Cabinet Meeting : ખેડૂતો માટે 'વન નેશન, વન માર્કેટ' સહિત અનેક જાહેરાત કરવામાં આવી

Cabinet Meeting : ખેડૂતો માટે 'વન નેશન, વન માર્કેટ' સહિત અનેક જાહેરાત કરવામાં આવી
કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્ત્વના નિર્ણયો લેવાયા.

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં એસેન્સિયલ કોમોડિટીઝ એક્ટ (Essential Commodities Act amended)ને મંજૂરી મળી. ખેડૂતો માટે વન નેશન, વન માર્કેટની જાહેરાત કરવામાં આવી.

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસના સંક્ટ વચ્ચે આજે ફરી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં એસેન્સિયલ કોમોડિટિઝ એક્ટ (Essential Commodities Act amended)ને મંજૂરી મળી છે. જ્યારે ખેડૂતો માટે 'વન નેશન, વન માર્કેટ' (એક રાષ્ટ્ર, એક બજાર)ની જાહેરાત કરવામાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ અંગેની જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રી જાવડેકરે કહ્યુ કે, ખેડૂતો માટે બેઠકમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

    ખેડૂતો માટે મોટા નિર્ણયો



    કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ખેડૂતો માટે 'વન નેશન, વન માર્કેટ'ની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા છે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને બદલાવ કરવામાં આવ્યા છે. ખેડૂતો પોતાની ઉપજ દેશમાં ક્યાંક પણ વેચી શકે છે. કૃષિ ઉપજ કરાર હેઠળ તેમને ઉપજ ક્યાંક પણ વેચવાની છૂટ મળશે.

    તેમણે કહ્યુ, એપીએમસી રહેશે. કંપનીઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શકશે. આવી ખરીદી અને વેચાણ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. ખેડૂતો અને ખરીદદારો વચ્ચે વાદ-વિવાદનું સુનાવણી સ્થાનિક સ્તર પર કરવામાં આવશે. ખેડૂતોને સુરક્ષા આપવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. ઇલેક્ટ્રોનિક વેપાર માટે ખેડૂતોની મુશ્કેલી ઓછી થશે, ખેડૂતોએ પોતાની ઉપજ મંડીમાં નહીં લઈ જવી પડે.

    આ પણ વાંચો :  દહેજની કેમિકલ કંપનીમાં વિસ્ફોટ, પાંચ લોકોનાં મોત, 35થી વધારે કામદાર સારવાર હેઠળ

     

    એસેન્સિયલ કોમોડિટી એક્ટમાં સુધારાને મંજૂરી

    કેબિનેટે એસેન્સિયલ કૉમોડિટી એક્ટમાં સુધારાની મંજૂરી આપી છે. આ એક્ટ અંતર્ગત જે વસ્તુઓ આવે છે, કેન્દ્ર સરકાર તેવું વેચાણ, કિંમત, સ્ટોક અને વિતરણને કંટ્રોલ કરે છે. તેની મહત્તમ વેચાણ કિંમત નક્કી કરે છે. કોઈ વસ્તુઓ એવી હોય છે જેના વગર જીવન વ્યતીત કરવું અશક્ય હોય છે. આવી વસ્તુઓને આવશ્યક વસ્તુઓની યાદીમાં રાખવામાં આવી છે.

    કેન્દ્ર સરકારને જ્યારે માલુમ પડે છે કે કોઈ ચોક્કસ વસ્તુની આવક માંગની સરખામણીમાં ખૂબ ઓછી છે ત્યારે તેની કિંમતમાં વધારો થતો હોય છે, આવા સમયે કેન્દ્ર સરકાર આ વસ્તુ પર એક્ટ લાગૂ કરી દે છે. તેના સ્ટોકની મર્યાદા નક્કી કરે છે. આવું કરવાથી ભાવ વધારો અટકી જતો હોય છે.

    Poll :



    રોકાણ વધારવા માટે એમ્પાવર્ડ ગ્રુપ બનાવવાની મંજૂરી

    કેન્દ્રીય મંત્રી જાવડેકરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, સરકારે રોકાણ વધારવા માટે એમ્પાવર્ડ ગ્રુપને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ બનાવવાનો નિર્ણય કરાયો છે. કેબિનેટે કોલકાતા પોર્ટનું નામ બદલવાને મંજૂરી આપી દીધી છે. કોલકાતા પોર્ટનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખર્જી રાખવામાં આવશે.
    Published by:News18 Gujarati
    First published:June 03, 2020, 17:00 pm