દિલ્હીમાં કોરોનાવાયરસનો પ્રથમ દર્દી મળ્યો, તેલંગાણામાં પણ એક બીમાર

News18 Gujarati
Updated: March 2, 2020, 3:24 PM IST
દિલ્હીમાં કોરોનાવાયરસનો પ્રથમ દર્દી મળ્યો, તેલંગાણામાં પણ એક બીમાર
ફાઇલ તસવીર

ચીનથી વકરેલા કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો, દુનિયાભરમાં અત્યારસુધી 89 હજાર કેસ સામે આવી ચુક્યા છે.

  • Share this:
નવી દિલ્હી : ચીનમાંથી ફેલાયેલો જીવલેણ કોરોનાવાયરસ એટલે કે Covid-19ના ભારતમાં બે નવા મામલાની પુષ્ટિ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બેમાંથી એક કેસ દેશની રાજધાની દિલ્હીમાં નોંધાયો છે. અહીંનો એક વ્યક્તિ ગત દિવસોમાં ઇટલીના પ્રવાસે ગયો હતો. જ્યારે બીજો કેસ તેલંગાણાનો છે. તેલંગાણાનો દર્દી ગત દિવસોમાં દુબઈના પ્રવાસે ગયો હતો. ચીનથી વકરેલા કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે, દુનિયાભરમાં અત્યારસુધી 89 હજાર કેસ સામે આવી ચુક્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World Health Organization) આ વાયરસને કોવિડ-19 નામ આપ્યું છે. આ ઘાતક બીમારી વિશે ગત વર્ષે ડિસેમ્બરમાં ચીનમાંથી માલુમ પડ્યું હતું. આ વાયરસ અત્યાર સુધી 70 દેશમાં ફેલાઈ ચુક્યો છે. આ કોરોનાવાયરસ 88 હજારથી વધારે લોકોને ચેપગ્રસ્ત કરી ચુક્યો છે. જેમાં એકલા ચીનમાં જ 80 હજારથી વધારે લોકોનો સમાવેશ થાય છે.

દિલ્હી અને તેલંગાણામાં સામે આવેલા 1-1 કેસ બાદ અત્યાર સુધી ભારતમાં કોરોનાવાયરસના પાંચ કેસ સામે આવી ચુક્યા છે. આ પહેલા વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને રવિવારે કહ્યુ હતું કે સરકારને કોરોનાવાયરસને કારણે માછીમારો સહિત ભારતીયો ઇરાનમાં ફસાયેલા હોવાનો રિપોર્ટ મળ્યો છે. તહેરાનમાં ભારતીય દૂતાવાસ આ મામલે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.

ઈરાનમાં ફસાયા ભારતીયો

ઈરાનમાં ભારતના રાજદૂત જી. ધર્મેન્દ્રએ શનિવારે જણાવ્યું કે સ્વદેશ જવાની ઇચ્છા રાખતા ભારતીયોને પરત મોકલવા માટે અધિકારીઓ કામ કરી રહ્યા છે. આ મામલે ઈરાનના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં અનેક નેતાઓએ કેન્દ્ર સરકારને ઇરાનમાં ફસાયેલા કેન્દ્રશાસિત પ્રદેશના વિદ્યાર્થીઓને બહાર કાઢવાની અપીલ કરી છે.

બીજી તરફ પાકિસ્તાનમાં કોરોનાવાયરસનો પેસારો અટકાવવા માટે પાડોશી દેશ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સરહદને સ્થાનિક સરકાર સોમવારે સાત દિવસ સુધી બંધ કરી દેશે. આંતરિક મામલાના મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. આ ઘોષણા પાકિસ્તાનમાં કોરોનાવાયરસના બે નવા કેસ સામે આવ્યા બાદ કરવામાં આવી છે. જેનાથી દેશમાં વાયરસગ્રસ્ત લોકોની સંખ્યા ચાર થઈ ગઈ છે.આંતરિક બાબતોના મંત્રાલયે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે લોકોના હિતોને જોતા બંને દેશમાં કોરોનાવાયરસનો ફેલાવો રોકવા માટે બલૂચિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સરહદને બીજી માર્ચથી સાત દિવસ સુધી બંધ કરી દેવામાં આવશે.
First published: March 2, 2020, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading