Home /News /national-international /વુહાનની લેબમાં માત્ર એક વિદેશી વૈજ્ઞાનિક હતા કાર્યરત, કહ્યું- 'મને હજી સુધી કોરોના નથી થયો'

વુહાનની લેબમાં માત્ર એક વિદેશી વૈજ્ઞાનિક હતા કાર્યરત, કહ્યું- 'મને હજી સુધી કોરોના નથી થયો'

વુહાન લેબ

જો કોઈ વૈજ્ઞાનિક કોરોના વાયરસથી સંક્રમિત હોય તો એન્ડરસનને કોરોના થવાની સંભાવના હતી, પરંતુ એન્ડરસનનો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

  વિશ્વભરમાં અનેક લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 40 લાખથી વધુ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોવાના કારણે સમગ્ર વિશ્વના લોકો માટે કોરોના એક સામાન્ય શબ્દ બની ગયો છે. કોરોનાની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કોરોના વાયરસનો સૌથી પહેલો કેસ વુહાનના ફૂડ માર્કેટમાંથી આવ્યો હતો, ત્યારબાદ તે સ્થળ બીમારીનું મુખ્ય કેન્દ્ર બની ગયું. ધીરે ધીરે આ બીમારી એશિયન દેશોમાં ફેલાવા લાગી અને ત્યાર બાદ પશ્ચિમ દેશોમાં ફેલાવા લાગી. માત્ર એક વર્ષમાં કોરોનાના 112 મિલિયન કેસ સામે આવ્યા અને 2.49 મિલિયન લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા. સમગ્ર વિશ્વ આ મહામારીનો સામનો કરી રહ્યું છે, સમગ્ર વિશ્વમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને કોરોનાની બીજી, ત્રીજી અને ચોથી લહેરથી બચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોનાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  ફેબ્રુઆરીની શરૂઆતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તપાસકર્તાઓની ટીમે ચીનના વુહાનમાં આવેલી લેબોરેટરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કોવિડ-19ની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગે જાણકારી માંગી હતી. કહેવાય છે કે, વુહાનની લેબોરેટરીમાં કોરોના વાયરસની ઉત્પત્તિ થઈ હતી. જેના કારણે વર્ષ 2019માં શહેરમાં કોરોના ફાટી નીકળ્યો હતો.

  Live video: પાલનપુરની મહિલાએ વોશિંગ મશીન ખોલ્યું તો એકદમ ડરી ગઇ, રેસ્ક્યૂ ટીમે બે કલાકની જહેમતે ચાર સાપ કાઢ્યા

  WHOની તપાસકર્તાઓની ટીમે કમ્યુનિસ્ટ પાર્ટીએ કરેલા દાવાઓનું સમર્થન કર્યું છે કે ‘કોલ્ડ ચેઈન પ્રોડક્ટ્સ’ જેમ કે, ઓસ્ટ્રેલિયન બીફ આ બીમારી ફેલાવવાનું કારણ હોઈ શકે છે. WHOની તપાસકર્તાઓની ટીમના નેતા પીટર એમ્બેરકે જણાવ્યું કે, આ વાયરસ ક્યાંથી આવ્યો તે અંગે સ્ટડી કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક લેબોરેટરીમાં વાયરસની ઉત્પત્તિ થવી તે વાત અયોગ્ય છે. પીટરે કહ્યું કે, આ થિયરીમાં અન્ય કોઈ સ્ટડીનો ઉપયોગ ન થવો જોઈએ.

  કોવિડ-19ના કેસ સામે આવ્યા તે પહેલા ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ડેનિયલ એન્ડરસન આ લેબોરેટરીમાં કામ કરતા હતા. આ લેબોરેટરીમાં વાયરસની ઉત્પત્તિ થઈ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. એન્ડરસન એકમાત્ર વિદેશી વેજ્ઞાનિક હતા કે જેઓ આ વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી BSL-4 લેબમાં કાર્ય કરી રહ્યા હતા. વર્ષ 2019માં આ લેબોરેટરીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો.

  કોસંબા: માત્ર 13 મિનિટમાં એટીએમ તોડીને 8.68 લાખની ચોરી કરી ભાગ્યા, પણ થોડી જ દૂર કારમાં પડ્યું પંકચર

  એન્ડરસને બ્લૂમબર્ગને નિવેદન આપતા જણાવ્યું હતું કે, “આ લેબોરેટરી અન્ય લેબોરેટરીની જેમ કાર્ય કરી રહી હતી. તેમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ બાબત સામે આવી નથી. જ્યારે વાયરસ ફેલાવા લાગ્યો, ત્યારે એન્ડરસન વુહાનમાં ઉપસ્થિત હતા. તેઓ નિયમિત લેબોરેટરીની મુલાકાત લેતા હતા, તેથી તેઓ રિસર્ચ સેન્ટરમાં કામ કરતા લોકો સાથે હળી મળી ગયા હતા. તેઓ ચાઈનીઝ એકેડમી ઓફ વિજ્ઞાનના એક ગૃપનો પણ એક ભાગ હતા. એન્ડરસને જણાવ્યું કે તે નિયમિતરૂપે તેની સાથે કરતા લોકો સાથે સંપર્કમાં હતા. અમે ડિનર અને લંચ પણ સાથે કર્યું હતું.”

  જો કોઈ વૈજ્ઞાનિક કોરોના વાયરસથી સંક્રમિત હોય તો એન્ડરસનને કોરોના થવાની સંભાવના હતી, પરંતુ એન્ડરસનનો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એન્ડરસને જણાવ્યું કે,“જો અન્ય લોકો બીમાર હોય તો કદાચ હું પણ બીમાર થઈ હોત. સિંગાપોરમાં વેક્સીન લીધા પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારે મને કોરોના નહોતો થયો અને મને આજ સુધી કોરોના થયો નથી.”

  એન્ડરસને વધુ માહિતી આપતા વૈજ્ઞાનિકોની અરુચિ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, “વૈજ્ઞાનિકોને ગોસિપમાં વધુ રસ હતો. મને લેબોરેટરીમાં કોઈપણ પ્રકારનું અજૂગતુ જોવા મળ્યું નહોતું. જે મને કોઈ બાબત અંગે વિચારવા પર મજબૂર કરે.”

  એન્ડરસને જણાવ્યું કે આ વાયરસ જાણીજોઈને કોઈને સંક્રમિત કરવા માટે નથી બનાવવામાં આવ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે જો આ વાયરસ અંગે પુરાવા પ્રાપ્ત કરવામાં આવે છે તો વાયરસને કાબૂમાં લાવી શકાય છે.

  ઓક્ટોબરમાં ચીને દાવો કર્યો કે 2019માં SARS-CoV2 દુનિયાના અનેક ભાગોમાં ફેલાયો હતો. આ પરિસ્થિતિમાં ચીન માત્ર એક એવો દેશ હતો કે જેણે આ અંગે રિપોર્ટ રજૂ કર્યો અને કાર્યવાહી કરી. વુહાનની લેબોરેટરીમાં વાયરસની ઉત્પત્તિ થઈ હતી તે દાવાને ચીને નકાર્યો હતો.
  " isDesktop="true" id="1109371" >

  આ બાબતથી તમામ વૈજ્ઞાનિક સહમત નથી. મે મહિનામાં એક સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલ એક પેપરમાં 18 વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, “ભવિષ્યમાં આ મહામારીની અસરને ઓછી કરવા માટે વાયરસની કેવી રીતે થઈ તે જાણવું જરૂરી છે.”
  First published:

  Tags: Coronavirus, COVID-19, Scientist, Wuhan Institute, ચીન