Home /News /national-international /Yogi Adityanath Interview: 1 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી કઈ રીતે બનશે ઉત્તરપ્રદેશ? News18 ઈન્ડિયા પર CM યોગીએ જણાવ્યું
Yogi Adityanath Interview: 1 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી કઈ રીતે બનશે ઉત્તરપ્રદેશ? News18 ઈન્ડિયા પર CM યોગીએ જણાવ્યું
યુપી સીએમ યોગી આદિત્યનાથનો રાજ્યના વિકાસનો પ્લાન
Yogi Adityanath Interview: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્યને 1 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવાનું સપનું પૂરું કરવા માટે કામ સતત કરવું જરુરી છે. જેના માટે લખનૌમાં 10થી 12 ફેબ્રુઆરી દરમિયાન 'ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ'નું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથની સરકારે આ વખતે રાજ્યમાં 17.12 લાખ કરોડ રૂપિયાના રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું છે.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે Network18ના એડિટર ઈન ચીફ રાહુલ જોશીને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કહ્યું કે રાજ્યને 1 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. તેને જમીન પર ઉતારવા માટેની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથએ News18 ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે રાજ્યની 8.5 ટકાના કૃષિ વિકાસ દરને ડબલ ડિજિટમાં પહોંચાડવાની કોશિશનું પરિણામ પરિણામ જલદી સામે આવશે. યોગીએ કહ્યું કે તેમણે 6 વર્ષના કાર્યકાળમાં રાજ્ય વિકાસની નવી ઊંચાઈ પર પહોંચ્યું છે. આજે યુપી 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ'ના 16થી બીજા સ્થાને પહોંચ્યું છે.
ઈન્ટરવ્યુ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ પાછલા 6 વર્ષમાં પોતાના વિકાસ દરને રાજ્યએ બમણો કર્યો છે. પીએમ મોદીએ 2018ની પહેલી ઈન્વેસ્ટર સમિટમાં અમારો ટાર્ગેટ ફિક્સ કર્યો હતો. સીએમ યોગીએ News18ને કહ્યું કે જો અમારે યુપીના 25 કરોડ લોકોના જીવનને બદલવું છે અને ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવી હોય તો યુપીએ પોતાની ભૂમિકા ભજવવી પડશે. અમે 25 સેક્ટરોની ઓળખ કરી છે. CM યોગીએ કહ્યું કે તેના માટે ભારતના મુખ્ય શહેરો અને અન્ય દેશોના મુખ્ય શહેરોમાં ટીમો મોકલી છે.
આ સિવાય તેમણે યુપીના વિકાસ અંગે જણાવ્યું કે, ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટથી પહેલા અમે પ્રદેશની જીડીપીથી વધારે રોકાણના પ્રસ્તાવ લાવી શકીશું. CM યોગીએ કહ્યું કે યુપીનો વિકાસ દર 8 ટકા છે. અમારી પાસે 96 લાખ MSME યુનિટ છે. થોડી કોશિશથી અમારી નિકાસ બમણી થઈ છે. વધુમાં તેમણે કહ્યું કે હવે યુપીમાં સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપ્રેસવે દ્વારા સારી કનેક્ટિવિટી છે, નવા એરપોર્ટ છે, લેન્ડલોક સ્ટેટથી હવે અમારી પાસે જળમાર્ગ છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પાછલા 6 વર્ષમાં 5 લાખથી વધારે સરકારી નોકરી આપી છે. આગામી અમુક વર્ષોમાં યુપી લાખો નોકરીઓ આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર