Home /News /national-international /

લગ્નની ઉંમર નક્કી કરવાના બિલની તપાસ કરતી પેનલના 31 સભ્યોમાં માત્ર એક જ મહિલાનો સમાવેશ

લગ્નની ઉંમર નક્કી કરવાના બિલની તપાસ કરતી પેનલના 31 સભ્યોમાં માત્ર એક જ મહિલાનો સમાવેશ

આ બિલમાં લગ્નની કાયદેસર ઉંમર 18 થી વધારીને 21 કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

Woman Marriage Legal Age: ભાજપના વરિષ્ઠ નેતા વિનય સહસ્રબુદ્ધેની આગેવાની હેઠળની સંસદની સ્થાયી સમિતિના સભ્યોની યાદી રાજ્યસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ મુજબ, સમિતિના 31 સભ્યોમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ સુષ્મિતા દેવ એકમાત્ર મહિલા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સંસદની આ સમિતિના 31 સભ્યોમાંથી માત્ર એક મહિલા સંસદસભ્ય છે જેને એક સીમાચિહ્ન ખરડાની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જેમાં મહિલાઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર (Legal age of marriage for women)વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. બાળ લગ્ન (Child marriage) નિષેધ (સુધારા) બિલની સમાજ પર, ખાસ કરીને મહિલાઓ પર વ્યાપક અસર પડશે. સંસદના શિયાળુ સત્ર (Winter Session of Parliament)દરમિયાન આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેને શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત અંગેની સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા લાવવામાં આવેલા આ બિલમાં લગ્નની કાયદેસર ઉંમર 18 થી વધારીને 21 કરવાનો પ્રસ્તાવ છે.

    ભાજપના વરિષ્ઠ નેતા વિનય સહસ્રબુદ્ધેની આગેવાની હેઠળની સંસદની સ્થાયી સમિતિના સભ્યોની યાદી રાજ્યસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ મુજબ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ સુષ્મિતા દેવ સમિતિના 31 સભ્યોમાં એકમાત્ર મહિલા છે. જ્યારે દેવનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સમિતિમાં વધુ મહિલા સાંસદો હોત તો સારું થાત. દેવે પીટીઆઈને કહ્યું, "હું ઈચ્છું છું કે સમિતિમાં વધુ મહિલા સાંસદો હોય, પરંતુ અમે ખાતરી કરીશું કે તમામ સ્ટેકહોલ્ડર જૂથોને સાંભળવામાં આવે."

    આ સમિતિમાં વધુ મહિલા હોવી જોઈએ

    સમાન લાગણી વ્યક્ત કરતા, NCP સાંસદ સુપ્રિયા સુલે, જેમણે સંસદમાં મહિલા-કેન્દ્રિત મુદ્દાઓ ઉઠાવ્યા છે, જણાવ્યું હતું કે સમિતિમાં વધુ મહિલા સાંસદો હોવા જોઈએ જે મહિલાઓને લગતા મુદ્દાઓ પર વિચારણા કરશે. જો કે, અધ્યક્ષને સમિતિમાં વ્યક્તિઓને આમંત્રિત કરવાનો અધિકાર છે, એમ તેમણે ઉમેર્યું. તેથી તેઓ અન્ય મહિલા સાંસદોને વધુ સમાવિષ્ટ અને વ્યાપક ચર્ચા માટે આમંત્રિત કરી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

    આ પણ વાંચો: ઓમિક્રોનનો ખતરો: બાળકોની ઈમ્યૂનિટી આ રીતે કરો મજબૂત, આ છે આયુર્વેદિક ઉપાય

    વિભાગ-સંબંધિત સ્થાયી સમિતિઓ કાયમી હોય છે, જ્યારે વિવિધ મંત્રાલયોના બિલ અને સંબંધિત વિષયો માટે સમયાંતરે સંયુક્ત અને પસંદગી સમિતિઓની રચના કરવામાં આવે છે. આ સમિતિઓની રચના લોકસભા અને રાજ્યસભા બંને દ્વારા કરવામાં આવે છે. શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત પર સંસદની સ્થાયી સમિતિ એ રાજ્યસભા દ્વારા સંચાલિત સમિતિ છે. લોકસભા દ્વારા રચાયેલી સમિતિઓમાં નીચલા ગૃહ કરતાં વધુ સભ્યો હોય છે, જ્યારે રાજ્યસભા દ્વારા રચાયેલી સમિતિઓમાં ઉપલા ગૃહ કરતાં વધુ પ્રતિનિધિત્વ હોય છે. પક્ષો ગૃહમાં તેમના સભ્યોની સંખ્યાના આધારે સભ્યોને નોમિનેટ કરે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Lok sabha polls, Marriage, Parliament

    આગામી સમાચાર