અમરનાથ યાત્રા માટે રોજ 500 યાત્રિકોને મળશે મંજૂરી, આરતીનું થશે લાઇવ ટેલિકાસ્ટ

News18 Gujarati
Updated: July 5, 2020, 8:09 AM IST
અમરનાથ યાત્રા માટે રોજ 500 યાત્રિકોને મળશે મંજૂરી, આરતીનું થશે લાઇવ ટેલિકાસ્ટ
સવારે 7:30થી 8:20 વાગ્યા સુધી શ્રાવણ માસમાં બાબા બર્ફાની ભોલેનાથની આરતી થશે જેનું સીધું પ્રસારણ કરવામાં આવશે

સવારે 7:30થી 8:20 વાગ્યા સુધી શ્રાવણ માસમાં બાબા બર્ફાની ભોલેનાથની આરતી થશે જેનું સીધું પ્રસારણ કરવામાં આવશે

  • Share this:
જમ્મુઃ કોરોના મહામારી (Corona Epidemic)ને ધ્યાને લઈ આગામી વાર્ષિક અમરનાથ યાત્રા (Amarnath Yatra)ને સીમિત રીતે આયોજિત કરવા પર ભાર મૂકતાં જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પ્રશાસને શનિવારે કહ્યું કે પવિત્ર ગુફા જવા માટે રોજ માત્ર 500 યાત્રિકોને મંજૂરી આપવામાં આવશે. પ્રશાસને એવું પણ કહ્યું કે અમરનાથ તીર્થયાત્રિકો ઉપર પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રવેશ દરમિયાન કરવામાં આવનારી SOP લાગુ થશે. સવારે 7:30થી 8:20 વાગ્યા સુધી શ્રાવણ માસમાં બાબા બર્ફાની ભોલેનાથની આરતી થશે. શ્રી અમરનાથ ધામથી તેનું સીધું પ્રસારણ થશે.

મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે, આ વર્ષે યાત્રા સીમિત રીતે આયોજિત કરવામાં આવશે, જેનાથી યાત્રા દરમિયાન કોવિડ-19 સંબંધી SOP પ્રક્રિયાઓનું કડકાઈથી પાલન સુનિશ્ચિત થઈ શકે. જમ્મુથી માર્ગ પરિવહનથી રોજના મહત્તમ 500 યાત્રિકોને જ જવાની મંજૂરી હશે. મુખ્ય સચિવ સુપ્રીમ કોર્ટ દ્વારા અહીં યાત્રા માટે રચવામાં આવેલી ઉપ-સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. એક અધિકૃત પ્રવક્તાએ કહ્યું કે બેઠકમાં તેઓએ તીર્થયાત્રિકોની સુરક્ષા સહિત અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી.

આ પણ વાંચો, PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી તો ટ્રમ્પે કહ્યું, Thank You My Friend

બે રસ્તાઓ પર અનંતનાગના પહલગામ અને ગંદેરબલના બાલટાલથી 42 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 23 જૂનથી શરૂ થવાની હતી, પરંતુ મહામારીના કારણે તેમાં વિલંબ થયો છે. સૂત્રો મુજબ શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ જુલાઇના અંતિમ સપ્તાહમાં આ યાત્રાને 15 દિવસની સંક્ષિપ્ત અવધિ માટે સંચાલિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ પણ વાંચો, સામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ, કરે છે આ કામ
‘યાત્રા 2020’ની તૈયારીઓની સમીક્ષા દરમિયાન મુખ્ય સચિવે કહ્યું કે કોવિડ-19 મહામારીને ધ્યાને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ રચવામાં આવેલી રાજ્ય કાર્યકારી સમિતિએ SOP જાહેર કર્યું છે અને તે મુજબ જમ્મુ-કાશ્મીર આવનારા તમામ યાત્રિકો માટે RTPCR તપાસ કરવામાં આવશે.
First published: July 5, 2020, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading