વોશિંગટનઃ અમેરિકન રાષ્ર્cપ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના એક અંગત સેવક કોરોના પોઝિટિવ (Coronavirus) હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ અમેરિકન નેવી (US Navy) સાથે સંબંધ ધરાવે છે એન રાષ્ટ્રપ્રમુખની અંગત સેવામાં તૈનાત છે. જોકે વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચિંતાની કોઈ વાત નથી, ટ્રમ્પનો ટેસ્ટ હાલ નેગેટિવ આવ્યો છે. આ ઘટના બાદ ટ્રમ્પે કહ્યું કે હવેથી તેઓ રોજ એકવાર કોરોના સંક્રમણ (Covid-19)નો ટેસ્ટ કરાવશે.
મળતી જાણકારી મુજબ, પોઝિટિવ આવેલો શખ્સ મિલિટ્રીના એક એલીટ યૂનિટનો હિસ્સો છે જે રાષ્ટ્રપ્રમુખના પરિવારની દેખરેખનું કામ કરે છે. આ યૂનિટ અનેકવાર રાષ્ટ્રપ્રમુખ અને તેમના પરિવારના ઘણું નજીક રહીને કામ કરે છે. મળતી માહિતી મુજબ અંગત સેવકના કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ ટ્રમ્પે ઘણો ગુસ્સો પણ વ્યક્ત કર્યો. વ્હાઇટ હાઉસે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, અમને મેડિકલ યૂનિટથી જાણ થઈ છે કે અમેરિકન સેના સાથે જોડોયલા એક શખ્સ જે ટ્રમ્પ પરિવારની સાથે અંગત સેવક તરીકે કામ કરી રહ્યા હતા તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને બંનેના પરિણામ નેગેટિવ આવ્યા છે.
CNN મુજબ સંક્રમિત આવેલો શખ્સ ફર્સ્ટ ફેમિલીના અંગત કામોમાં તેમની સહાયતા કરતો હતો. બીજી તરફ રાષ્ટ્રપ્રમુખના ભોજનની વ્યવસ્થાની જવાબદારી હતી. રાષ્ટ્રપ્રમુખની યાત્રા કરવા દરમિયાન પણ તે અનેકવાર તેમની સોથ રહેતો હતો. આ શખ્સમાં બુધવારે કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા હતા, ત્યારબાદ મેડિકલ યૂનિટે સ્કા ટેસ્ટ કરાવ્યો અને તે સંક્રમિત હોવાનું સામે આવ્યું. જાણકારોનું કહેવું છે કે વ્હાઇટ હાઉસ સુધી સંક્રમણ પહોંચવું સારા સમાચાર નથી. આ તમામ વ્યક્તિઓના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે જે આ શખ્સના સંપર્કમાં આવતા હતા. એ વાતની તપાસ પણ કરવામાં આવી રહી છે કે આ શખ્સ ક્યાંથી સંક્રમિત થયો.