મુંબઈ : મહારાષ્ટ્રના (maharashtra)મુંબઈ સ્થિત અરબ સાગરમાં એક રિગ પાસે ઓએનજીસીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ (ongc helicopter emergency landing)કરાવવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં (helicopter)7 યાત્રી અને 2 પાયલોટ સહિત 9 લોકો સવાર હતા. બધા જ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
ઓએનજીસીના એક અધિકારીએ જણાવ્યું કે બધા 9 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. હેલિકોપ્ટરમાં ઓએનજીસીના છ કર્મચારી સવાર હતા અને એક વ્યક્તિ કંપની સાથે કામ કરનાર ઠેકેદારથી સંબંધિત હતો. હેલિકોપ્ટરને ઇમરજન્સીની સ્થિતિમાં ઉતરવા માટે ફ્લોટર્સનો ઉપયોગ કરવો પડ્યો, જે એક તાંબા સાથે જોડાયેલ હોય છે. જે કર્મચારીઓ અને સામાનને કિનારેથી અપતટીય પ્રતિષ્ઠાનો સુધી લઇ જાય છે.
હજુ એ સ્પષ્ટ થયું નથી કે કઇ પરિસ્થિતિઓના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઓએનજીસીના અરબ સાગરમાં ઘણા રિગ અને પ્રતિષ્ઠાન છે. જેનો ઉપયોગ સમુદ્ર તળથી નીચે રહેલા ભંડારમાંથી તેલ અને ગેસનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે.
શરૂઆતમાં 5 લોકો લાપતા થયા હોવાના સમાચાર હતા પણ એક વ્યક્તિને રેસ્ક્યૂ બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
ONGC helicopter, carrying 9 persons including two pilots, makes emergency landing near a rig in Arabian Sea; 4 persons rescued so far: Co
જાણકારી પ્રમાણે મુંબઈના પશ્ચિમમાં ઓઇલરી સાગર કિરણ પાસે પારસ દામા તટરક્ષક જહાજને ઘટનાસ્થળે પહોંચવા માટે ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે. અન્ય એક જહાજ મુંબઈ માટે રવાના થઇ ગયું છે. સૌથી પહેલા ઓએસવી માલવીય 16 નામના એક પોતને બચાવ કાર્યો માટે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. માલવીય 16 એ 4 લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર