નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નવા નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆત થતા જ આર્થિક બદલાવ લાગૂ કરી દીધા છે. જેના પગલે અમુક વસ્તુઓની કિંમત ઘટી છે તો અમુક વસ્તુઓની કિંમત વધી છે. જો તમે પણ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે અને તમને જો જૂના સિક્કા (Old coins) એકઠા કરવાનો શોખ છે તો અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે ઘર બેઠાં બેઠાં કરોડપતિ બની શકો છે. આજે અમે તમને એક એવા સિક્કા વિશે જણાવીશું જે તમને એક ઝટકે કરોડપતિ બનાવી દેશે. તો તમે તમારા સિક્કાઓના કલેક્શનને એકવાર તપાસી લો. જો તેમાં આ ખાસ પ્રકારનો સિક્કો છે તો તે તમને 10 કરોડ રૂપિયા સુધીની કમાણી કરાવી શકે છે.
અંગ્રેજોના જમાનોનો સિક્કો
કરોડો રૂપિયાની કમાણી કરાવી આપતો એક રૂપિયાનો સિક્કો કોઈ સામાન્ય સિક્કો તો ન જ હોય તે સ્વાભાવિક છે. તો સૌથી પહેલા આ સિક્કાની ખાસિયત વિશે જાણીએ. સૌથી પહેલા આ સિક્કો બ્રિટિશ શાસનકાળનો હોવો જોઈએ. એટલે કે આ સિક્કો 1885માં બનેલો હોવો જોઈએ. જો તમારી પાસે એવો સિક્કો છે જેના પર 1885નું વર્ષ મુદ્રિત છે તો તમે તેની ઑનલાઇન હરાજી (Online Auction) કરી શકો છો. ઑનલાઇન હરાજીમાં તમે આ સિક્કાના 9 કરોડ 99 લાખ રૂપિયા જીતી શકો છો. હવે જાણો તમે આ સિક્કાની હરાજી ક્યાં કરી શકો છો.
જૂના સિક્કા વેચવા અને જૂની વસ્તુઓ ખરીદવા કે વેચવા માટે તમારે ઑનલાઇન પ્લેટફૉર્મ OLX પર જવું પડશે. OLX પર તમે તમારું એકાઉન્ટ બનાવીને તમે સિક્કાને વેચાણ માટે મૂકી શકો છો. આ માટે તમારે સિક્કાની તસવીર જાહેર કરવી પડશે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો જૂની વસ્તુઓનું કલેક્શન કરતા હોય છે. તે લોકો આવી વસ્તુઓ ખરીદતા રહેતા હોય છે. અનેક લોકો સિક્કાઓની પણ ખરીદી કરતા હોય છે. જો તમારી પાસે આવો સિક્કો હોય તો તમે ખૂબ મોટી કમાણી કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર