Home /News /national-international /GST ચોરી પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, આ કંપનીને મળી 21,000 કરોડની ટેક્સચોરીની નોટિસ

GST ચોરી પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, આ કંપનીને મળી 21,000 કરોડની ટેક્સચોરીની નોટિસ

આ કંપનીએ 21000 કરોડનો જીએસટી ટેક્સ ચુકવ્યો નથી

ઓનલાઈન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડને આ નોટિસ વર્ષ 2017થી 30 જૂન 2022ના સમયગાળામાં આપવામાં આવી છે. કંપની પર 21,000 કરોડ રૂપિયાનો જીએસટી નહીં ચુકવવાનો આરોપ લાગ્યો છે.

    નવી દિલ્હી: ડિરોક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈંટેજિલેંસ (DGGI)એ ઈનડાયરેક્ટ ટેક્સેશનના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી કારણ બતાઓ નોટિસ મોકલી છે. ડીજીજીઆઈએ બેંગલુરુ બેસ્ડ ઓનલાઈન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (Gameskraft Technology Private Ltd)ને 21,000 કરોડ રૂપિયાના બાકી ટેક્સની નોટિસ મોકલી છે.

    GST નહીં ચુકવવાનો આરોપ


    કંપની પર 21,000 કરોડ રૂપિયાનું જીએસટી નહીં ચુકવવાનો આરોપ છે અને આ કારણ બતાઓ નોટિસ 2017થી 30 જૂન 2022ના સમયે આપવામાં આવી છે. ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ પર કાર્ડ, કૈઝ્યૂઅલ અને Rummy Culture, Gamezy, Rummy Time જેવી ફેંટેસી ગેમ્સ દ્વારા ઓનલાઈન બેટીંગને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ડીજીજીઆઈએ બેટીંગ સાથે જોડાયેલી 77,000 કરોડ રૂપિયાની રકમ પર 28 ટકા ટેક્સ લગાવ્યો છે.

    આ પણ વાંચો: GST Rates Revised: જીએસટીના દરોમાં ફેરફાર, જાણો શું સસ્તું થયું અને શું મોંઘુ

    પૈસા દાવ પર લગાવીને બેટિંગથી જોડે છે કંપની


    ડીજીજીઆઈના એક રિપોર્ટ મુજબ ગેમ્સક્રાફ્ટ ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ પોતાના પ્લેયર્સના પૈસા દાવ પર લગાવીને બેટિંગમાં જોડે છે અને તેમને ઓનલાઈન રમતવાળા કાર્ડ ગેમ્સના પરિણામો પર બેટ લગાવાની મંજૂરી આપે છે. તપાસ દરમિયાન ડીજીજીઆઈએ જાણ્યું કે, ગેમ્સ ક્રાફ્ટ પોતાના કસ્ટમર્સને કોઈ ઈનવોયસ જાહેર નથી કરી રહી અને નકલી બેક ડેટવાલી ઈનવોયસ જમા કરાવે છે. તેનો ખુલાસો ફોરેન્સિક તપાસમાં થયો હતો. ડીજીજીઆઈએ કહ્યું કે, કંપની પોતાના ગ્રાહકોને બેટ લગાવવા માટે પ્રેરિત કરી રહી હતી. કારણ કે એક વાર વોલેટમાં પૈસા આવ્યા બાદ તેમને પાછા લેવાની કોઈ રીત નથી.


    કંપનીએ સ્પષ્ટતા કરી


    ગેમ્સક્રાફ્ટના પ્રવક્તાએ કહ્યુ કે, 'દેશની સુપ્રીમ કોર્ટે અને અલગ અલગ હાઈકોર્ટસ દ્વારા સ્કીલવાળી ગેમ્સ સંવૈધાનિક રીતે સુરક્ષિત ગતિવિધિઓ છે. રમી હોર્સ રેસિંગ, બ્રિઝ અને ફેંટેસી ગેમ્સની માફક આવી એક ઘોષિત ગેમ છે. આ પ્રકારે આ નોટિસ, દેશમાં સ્થાપિત કાનૂનની વિપરીત છે. '
    Published by:Pravin Makwana
    First published:

    Tags: GST, Income tax department

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन