Home /News /national-international /

કોંગ્રેસનો કપિલ સિબ્બલને સંદેશ, છોડી દો બાબરી મસ્જિદ કેસ: સૂત્ર

કોંગ્રેસનો કપિલ સિબ્બલને સંદેશ, છોડી દો બાબરી મસ્જિદ કેસ: સૂત્ર

  બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા કેસમાં સુન્ની વક્ફ બોર્ડ તરફથી કેસ સંભાળી રહેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને વકીલ કપિલ સિબ્બલને આ કેસ છોડવા માટે કહેવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે કપિલ સિબ્બલને આ કેસ છોડવા માટે કહ્યું છે.

  પાર્ટીના અંદરના સુત્રો અનુસાર સિબ્બલને કહેવામાં આવ્યું છે કે આ કેસમાં પોતાનો હાથ બહાર લઈ લેવો તે જ રાજકીય રૂપમાં તેની સમજદારીનું પગલું છે. ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા સિબ્બલ સહિત કેટલાક કોંગ્રેસી નેતાઓની કોર્ટમાં ભુમિકાને લઈને રાજકીય પ્રહાર કરતા હોય છે.

  પ્રધાનમંત્રી મોદીએ આ કેસમાં સિબ્બલની દલીલોને લઈને ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી ટીકાઓ કરી હતી. ત્યારે સિબ્બલ અદાલતમાં એવી માગ કરી હતા કે આ ખુબ જ સંવેદનશીલ બાબરી મસ્જિદ મામલાની સુનાવણી 2019ની ચૂંટણી બાદ કરવામાં આવે. ત્યારે મોદીએ કહ્યું હતું કે સિબ્બલ જે રામ મંદિરને ચૂંટણીની રાજનીતિ સાથે જોડે છે તે સાચુ છે?

  સુન્ની વક્ફ બોર્ડ તરફથી કેસ લડી રહેલા સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે કોર્ટના આ નિર્ણયની ખુબ ઉંડી અસર થશે. જેથી આ મામલાની સુનાવણી 2019ની ચૂંટણી બાદ કરવામાં આવે.
  Published by:Nisha Kachhadiya
  First published:

  Tags: Kapil Sibal, Kapil sibbal, કોંગ્રેસ

  આગામી સમાચાર