મમતા બેનર્જીને ફરી ફટકો, TMCના એક MLA સહિત ચાર નેતા ભાજપમાં જોડાયા

ટીએમસી નેતાઓનો પાર્ટી છોડી અને ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત. બુધવારે ધારાસભ્ય મનીરૂલ ઇસ્લામ સહિત ચાર લોકો જોડાયા

News18 Gujarati
Updated: May 29, 2019, 5:50 PM IST
મમતા બેનર્જીને ફરી ફટકો, TMCના એક MLA સહિત ચાર નેતા ભાજપમાં જોડાયા
ધારાસભ્ય મનીરૂલ ઇસ્લામ TMC છોડી ભાજપમાં ચાર નેતાઓ સાથે જોડાયા હતા.
News18 Gujarati
Updated: May 29, 2019, 5:50 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને મળેલા પરાજય બાદ નેતાઓમાં ભાગદોડ મચી છે. તૃણમૂલ નેતાઓ પાર્ટી છોડીને સતત ભાજપમાં શામેલ થઈ રહ્યાં છે અને આ સિલસિલો બુધવારે પણ યથાવત રહ્યો હતો. બુધવારે TMCના નેતા મનીરૂલ ઇસ્લામ ભાજપમાં જોડાઈ ગયા હતા. પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાષ વિજવર્ગીની ઉપસ્થિતીમાં મનીરૂલ ઇસ્લામ ઉપરાંત ટીએમસીના નેતા ગદાધર હાજરા, મોહમ્મદ આસિફ ઇકબાલ અને નિમાની દાસે પણ ભાજપનો કેસરીયો પહેરી લીધો છે.

અગાઉ ત્રણ ધારાસભ્યોએ ભાજપનો ખેંસ ધારણ કરી લીધો હતો. મંગળવારે ભાજપમાં જોડાનારા નેતાઓમાં મુકલ રૉયના પુત્ર અને ટીએમસીના ધારાસભ્ય શુભ્રાંશુ રૉયનો પણ સમાવેશ થાય છે. રૉય બીજપુરના ધારાસભ્ય છે. જ્યારે વિષ્ણુપુરથી ટીએમસીના ધારાસભ્ય તુષાત કાંતિ ભટ્ટાચાર્ય, હેમતાબાદના ધારાસભ્ય દેવેન્દ્ર રૉય પણ ભાજપમાં જોડાયા હતા. જ્યારે નગર નિગમોના 50થી વધુ સભ્યોએ ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો :  પ્રચંડ જીત બાદ TIME પણ થયું મોદીનું ફેન, લખ્યું- આપે ભારતને એકજૂથ કર્યુ

મમતા બેનર્જીએ મંત્રી મંડળમાં ફેરફાર કરવો પડ્યો
ટીએમસીની બંગાળની સ્થિતી જોતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંત્રીમંડળમાં પરિવર્તન કરવું પડ્યું છે. જ્યારે ટીએમસીનો આક્ષેપ છે કે તેમના નેતાઓને બંદૂકની અણીએ ભાજપમાં જોડવામાં આવી રહ્યાં છે. મંગળવારે ટીએમસીના નેતાઓને ભાજપમાં જોડતા કૈલાષ વિજયવર્ગીએ કહ્યું હતું કે બંગાળના નેતાઓ લોકસભાની ચૂંટણીની જેમ સાત તબક્કામાં અમારા પક્ષમાં જોડાશે.

મનીરૂલ ઇસ્લામે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

Loading...

આ પણ વાંચો : ભાજપના આ પગલાંથી ભડકી મમતા, મોદીના શપથ ગ્રહણમાં નહીં થાય સામેલ

મોદીએ કહ્યું હતું કે 40 ધારાસભ્યો ભાજપા સંપર્કમાં છે
ગત મહિને ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દીદી તમારી જમીન ખસી ગઈ છે. 23મીના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે તમારા ધારાસભ્યો પણ તમને મૂકીને ભાગશે. આજે પણ તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે. દીદી તમે વિશ્વાસઘાત કર્યો છે. આજે પશ્ચિમ બંગાળમાં જે ગુસ્સો છે તે તમારા વિશ્વાસઘાતના કારણે છે. પશ્ચિમ બંગાળના યુવાનો
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...