ટ્વિટર પર ટ્રેન્ડ થયું બૉયકૉટ રૅડ લેબલ ટી, જાણો કારણ

News18 Gujarati
Updated: September 1, 2019, 3:09 PM IST
ટ્વિટર પર ટ્રેન્ડ થયું બૉયકૉટ રૅડ લેબલ ટી, જાણો કારણ
રૅડ લેબલ ચાની જાહેરાતનો સ્ક્રીનશોટ

એક વર્ષ જૂની જાહેરખબર ટ્વિટર પર થઈ ટ્રોલ, યૂઝર્સે ઠાલવ્યો ગુસ્સો

  • Share this:
સોશિયલ મીડિયા પર અનેકવાર ધાર્મિક ભાવનાઓ સાથે ચેડાના આરોપમાં કોઈને કોઈ કંપનીને ટ્રોલ કરવામાં આવે છે. થોડાક દિવસો પહેલા હલાલ મીટર પીરસવાને લઈ લોકો મેકડોનાલ્ડ્સ પર ભડકી ગયા હતા અને તેને ટ્વિટર પર ટ્રોલ કરી રહ્યા હતા. આ પહેલા પણ સોશિયલ મીડિયા યૂઝર્સે ઝોમેટો, ઉબર અને સર્ફ એક્સેલને ધર્મના નામે ટ્રોલ કરી ચૂક્યા છે. આજે ફરીથી કંઈક આવું જ જોવા મળ્યું છે. પરંતુ આ વખતે મામલો થોડો અલગ છે. એક વર્ષ જૂની વિજ્ઞાપનને લઈને રૅડ લેબલ સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યું છે. આ વિવાદ હિન્દુસ્તાન યૂનિલીવરની રૅડ લેબલ ચા પત્તીની વિજ્ઞાપનને લઈને છે.

આ વિજ્ઞાપનમાં એક વ્યક્ત જે હિન્દુ છે તે એક કારીગર પાસેથી ગણેશની મૂર્તિ ખરીદવા માટે એટલા માટે તૈયાર નથી થતો કારણે કે તે મુસ્લિમ છે. પછી તે કારીગર તેને ચા પીવા માટે કહે છે, ત્યારબાદ તે વ્યક્તિ થોડો ખચકાય છે અને કહે છે કે, 'આજે કંઈક કામ છે, હું કાલે આવું છું.' તેની પર તે કારીગર કહે છે કે, 'ભાઈજાન ચા તો પીતા જાઓ.' ચા પીતી વખતે જ બંને વચ્ચે સારું બોન્ડિંગ ઊભું થાય છે, અને તે વ્યક્તિ ભગવાન ગણેશની મૂર્તિ ખરીદે છે.

જુઓ આ વીડિયો

https://www.youtube.com/watch?v=VnwHhcbUChc&feature=youtu.be

આ પણ વાંચો, જેલની અંદર 'ડૉન'ની બર્થડે પાર્ટી, કેક કાપ્યા બાદ ચિકન-મટનની દાવત!

રૅડ લેબલની આ વિજ્ઞાપનમાં હિન્દુ અને મુસ્લિમની એકતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે સોશિયલ મીડિયા પર અનેક યૂઝરને પસંદ નથી આવ્યું. લોકો #BoycottRedLabel હૅશટૅગ સાથે ખૂબ ટ્વિટ કરી રહ્યા છે. જેના કારણે આ હૅશટૅગ સમગ્ર ભારતમાં ટોપ ટ્રેન્ડ કરી રહ્યો છે. યૂઝર્સનું કહેવું છે કે આ વિજ્ઞાપનમાં હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ટ્રોલર્સે કંપનીની આ વિજ્ઞાપનને હિન્દુ વિરોધી કહેતાં રેડ લેબલ ચાને બૉયકૉટ કરવાનું કેમ્પેન ચલાવ્યું છે. કંપની પર બનાવટી ધર્મનિરપેક્ષતા આગળ વધારવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.આ પણ વાંચો, ...જ્યારે પાકિસ્તાની MQM પાર્ટીના ચીફે ગાયું, સારે જહાં સે અચ્છા'
First published: September 1, 2019, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading