તેના માટે મુખ્ય ચૂંટણી પંચ તૈયાર છે કે નહીં તેમ તેમને પૂછવામાં આવ્યું હતું. જ્યારે રાવતે કહ્યું હતું, કોઈ મુશ્કેલી નથી. જેના પછી આગામી લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે 2019ના બદલે નવેમ્બર-ડિસેમ્બર 2018માં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાની વાત સામે આવી હતી.

    ઉલ્લેખનિય છે કે, ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો કાર્યકાળ ડિસેમ્બરથી નવેમ્બરના મધ્યસુધીમાં સમાપ્ત થઈ રહ્યો છે. હાલમાં જ્યારે મુખ્ય ચૂંટણી પંચને પૂછવામાં આવ્યું કે શું ડિસેમ્બર સુધીમાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભાની ચૂંટણી કરવા માટે તમામ તૈયારી થઈ જશે ? જેના જવાબમાં કહેવામાં આવ્યું કે, નવા EVM સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે, જ્યારે VVPAT નવેમ્બરના અંત સુધીમાં તૈયાર થઈ જશે. જેના કારણે ચૂંટણી કરાવવા માટે કોઈ જ મુશ્કેલી નથી.

    તેમને કહ્યું કે, 17.5 લાખ VVPAT મશીનમાંથી 16 લાખ મશીન તૈયાર થઈ જશે. બાકી 1.50 લાખ VVPAT મશીનોને આગામી નવેમ્બર સુધીમાં મળી જશે. પરંતુ આ તમામ મશીનોની પ્રાથમિક તપાસ જરૂરી છે. જેના માટે થોડો સમય લાગી શકે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Assembly elections, Lok sabha polls, Op rawat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन