Home /News /national-international /

મોદીના 'મિશન શક્તિ'ના એલાન પર ચિદંબરમે કહ્યું- મૂર્ખ સરકાર જ કરે છે ડિફેન્સ સિક્રેટનો ખુલાસો

મોદીના 'મિશન શક્તિ'ના એલાન પર ચિદંબરમે કહ્યું- મૂર્ખ સરકાર જ કરે છે ડિફેન્સ સિક્રેટનો ખુલાસો

પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમ (ફાઇલ ફોટો)

પી ચિદંબરમે ટ્વિટ કરીને કહ્યું કે, ઇલેક્શન કેમ્પનની વચ્ચે આવી ઘોષણા કેમ કરવામાં આવી?

    કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમે મિશન શક્તિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એલાનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. મોદી સરકારને મૂર્ખ કરાર કરતાં ચિદંબરમે કહ્યું કે માત્ર મૂર્ખ સરકાર જ ડિફેન્સ સિક્રેટનો ખુલાસો કરે છે. કારણ કે, એક સક્ષમ અને સમજ ધરાવતી સરકાર ક્યારેય નથી ઈચ્છતી કે તેના ડિફેન્સ સિક્રેટ સૌની સામે આવે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ શનિવારે ટ્વિટર દ્વારા આ વાત કહી.

    ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ બુધવારે એલાન કર્યું કે ભારતે અંતરિક્ષમાં એન્ટી સેટેલાઇટ મિસાઇલથી એક લાઇવ સેટેલાઇટને હિટ કરતાં પોતાનું નામ અંતરિક્ષ મહાશક્તિ તરીકે નોંધાવી દીધું છે. આ રીતે ભારત એવી ક્ષમતા ધરાવતો દુનિયાનો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીનની પાસે આવી ક્ષમતા હતી.

    ચિદંબરમે ટ્વિટ કરીને કહ્યું કે, ઇલેક્શન કેમ્પનની વચ્ચે આવી ઘોષણા કેમ કરવામાં આવી? એવું કરીને પીએમે બીજેપી માટે રાજકીય માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો.

    આ પણ વાંચો, PM મોદીને ECની ક્લિન ચીટ, કહ્યું - મિશન શક્તિની જાહેરાત આચાર સંહિતાનો ભંગ નહીં

    ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે પીએમ મોદીના મિશન શક્તિની ઘોષણાના સંબોધનને આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી માન્યું. પંચે કહ્યું છે કે મોદીના સંબોધનમાં કોઈ પણ પ્રકારે તેમની પાર્ટીનો પ્રચાર નથી કર્યો. ન તો તેમણે પોતાના સંબોધનમાં વોટની અપીલ કરી. જેથી આ આચારસંહિતાનું ઉલ્લંઘન નથી. જોકે, પંચે એમ પણ કહ્યું કે પીએમઓએ વડાપ્રધાનની આ જાહેરાત પહેલા મંજૂરી નહોતી લીધી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: All india congress committee, Chidambaram, Loksabha elections 2019, અમિત શાહ, નરેન્દ્ર મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन