ઈડીની રેડમાં કોલકાતામાંથી 17 કરોડ 32 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં ઈડી(ED)ની કાર્યવાહી ચાલુ છે. આ ક્રમમાં હવે મોબાઈલ ગેમિંગ એપ (Mobile Gaming App)ના માધ્યમથી ઠગાઈ અને મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા મામલામાં ઈડીએ કોલકાતામાં વિવિધ 6 જગ્યાઓ પર કલાકો સુધી રેડ કરી છે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ઈડી(ED)ની કાર્યવાહી ચાલુ છે. આ ક્રમમાં હવે મોબાઈલ ગેમિંગ એપ (Mobile Gaming App)ના માધ્યમથી ઠગાઈ અને મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા મામલામાં ઈડીએ કોલકાતામાં વિવિધ 6 જગ્યાઓ પર કલાકો સુધી રેડ કરી છે. આ દરમિયાન ગાર્ડેનરીચ વિસ્તારમાં નિસાર અહમદ ખાન નામના એક ટ્રાન્સપોર્ટરના ઘરેથી 17 કરોડ 32 લાખ રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે. બંગાળમાં ઈડીની રેડ સતત ચાલી રહી છે. નિસારના પુત્ર આમિર ખાન પર મોબાઈલ ગેમિંગ એપ દ્વારા ઠગાઈ કરવાનો આરોપ છે. આ મામલામાં આરોપી આમિર ખાન ફરાર છે. તેના ભાઈની ધરપકડ કર્યા પછી હાલ પૂછપરછ ચાલ રહી છે.
ચીફ મેજિસ્ટ્રેટના આદેશ પર ફરિયાદ નોંધાઈ હતી બિઝનેસમેનના મકાનના પહેલા માળના બેડરૂમમાં પલંગની નીચે પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરીને બેગમાં રૂપિયા મુકવામાં આવ્યા હતા. તેમાં મોટાભાગના 500 અને 200 રૂપિયાની નોટના બંડલ છે. નોટની સંખ્યા એટલી છે કે ગણવા માટે બેન્કમાંથી નવ મશીનો મંગાવવામાં આવ્યા હતા. ગાર્ડેનરીચ સિવાય પાર્ક સ્ટ્રીટ, મેકલિયોડ સ્ટ્રીટ અને મોમિનપુર સહિત ઘણી જગ્યાઓ પર ઈડની કલાકો સુધી રેડ ચાલી હતી. આ મામલામાં ફેડરલ બેન્ક દ્વારા શહેરની કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદના આધારે ચીફ મેજિસ્ટ્રેટેના નિર્દેશ પર મુખ્ય આરોપી આમિર ખાન અને અન્યની વિરુદ્ધ કોલકાતા પોલીસે પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે 15 ફેબ્રુઆરીએ કેસ નોંધ્યો હતો.
સિસ્ટમ અપગ્રેડેશનનું બહાનું બનાવીને એપ બંધ કરી દેવાઈ
એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આમિરે ઓનલાઈન ઠગાઈ માટે ઈ-નેગેટ્સ નામની એક મોબાઈલ ગેમ એપ લોન્ચ કરી હતી. પ્રારંભિક ધોરણે એપ યુઝર્સને રિવોર્ડ આપવામાં આવ્યો હતો અને વોલેટમાં બાકીની રકમને સીધી જ ઉપાડવાની અનુમતિ હતી. શરૂમાં લોકોનો ભરોસો જીત્યા પછી વધુ કમીશનની લાલચ આપવામાં આવી હતી. તેના પગલે મોટી સંખ્યામાં યુઝર્સે રોકાણ કર્યું. એવો આરોપ છે કે લોકો પાસેથી સારી એવી રકમ લીધા પછીથી અચાનક જ આ એપને સિસ્ટમ અપગ્રેડેશનનું બહાનું બનાવીને બંધ કરી દેવામાં આવી હતી.
અર્પિતા મુખર્જીના ઘરેથી ઈડીએ 55 કરોડનું કેશ અને સોનુ જપ્ત કર્યું હતું
તે પછીથી પ્રોફાઈલની માહિતી સહિતના ડેટાને એપના સર્વર પરથી હટાવી દેવામાં આવ્યો છે. તે પછીથી યુઝર્સને ચાલ સમજાઈ ગઈ. તપાસમાં ઈડીને માહિતી મળી છે કે ઉપરોક્ત સંસ્થા નકલી ખાતાઓનો ઉપયોગ કરી રહી હતી. છેલ્લા થોડા સમયથી ચિટફન્ડ, શિક્ષક ભરતી કોભાંડ અને પશુઓની તસ્કરીના મામલામાં ઈડી અને સીબીઆઈ બંગાળમાં સતત રેડ કરી રહી છે. આ પહેલા જુલાઈમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની ખાસ અર્પિતા મુખર્જીના ઘરેથી ઈડીએ 55 કરોડ રૂપિયાથી વધુની કેશ અને સોનુ જપ્ત કર્યું હતું.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર