દિવાળી મનાવ્યા પછી 6 બહેનોના એકના એક ભાઈએ આત્મહત્યા કરી, RACમાં હતી નોકરી

જવાન ધીસાલાલ જાંગુ ફતેહપુરા ભોમિયાન ગામનો રહેવાસી હતો

Suicide news- દિવાળીની રજાઓમાં પોતાના ગામ આવ્યો હતો. પરિવાર સાથે દિવાળી મનાવ્યા પછી આત્મહત્યા કરી

 • Share this:
  સીકર : રાજસ્થાનના (Rajasthan)શેખાવાટી અંચલના સીકર જિલ્લામાં ખંડેલા પોલીસ સ્ટેશન (Police station)વિસ્તારમાં આરએસીના જવાન ધીસાલાલ જાંગુએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide)કરી લીધી છે. આત્મહત્યા કયા કારણોસર કરી તે વિશે કોઇ ખુલાસો થયો નથી. પોલીસ કારણ શોધવામાં લાગી છે. ધીસાલાલ જાંગુ દિલ્હી આરએસીની (RAC) 11મી બટાલિયન દિલ્હીમાં તૈનાત હતા. તે દિવાળીની રજાઓમાં પોતાના ગામડે આવ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ (Postmortem)માટે મોકલી આપી છે. જવાનની આત્મહત્યા પછી ગામમાં માતમ છવાયો છે.

  ખંડેલા થાનાધિકારી ધાસીરામે જણાવ્યું કે જવાન ધીસાલાલ જાંગુ ફતેહપુરા ભોમિયાન ગામનો રહેવાસી હતો. તે દિવાળીની રજાઓમાં પોતાના ગામ આવ્યો હતો. પરિવાર સાથે દિવાળી મનાવ્યા પછી શનિવારે સવારે લગભગ 11 કલાકે તે પોતાની રૂમમાં ગયો હતો. આ પછી તે બહાર નીકળ્યો ન હતો. જેથી પરિવારજનોએ તેના રૂમમાં જઈને જોયું તો તે ફાંસી લગાવેલી હાલતમાં જોવા મળ્યો હતો.

  આ પણ વાંચો - કરવાચોથ પર લીધેલી સેલ્ફી જીવનની આખરી સેલ્ફી બની, અકસ્માતમાં કોન્સ્ટેબલનું મોત, દિવાળીમાં માતમ

  દિવાળીના ઉત્સાહમાં રોકકળ મચી ગઈ

  જવાનના આત્મહત્યાની વાત સાંભળી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સોંપી દીધી હતી. દિવાળીના દિવસોમાં થયેલી આ ઘટનાથી જવાનના પરિવારમાં કોહરામ મચી ગયો છે. ગામના લોકો પણ ગમગીન થઇ ગયા છે. ગામમાં દિવાળીનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.

  પત્ની સરકારી કર્મચારી છે

  ખંડેલા એસએચઓ ધીસાલાલના મતે પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે ધીસાલાલ છ બહેનોમાં એકનો એક ભાઈ હતો. મૃતકની પત્ની સરકારી કર્મચારી છે. તે શિક્ષિકા છે. પોલીસ આત્મહત્યાના કારણો તપાસી રહી છે. અત્યાર સુધી કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે.

  આ પણ વાંચો - Video: નાગિનના મોત પછી ન્યાય માંગવા પોલીસ સ્ટેશન પહોંચ્યો નાગ, પોલીસના ઉડી ગયા હોશ

  રાજસ્થાનમાં વધી રહી છે આવી ઘટનાઓ

  ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓમાં વધારો થયો છે. આ પહેલા પોલીસના 3-4 જવાનો દ્વારા પણ આત્મહત્યાની ઘટના સામે આવી છે. આ પછી સીએમ અશોક ગેહલોતે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે જવાનો સાથે પોતાનો સંવાદ વધારો.
  Published by:Ashish Goyal
  First published: